જુગાડનો જમાનો:ઓટીટી પાસવર્ડ માટે પણ સ્ટાર્ટઅપ શરૂ, અડધી કિંમત અને કલાકના હિસાબે સબસ્ક્રિપ્શન આપે છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટીટી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો પાસવર્ડની કિંમત સારી રીતે જાણે છે. મંથલી સબસ્ક્રિપ્શનની ફીથી બચવા તેઓ પાસવર્ડ અનેક લોકો સાથે શેર કરે છે. આ કામ દેશમાં સામાન્ય થઈ ગયું છે. એક પાસવર્ડ કાકા, ફોઈથી લઈને માસી સુધી ફરે છે. પારિવારિક મિત્રો સુધી પણ પહોંચે છે. પાસવર્ડ શેરિંગથી અનેક ઓટીટી પ્લેટફોર્મ સારી એવી ખોટ કરી રહ્યા છે.

નેટફ્લિક્સે જણાવ્યું કે જાન્યુઆરી-માર્ચ 2022માં દુનિયાભરમાં 2 લાખ સબસ્ક્રાઈબર ઓછા થઈ ગયા. આવું દાયકામાં પહેલીવાર થયું. અનુમાન છે કે દુનિયાભરમાં નેટફ્લિક્સના 22.2 કરોડ સબસ્ક્રાઈબર અન્ય 10 કરોડ લોકો સાથે પાસવર્ડ શેર કરે છે.

પાસવર્ડ મેળવવા અને ફી ન ચૂકવવાની મથામણે દેશમાં અનેક નવા બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઊભા કરી દીધા છે. આ જુગાડુ સ્ટાર્ટઅપ સામાન્ય કિંમતે પાસવર્ડ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. દિલ્હીનો એક સોફ્ટવેર એન્જિનિયર અડધી કિંમતે ઓટીટી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ કરાવી આપે છે. એક પાસવર્ડ 5-10 લોકોને વેચવામાં આવે છે. જે અલગ અલગ સમય પર પ્લેટફોર્મ પર મૂવી કે સીરિઝ જુએ છે એટલા માટે સમસ્યા થતી નથી.

દિલ્હીમાં આવા સેંકડો રિસેલર છે જે ઓછા ભાવે ઓટીટી સબસ્કિપ્શન ઉપલબ્ધ કરાવે છે. આ રીતે અનેક લોકો ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ સબસ્ક્રિપ્શનના પાસવર્ડ વેચવાનો બિઝનેસ કરવા લાગ્યા છે. દિલ્હી સરકારની માર્ચમાં થયેલી બિઝનેસ બ્લાસ્ટર ઈવેન્ટમાં 12માના 4-5 વિદ્યાર્થીઓએ ઓટીટી હબ આઈડિયા રજૂ કર્યો હતો. જે લોકો એક કે બે ફિલ્મ જોવા ઈચ્છે છે તેમના માટે આ સ્ટાર્ટઅપની યોજના 5 રૂપિયા પ્રતિકલાકના હિસાબે સબસ્ક્રિપ્શન આપવાની છે.

એક પ્લાન પર અનેક ઓટીટી સબસ્ક્રિપ્શન પણ મળે છે
હાલ દેશમાં 55થી વધુ વીડિયો એન્ટરટેઈન્મેન્ટ એપ છે. તેમની સંખ્યા સતત વધે છે. ઓટીટી પ્લેટફોર્મની વધતી ડિમાન્ડ અને એકથી વધુ ઓટીટી પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન લેવાની સમસ્યાને જોતા તાતા પ્લે અને એરટેલ જેવી કંપનીઓએ નવા સબસ્ક્રિપ્શન લોન્ચ કરી દીધા છે. તેમનું સબસ્ક્રિપ્શન લઇને અનેક ઓટીટી પ્લેટફોર્મની સેવાઓ લઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...