મિની બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, VIDEO:રિક્ષાની સહિત અન્ય વાહનોને અડફેટે લીધા, સ્કૂલનાં બાળકો પણ થયા ઘાયલ

2 મહિનો પહેલા

મહારાષ્ટ્રનાં ઠાણેના ડોમ્બીવલી પૂર્વ અને પશ્ચિમને જોડતા કોપર રોડ પર રોડ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના સવારે સાત વાગ્યાનાં આસપાસની છે. આ ઘટનામાં પુરપાટ ઝડપે આવતી એક મિની બસનાં ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ત્રણ બાઈક અને એક રિક્શાને અડફેટે લીધો હતો. આ ધટનામાં રોડ પરથી પસાર થઈ રહેલા ત્રણ સ્કૂલના વિધાર્થીઓ અને એક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. આ ત્રણેય સ્કૂલનાં વિધાર્થીઓ સાત વર્ષનાં છે, અને અન્ય એક યુવાન ચોત્રીસ વર્ષનો છે. ચારેય ઈજાગ્રસ્તોને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધટનાની જાણ થતા વિષ્ણુ નગર પોલીસ ધટનાસ્થળ પર પહોંચી. પોલીસે આ ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી એની ધરપકડ કરી છે. આ ધટનામાં વધારે માહિતી આપતા સિનીયર પીઆઈ પંડરીનાથ ભાલેરાવે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે, ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા આ ધટના બની હતી જોકે એની ધરપકડ કરવામાં આવી છે અને વધારે માહિતી મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...