દેશની 65% યુવાન વસતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવારની વયમર્યાદા ઘટાડવા માટે વિચાર કરી રહી છે. કેટલાક રાજકીય દળ આ વિચારની તરફેણમાં છે. આ પક્ષો દલીલ કરી રહ્યા છે મહાનગરપાલિકા ચૂંટણી લડવા માટે વયમર્યાદા 21 વર્ષની છે તો વિધાનસભા અને લોકસભા માટે આ વયમર્યાદા 25 વર્ષની કેમ કરવી જોઈએ.
એટલું જ નહીં, જો 18 વર્ષની ઉંમરના યુવાનો ચૂંટણીમાં મતદાન કરીને સરકાર ચૂંટી શકે છે તો સરકારમાં કેમ સામેલ થઈ શકતા નથી.
વધુને વધુ યુવાનોને તક મળી શકે છે
RLD, MIM, YSRCP, RJD, BJD, શિવસેના (ઉદ્ધવ જૂથ) સહિત કેટલાક પક્ષો વય મર્યાદા ઘટાડવાની તરફેણમાં છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા સાંસદો પણ ઈચ્છે છે કે વય મર્યાદા ઘટાડવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે આ અંગે ગંભીરતાથી વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. ભારત યુવા દેશ છે, પરંતુ સરકારનું માનવું છે કે 2030 પછી દેશના લોકોની સરેરાશ ઉંમર વધવા લાગશે. તેથી જ આગામી 7-8 વર્ષ એવા છે કે વધુને વધુ યુવાનોને લોકપ્રતિનિધિ તરીકે સંસદ કે વિધાનસભામાં પહોંચવાની તક મળી શકે.
તેથી આ મુદ્દે વહેલીતકે નિર્ણય લેવાની જરૂર છે. દેશની વસતિની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, જે ચીન કરતાં 10 વર્ષ નાની છે અને અમેરિકા કરતાં 15 વર્ષ નાની છે. એટલે કે વિશ્વના કોઈપણ મોટા દેશમાં ભારત જેવી યુવા શક્તિ નથી. આવનારા 20 વર્ષમાં ભારત પાસે પણ યુવા શક્તિ નહીં રહે. આથી સરકાર માને છે કે યુવાનોને વધુને વધુ તકો આપીને ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય છે.
જયંત ચૌધરીએ સંસદમાં ખાનગી બિલ રજૂ કર્યું
રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત સિંહ ચૌધરીએ આ અંગે સંસદમાં ખાનગી બિલ રજૂ કર્યું છે. તેમના બિલ પર ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષ યુવાનોને આકર્ષવા માટે આ મુદ્દો ઉઠાવી શકે છે. એટલા માટે આપણે પહેલ કરવી જોઈએ કે ધારાસભ્ય કે સાંસદ બનવાની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.