કૂતરાના હુમલાથી ઘાયલ થયેલી મહિલાને 2 લાખ રૂપિયાનું વળતર મળશે. આ આદેશ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ મંડળીએ મંગળવારે ગુરુગ્રામ નગર નિગમ (MCG)ને આપ્યો. મંડળીએ એ પણ કહ્યું કે જો MCG ઇચ્છે તો આ રકમ તે કૂતરાના માલિક પાસેથી વસૂલ કરી શકે છે.
કૂતરું કરડ્યું તો માથું અને ચહેરો બગડ્યો
હકીકતમાં 11 ઓગસ્ટે સોસાયટીમાં કામ કરનારી એક મહિલા મુન્ની પર વિનીત ચિકારાના પાળેલા કૂતરાએ હુમલો કરી દીધો હતો. જેમાં તેના માથું અને ચહેરા પર ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને ગુરુગ્રામની સિવિલ હોસ્પિટલથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિપર કરવામાં આવી હતી.
કૂતરું રાખવાનું લાઇસન્સ પણ કેન્સલ કર્યું
ગુરુગ્રામ સિવિલ લાઇન થાણામાં દાખલ FIRમાં કૂતરાની નસલ પિટબુલ બતાવવામાં આવી છે, ત્યાર બાદ માલિકે બતાવ્યું કે તેની નસલ ડોગો અર્જેન્ટીના છે. મંડળીએ એમસીજીને કૂતરાને કસ્ટડીમાં લેવાની અને ચિકારાને કૂતરો રાખવાનું લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.
11 નસલના કૂતરા પાળવા પર લગાવ્યો પ્રતિબંધ
મંગળવારે સંજીવ જિંદલની કન્ઝ્યુમર કોર્ટે પીડિતાને આગોતરું વળતર આપવાના આદેશ સાથે જિલ્લામાં ખતરનાક નસલોનાં 11 કૂતરાં પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું- ભારત સરકારની 25.4.2016ના જાહેર કરેલી અધિસૂચના અનુસાર વિદેશી નસલોના પાળેલાં કૂતરાં પર 15 નવેમ્બરથી તાત્કાલિક પ્રભાવથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
એમાં અમેરિકન પિટ-બુલ ટેરિયર, ડોગો, અર્જેન્ટીના, રોટવીલર, નેપોલિયન મૈસ્ટિક, બોઅરબોએલ, પ્રેસા કૈનારિયો, વુલ્ફ ડોગ, બૈનડોગ, અમેરિકન બુલડોગ, ફિલા બ્રાસીલેરો અને કેન કોર્સો સામેલ છે.
ભીલવાડામાં કૂતરાએ 4 વર્ષના બાળકનું મોં- માથું કરડી ખાધું
ભીલવાડામાં બાળક પર કૂતરાના હુમલા લગાતાર વધી રહ્યા છે. ઘરની બહાર રમી રહેલા ચાર વર્ષના બાળકને કૂતરાઓએ કરડી ખાધું. તેનો ચહેરો અને માથું ખરાબ રીતે કરડી ખાધું. બૂમાબૂમ થતાં ઘરવાળા અને પડોશીઓ પહોંચી ગયા. બાળકને છોડાવીને હોસ્પિટલ લઇ ગયા.
કૂતરાએ માતાની સામે બાળકનું પેટ ફાડી નાખ્યું
ગયા મહિને નોઇડાની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં કૂતરાએ એક વર્ષના બાળક અરવિંદ પર હુમલો કર્યો. કૂતરાએ બાળકનું પેટ ફાડી નાખ્યું, જેથી તેનાં આંતરડાં બહાર નીકળી આવ્યાં. યેનકેન પ્રકારેણ બાળકને કૂતરાથી બચાવીને સોસાયટીના લોકોએ નોઇડાની યથાર્થ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. જોકે સર્જરી બાદ પણ બાળકને બચાવી ન શકાયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.