• Gujarati News
  • National
  • Opposition Leader Suvendu Adhikari Said – Mamata Is The Worst Leader Born In India

બંગાળમાં રાજ્યપાલના શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર:વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું – મમતા ભારતમાં જન્મેલાં સૌથી ખરાબ નેતા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલ ડો. સીવી આનંદ બોઝના શપથગ્રહણમાં હાજરી આપી નહોતી. એનું કારણ કાર્યક્રમમાં કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા હતું. સુવેન્દુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેમને ધારાસભ્યો કૃષ્ણ કલ્યાણી અને બિસ્વજિત દાસની બાજુમાં બેસવાની વ્યવસ્થા કરી હતી, જેઓ ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા, પરંતુ પછીથી ટીએમસીમાં જોડાયા હતા. એટલું જ નહીં, તેમણે મમતા બેનર્જીને ભારતમાં જન્મેલાં સૌથી ખરાબ નેતા ગણાવ્યા.

મમતા મૂર્ખના સ્વર્ગમાં રહે છે- સુવેન્દુ
એક ન્યૂઝ એજન્સી અનુસાર, સુવેન્દુએ સીએમ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે 'તે (મમતા બેનર્જી) ભારતમાં જન્મેલાં અત્યારસુધીનાં સૌથી ખરાબ રાજકારણી છે, જે શરમજનક રીતે સત્તામાં આવ્યાં છે. જો તેઓ એ વિચારીને ખુશ છે કે જો તેમની વ્યૂહરચના મને મુશ્કેલીમાં મૂકશે તો તેઓ મૂર્ખના સ્વર્ગમાં રહે છે, પણ હું તેમના જેવો નથી પણ હું મારા ગૌરવથી વાકેફ છું.'

આ તસવીર સુવેન્દુ અધિકારીએ ટ્વીટ કરી છે.
આ તસવીર સુવેન્દુ અધિકારીએ ટ્વીટ કરી છે.

મમતાની ઈચ્છા પર બેઠક વ્યવસ્થા કરાઈ
એક પ્રેસ-કોન્ફરન્સમાં સુવેન્દુએ સ્થળની તસવીરો શેર કરીને કહ્યું હતું 'હું કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં, કારણ કે આવા વાંધાજનક લોકોની બાજુમાં બેસવું મારા માટે શક્ય નથી.' આ માટે તેમણે સીએમ મમતા બેનર્જીને જવાબદાર ગણાવ્યા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે માહિતી અને સાંસ્કૃતિક વિભાગના પ્રભારી મંત્રીએ મમતાની ઈચ્છા મુજબ બેસવાની વ્યવસ્થા કરી હતી.

હવે વાંચો સુવેન્દુએ શું-શું કહ્યું
'રાજ્યપાલ ડો. આનંદ બોઝને અભિનંદન આપતાં હું કહેવા માગું છું કે આજે હું અને બંગાળ બીજેપીના અધ્યક્ષ સુકાંત મજુમદાર શપથ સમારોહ માટે રાજભવન પહોંચ્યા હતા, પરંતુ અમારે દરવાજામાંથી જ પરત ફરવું પડ્યું હતું. પશ્ચિમ બંગાળ સરકારે શપથગ્રહણ સમારોહમાં રાજ્યના મંત્રીઓ માટે બેસવાની વ્યવસ્થા કરી, જો TMC સાંસદોને આમંત્રણ આપીને મોરચા પર બેસી શકે તો સુકાંત મજુમદાર કેમ નહીં? તેઓ સાંસદ પણ છે.'

સુવેન્દુ અધિકારીની ટ્વીટ, જેમાં તેમણે શપથ ગ્રહણમાં સામેલ ન થવાના નિર્ણય વિશે જણાવ્યું હતું.
સુવેન્દુ અધિકારીની ટ્વીટ, જેમાં તેમણે શપથ ગ્રહણમાં સામેલ ન થવાના નિર્ણય વિશે જણાવ્યું હતું.

'આ અભદ્ર રાજનીતિનું શરમજનક ઉદાહરણ છે, કારણ કે વિપક્ષના નેતા એટલે કે મારી ખુરશી ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણી અને વિશ્વજિત દાસની બાજુમાં મૂકવામાં આવી હતી, જેઓ ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા અને બાદમાં ટીએમસીમાં જોડાયા હતા. વિપક્ષના નેતા તરીકે હું જનતાનો પ્રતિનિધિ છું. તેથી મારી ફરજ છે કે રાજ્યના બંધારણીય વડાને પ્રચંડ ભ્રષ્ટાચાર, બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને રાજ્યની આર્થિક નાદારી જેવા મુદ્દાઓ વિશે માહિતગાર કરું. મેં માનનીય રાજ્યપાલને વિનંતી કરી છે કે તેઓ તેમની અનુકૂળતા મુજબ ગમે ત્યારે મને અલગ નિમણૂક આપે. જો તે મને આજે આવવાનું કહે તો તે પણ સારું છે.'