વિપક્ષના નેતાનો મોદીને સવાલ:બે વખત PM બની ગયા હવે આગળ શું; મોદીએ કહ્યું- હું અલગ માટીનો બન્યો છું, આરામ ન કરી શકું

નવી દિલ્હી12 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે બીજી વખત દેશના વડાપ્રધાન બની ગયા, પરંતુ તેમનો હેતુ આરામ કરવાનો નથી, પરંતુ સરકારી યોજનાઓના 100% લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. આ વાત વડાપ્રધાને પોતે જ ગુરુવારે ગુજરાતના ભરૂચમાં આયોજિત સમારંભ દરમિયાન કહી હતી.

સંબોધનમાં મોદીએ એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક વિપક્ષના નેતાએ તેમને પૂછ્યું હતું કે દેશના લોકોએ બે વખત તમને પીએમ તરીકે ચૂંટ્યા છે અને હવે તમારો આગળનો શો પ્લાન છે.

મોદીએ કહ્યું- જે લોકો મારો વિરોધ કરે છે, હું તેમનો પણ આદર કરું છું
ઉત્કર્ષ સમારંભમાં પીએમ મોદીએ વિપક્ષના એક નેતાને લગતો કિસ્સો સંભળાવ્યો હતો. કહ્યું- વિપક્ષના એક મોટા નેતા તેમને મળવા આવ્યા છે. સામાન્ય રીતે તે તેમના રાજકારણનો વિરોધ કરતા રહે છે, જોકે હું તેમનો પણ આદર કરું છું. જોકે પીએમએ તેમનું નામ જણાવ્યું નહોતું. તેમણે પીએમને પૂછ્યું કે મોદીજી, તમને દેશે બે-બે વખત વડાપ્રધાન બનાવ્યા છે, હવે આગળ શું કરવાનું છે?

હું રાજકારણ કરવા આવ્યો નથી
PM મોદીએ કહ્યું- જ્યારે દેશના લોકોએ 2014માં અમને સેવા કરવાની તક આપી હતી ત્યારે દેશની અડધી વસતિ શૌચાલયની સુવિધા, રસીકરણની સુવિધા, વીજળી કનેક્શનની સુવિધા, બેન્ક એકાઉન્ટની સુવિધાથી વંચિત હતી. તમામના પ્રયત્નોથી અનેક યોજનાઓને સો ટકા સેચ્યુરેશનની નજીક લાવવામાં આવી હતી.

યોજનાઓને સફળ બનાવવામાં સરકાર આગળ વધી રહી છે
તેમણે વધુમાં કહ્યું હતું કે યોજનાઓને 100 ટકા લક્ષ્ય તરફ તેમની સરકાર આગળ વધારી રહી છે અને હવે સરકારી મશીનરીએ પણ આદતને કેળવવી પડશે. તેમના જણાવ્યા મુજબ, લગભગ આઠ વર્ષમાં તમામના પ્રયત્નોથી અનેક યોજનાઓને 100 ટકા સેચ્યુરેશનની નજીક લઈ જવામાં સફળતા મળી છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે હવે આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે એક વખત ફરીથી કમર કસીને બધાને સાથે લઈને, બધાના પ્રયત્નોથી આગળ વધવાનું છે અને દરેક જરૂરિયાતમંદને અને હકદારને તેનો હક અપાવવા માટે કામ કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...