તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યસભા પછી લોકસભામાં વિપક્ષે હોબાળો કર્યો છે. તેના કારણે બંને ગૃહો સ્થગિત કરવામાં આવ્યા છે. હોબાળાના પગલે રાજ્યસભાની કાર્યવાહી બુધવાર સવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ કૃષિ કાયદાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનની અસર આજે સંસદમાં જોવા મળી.
કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષોએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગ કરી હતી. જોકે રાજ્યસભાના ચેરમેને આજે આ અંગે ચર્ચા કરવાથી ઈનકાર કર્યો છે. એ પછી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. બાદમાં વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં નારેબાજી કરી હતી. સરકાર મુર્દાબાદના નારાની સાથે ખેડૂતવિરોધી કાળા કાયદાઓને પરત લેવાની માગ સંસદમાં ગુંજી ઊઠી હતી.
સવારે 11.30 સુધી કાર્યવાહી સ્થગિત
ખેડૂતોના મુદ્દે વિપક્ષો સંસદમાં સરકારને ઘેરવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે. ગઈકાલે બજેટ પછી આજે રાજ્યસભામાં વિપક્ષોએ કૃષિ કાયદાઓને ખેડૂતવિરોધી ગણાવતા જોરદાર નારેબાજી કરી હતી. કાર્યવાહી સ્થગિત થયા પછી સવારે 10.30 વાગ્યે ફરીથી ગૃહ ચાલુ થયું, વિપક્ષી સાંસદોએ કૃષિ કાયદા વિરોધી નારેબાજી શરૂ કરી હતી. હંગામાને જોતાં સદનની કાર્યવાહી એક વખત ફરી સવારે 11.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
રાજ્યસભામાં વિપક્ષે જોરદાર નારેબાજી કરી
ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષી સાંસદોએ ખેડૂતવિરોધી કાળા કાયદાઓને પરત લેવા અંગે નારા લગાવ્યા હતા. આ પહેલાં ઘણા વિપક્ષી દળોએ ખેડૂતોના મુદ્દે ચર્ચાની માગ માટે નોટિસ આપી. જોકે રાજ્યસભાના ચેરમેન તરફથી આજે ચર્ચા માટે ઈનકાર કરવામાં આવ્યો. એ પછી વિપક્ષી દળોએ સદનમાંથી વોકઆઉટ કર્યું અને શૂન્યકાળ શરૂ થયો. એ પછી વિપક્ષી સાંસદ સદનમાં પરત આવ્યા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતાં કૃષિ કાયદાઓને પરત લેવાની માગ સાથે નારેબાજી કરી.
ચેરમેને ચર્ચાથી કર્યો ઈનકાર
રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે કૃષિ કાયદા પર પહેલાં પણ ચર્ચા થઈ ગઈ છે. આ કારણે હવે એની જરૂરિયાત નથી. જો તમે ઈચ્છો તો તમારી સમક્ષ ચર્ચાનો રેકોર્ડ રાખી શકાય છે. વેંકૈયા નાયડુએ વધુમાં કહ્યું હતું કે ખેડૂત આંદોલન પર આજે નહિ, કાલે ચર્ચા થશે, કારણ કે પરંપરા મુજબ ચર્ચા લોકસભામાં શરૂ થશે.
ભાજપ સાંસદ જીવીએલએ ઉઠાવ્યો મંદિરનો મુદ્દો
ભારતીય જનતા પાર્ટીના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે રાજ્યસભામાં શૂન્યકાળની નોટિસ આપી છે અને આંધ્રપ્રદેશમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાઓની વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
કોંગ્રેસ સાંસદ અધીર રંજને કહ્યું- એવું લાગે છે કે આપણે બ્રિટીશ કાળમાં જઈએ છીએ
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ખેડૂત આંદોલન વખતે 150થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા. લાગે છે કે, આપણે ફરી બ્રિટીશ કાળમાં જઈ રહ્યા છીએ. આ મુદ્દે લોકસભા અધ્યક્ષે કહ્યું કે, સરકાર ખેડૂત સંગઠનો સાથે વાત કરી જ રહી છે.
સંસદની અંદર અને બહાર ખેડૂતો મુદ્દે ચર્ચા માટે તૈયાર- કૃષિ મંત્રી તોમર
વિપક્ષના હંગામા વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર સંસદની અંદર અને બહાર ખેડૂતો મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. આજના પ્રશ્નકાળમાં પણ ખેડૂતોના મુદ્દે જોડાયેલા અનેક સવાલ છે જ, પરંતુ વિપક્ષ ગૃહનો સમય બરબાદ કરી રહ્યાં છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.