લખીમપુર ઘટના પર વિપક્ષે સંસદમાં કેબિનેટ મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માંગ કરી છે. વિપક્ષના સાંસદોએ સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. રાહુલ ગાંધીએ આ મામલે કાર્યવાહી સ્થગિત નોટિસ આપી છે. તેમણે નોટિસમાં કહ્યું કે યુપી પોલીસની એસઆઈટીએ લખીમપુર હિંસાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. સરકારે અજય મિશ્રાને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. અમે સરકાર પાસે પીડિતોને ન્યાય આપવા માંગ કરીએ છીએ. લોકસભામાં 'મંત્રી રાજીનામું આપો'ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું- મંત્રી અજય મિશ્રાએ રાજીનામું આપે
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે SITના રિપોર્ટ બાદ અમે આ મામલો ગૃહમાં ઉઠાવવા માંગીએ છીએ. અમે કહ્યું છે કે આ અંગે ઓછામાં ઓછી સંસદમાં ચર્ચા તો થવી જોઈએ.પરંતુ ચર્ચાની પરવાનગી મળી રહી નથી. મંત્રી (અજય મિશ્રા ટેની)એ રાજીનામું આપવું જ પડશે.
રાહુલ ગાંધીએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યુ હતું કે લખીમપુર ખીરી હિંસા મામલે રાહુલ ગાંધીએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયમિશ્રાને પદ પરથી હટાવવામાં આવે.
ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને પદ પરથી હટાવવામાં આવે: કે.સુરેશ
લોકસભામાં કોંગ્રેસ નેતા કે સુરેશે ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ કરી હતી જેથી કરીને લખીમપુર ખીરી કેસમાં નિષ્પક્ષ તપાસ થાય અને ખેડૂતોને ન્યાય મળી શકે.
આ તરફ 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે રાજ્યસભામાં પણ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં રાજ્યસભા પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
લખીમપુર હિંસાના આ આરોપીઓ છે
આશિષ મિશ્રા 'મોનુ', લવકુશ, આશિષ પાંડે, શેખર ભારતી, અંકિત દાસ, લતીફ ઉર્ફે કાલે, શિશુપાલ, નંદન સિંહ બિષ્ટ, સત્યમ ત્રિપાઠી, સુમિત જયસ્વાલ, ધર્મેન્દ્ર બંજારા, રિંકુ રાણા અને ઉલ્લાસ ઉર્ફે મોહિત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.