• Gujarati News
  • National
  • Opposition Alleges: Govt Buys 400 Vaccines And Sells Them For Rs 1,060, CM Shuts Off Supply To Private Hospital After Controversy

વેક્સિન પર ઘેરાઈ અમરિંદર સરકાર:વિપક્ષનો આરોપ- 400માં વેક્સિન ખરીદીને સરકારે 1060 રૂપિયામાં વેચી, વિવાદ પછી CMએ પ્રાઈવેટ હોસ્પિટલમાં સપ્લાઈ બંધ કરી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંજાબમાં વેક્સિનને લઈને અમરિંદર સિંહ વિપક્ષના નિશાના પર છે. અકાલ દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ગુરૂવારે આરોપ લગાવ્યો કે પંજાબ સરકારે કોવેક્સિનના 40 હજાર ડોઝ પ્રાઈવેટ હોસ્પિટલને વધુ કિંમતે વેચ્યા છે.

સરકાર કંપનીઓ પાસેથી 400 રૂપિયામાં વેક્સિન ખરીદી હોસ્પિટલને એક હજારથી વધુ રૂપિયામાં વેચી રહ્યાં છે. જે બાદ લોકોને વેક્સિન માટે 1500થી વધુ કિંમત ચુકવવી પડી રહી છે. આ એક મોટું કૌભાંડ છે.

ભાજપે પણ કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા અને તેને નફાખોર ગણાવ્યું. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે કહ્યું કે રાહુલ ગાંધી બીજા રાજ્યો પર બોલતાં પહેલાં પોતાના કોંગ્રેસવાળા રાજ્ય પંજાબને જુએ. પંજાબને 1.40 લાખ કોવેક્સિનના ડોઝ 400 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને તેઓએ પ્રત્યેક ડોઝ 1000 રૂપિયાના હિસાબે પ્રાઈવેટ હોસ્પિટલને વેચી દીધા છે.

અમરિંદર સરકારે પરત લીધો નિર્ણય
આ આરોપ પછી પંજાબ સરકાર બેકફુટ પર આવી ગઈ છે. સરકારે આજ સાંજે જ પ્રાઈવેટ હોસ્પિટલને વેક્સિન વેચવાનો પોતાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. આ સાથે જ આદેશ આપ્યો છે કે ખાનગી હોસ્પિટલને અત્યાર સુધીમાં જેટલા પણ ડોઝ મોકલવામાં આવ્યા છે, તેને પણ પરત મંગાવવામાં આવે. એટલું જ નહીં જે ડોઝ લોકોને આપી દેવાયા છે તેને વેક્સિન પ્રોડક્શન કંપની દ્વારા હોસ્પિટલને મળ્યાં બાદ રાજ્ય સરકારને પાછા આપવા પણ પડશે.

400નો ડોઝ 1060 રૂપિયામાં વેચવાનો આરોપ
પંજાબ સરકારના પ્રાઈવેટ હોસ્પિટલને વેક્સિન વેચવાના નિર્ણય પર વિપક્ષી દળોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આરોપ લગાવ્યો હતો કે પંજાબ સરકારે કોવેક્સિનના 40 હજાર ડોઝ પ્રાઈવેટ હોસ્પિટલને વધુ કિંમતે વેચ્યા છે. સરકાર કંપનીઓ પાસેથી 400 રૂપિયામાં વેક્સિન ખરીદીને હોસ્પિટલને એક હજારથી વધુ રૂપિયામાં વેચી રહ્યાં છે. જે બાદ લોકોને વેક્સિન માટે 1500 રૂપિયાથી વધુ કિંમત ચુકવવી પડે છે.

સુખબીરના આરોપોના હિસાબ-કિતાબ આ રીતે સમજો...
ભારત બાયોટેક રાજ્યોને 400 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન વેચે છે. એટલે પંજાબ સરકારે 40 હજાર ડોઝ માટે 1.60 કરોડ રૂપિયા આપ્યા. બાદલના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે જો 40 હજાર ડોઝ 1060 રૂપિયાના હિસાબે વેચ્યા તો કુલ 4.24 કરોડ રૂપિયા ભેગા કર્યા. એટલે કે 2.64 કરોડનો ફાયદો.

હવે પ્રાઈવેટ હોસ્પિટલ જો એક વ્યક્તિ પાસેથી 1560 રૂપિયા લઈ રહી છે. એટલે 40 હજારના હિસાબે તેઓ 6.24 કરોડ રૂપિયા ભેગા કરશે. એટલે કે 2 કરોડનો ફાયદો. કુલ મળીને રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલના મેળાપીપણાથી સામાન્ય લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- અમારા વિભાગનો કંટ્રોલ નથી
આ પહેલાં પંજાબના સ્વાસ્થ્ય મંત્રીએ આરોપ પર ચોખવટ કરતા કહ્યું કે તેમના વિભાગનો વેક્સિન પર કંટ્રોલ નથી. અમે માત્ર કોરોનાના દર્દીઓની સારવાર, સેમ્પલિંગ વેક્સિનેશનની વ્યવસ્થા જોઈ રહ્યાં છે. જો એવું થયું તો આ મામલાની તપાસ કરાવવામાં આવશે. હું પોતે જ તેની તપાસ કરીશ.

અન્ય સમાચારો પણ છે...