• Gujarati News
  • National
  • Operations Of WhatsApp, FB And Instagram Around The World Came To A Complete Standstill; The Company Said We Are Fixing The Problem

ઝકરબર્ગે યુઝર્સની માફી માગી:વ્હોટ્સએપ, FB અને ઇન્સ્ટાગ્રામ લગભગ 6 કલાક બંધ રહ્યાં, લોકોએ ઝકરબર્ગનાં મીમ્સ બનાવી ઠેકડી ઉડાવી

23 દિવસ પહેલા
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલાં મીમ્સ.
  • સોમવારે રાત્રે લગભગ 9:15 વાગ્યાથી ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થઈ ગયાં હતાં
  • ફેસબુકના શેરમાં 6% સુધી કડાકો બોલી ગયો

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પ્લેટફોર્મ લગભગ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બધ રહ્યું, જેને પગલે અબજો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ સમસ્યા સોમવારે રાતે લગભગ 9.15 કલાકે શરૂ થઈ હતી. એ પછી લોકોએ તરત જ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી. કેટલાક લોકોએ ઝરબર્ગનાં મીમસ બનાવીને તેમની ઠેકડી ઉડાવી. જોકે બાદમાં ઝકરબર્ગે આ અંગે માફી માગી હતી.

આ આઉટેજની અસર અમેરિકાના બજારમાં ફેસબુકના શેરમાં પણ જોવા મળી અને કંપનીનો શેર 6 ટકા સુધી ઘટ્યો. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે, જ્યારે વ્હોટ્સએપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે.

ફેસુબકના CEO માર્ક ઝકરબર્ગે યુઝર્સની માફી માગી
1 કરોડથી વધુ યુઝર્સે કરી હતી ફરિયાદ

આઉટેજની સમસ્યા ઘણા કલાકો વીતી જવા છતાં ચાલુ રહી, એવામાં લોકો મેસેજ મોકલી શકતા નહોતા કે રિસીવ પણ કરી શકતા નહોતા. ઉલ્લેખનીય છે કે કંપનીનું સર્વર ડાઉન થવાને કારણે આ સમસ્યા આવી હતી. આઉટેજ ટ્રેકિંગ કંપની owndetector.comના જણાવ્યા મુજબ, વિશ્વમાં 1.06 કરોડ યુઝર્સે સર્વિસ બંધ થવાની ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ સોમવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થઈ ગયા, જેનાથી યુઝર્સની મુશ્કેલી વધી હતી. આ અગાઉ પણ ફેસબુકની તમામ સેવાઓ ડાઉન રહી ચૂકી છે.

હજારો યુઝર્સે કરી ફરિયાદ
મળતી માહિતી મુજબ, ભારત સહિત અનેક દેશમાં વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનાં સર્વર ડાઉન થવાથી આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ફેસબુક ઓપન કરતાં બફરિંગ થઈ રહ્યું છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર રિફ્રેશ કરવા પર 'કુડ નોટ રિફ્રેશ ફીડ'નો મેસેજ આવી રહ્યો છે. એને લઈને ટ્વિટર પર #instagramdown, #facebook અને #whatsappdown હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ત્યારે યુઝર્સ આ અંગેની ફરિયાદ સતત ટ્વિટર પર કરી રહ્યા છે. ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ભારત સહિત વિશ્વભરમાં કરોડો યુઝર્સ છે. જોકે આ પ્લેટફોર્મના સર્વર ડાઉન કેમ થયાં એ અંગે કોઈ જ માહિતી સામે આવી નથી. આઉટેજની આ સમસ્યા હજુ પણ યથાવત્ છે. લોકો મેસેજ નથી મોકલી શકતા કે નથી રિસીવ કરી શકતા. કંપનીનું સર્વર ડાઉન હોવાને કારણે આ સમસ્યા આવી હતી.

ફેસબુક અને વ્હોટ્સએપે આપી સ્પષ્ટતા
ફેસબુક અને વ્હોટ્સએપે આઉટેજ અંગે સ્પષ્ટતા કરી હતી. ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ત્રણેય પર માલિકી હક ફેસબુકનો જ છે. ​​​ફેસબુકે કહ્યું હતું કે કેટલાક લોકોને એપ ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી હતી. અમે એના માટે ક્ષમા માગીએ છીએ. ટૂંક સમયમાં જ આ સમસ્યાને ઠીક કરવામાં આવશે.

તો વ્હોટ્સએપે સોશિયલ મીડિયામાં નિવેદન જાહેર કરી કહ્યું હતું કે અમને ખ્યાલ જ છે કે હાલ કેટલાક લોકોને થોડી મુશ્કેલીઓ પડી રહી છે. અમે આ વસ્તુને ફરી સામાન્ય બને એ માટે કામ કરી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં જ આ અંગેની જાણકારી આપીશું. તમારા ધૈર્ય માટે ધન્યવાદ

20,000થી વધુ યુઝર્સની ફરિયાદ
વેબ સર્વિસીઝને ટ્રેક કરનારી વેબસાઈટ downdetector.in પર પણ મોટી સંખ્યામાં યૂઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એક કલાકથી વધુ સમયથી આ ત્રણેય સોશિયલ મીડિયાની સર્વિસ ડાઉન છે. ડાઉન ડેટેક્ટરના આંકડા મુજબ વ્હોટ્સએપ યુઝર્સ મેસેજ મોકલવાની સાથે સાથે એપમાં પડતી સમસ્યા પણ જણાવી રહ્યા છે. ડાઉનડેટેક્ટર વેબસાઈટ વ્હોટ્સએપ માટે લગભગ 80,000 યુઝર્સ અને 50 હજારથી વધુએ ફેસબુકથી ફરિયાદ કરી છે.

એન્ડ્રોઈડ, IOS અને PC તમામ જગ્યાએ સર્વિસ ડાઉન
ત્રણેય પ્લેટફોર્મના ડાઉન થવાની સમસ્યા એન્ડ્રોઈડ, IOS અને PC તમામ પર જોવા મળે છે. એક બાજુ જ્યાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ ન્યૂઝ ફીડને અપડેટ નથી કરી શકતા, તો વોટ્સએપ યુઝર્સ કોઈપણ મેસેજ મોકલી નથી શકતા. જોકે આ ત્રણેયની સેવા કયા કારણથી ઠપ થઈ એનો ખ્યાલ હજુ સુધી નથી આવ્યો.

ઝકરબર્ગે ગણાવ્યો હતો ગંભીર મુદ્દો
અમેરિકી ટેક્નોલોજી બ્લોગ ધ વર્ઝે 2019ના સ્લોડાઉન પર એક લીક ટ્રાન્સક્રિપ્ટ પબ્લિશ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે આ પ્રકારના સ્લોડાઉનને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તેમનું માનવું હતું કે આ પ્રકારની કોઈ પણ સમસ્યા લોકોને આપણા કોમ્પિટિટર્સના પ્લેટફોર્મના ઉપયોગ કરવા તરફ વાળી શકે છે. એવું થવાથી લોકોનો વિશ્વાસ જીતવામાં મહિનાઓ લાગી શકે છે.

હાલના સ્લોડાઉન પર કંપનીનું શું કહેવું છે?
કંપનીના પ્રવક્તા એન્ડી સ્ટોને ટ્વીટર પર કહ્યું હતું કે અમે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ માટે માફી માગીએ છીએ. અમારી એપ અને પ્રોડક્ટ્સને એક્સેસ કરવામાં લોકોને પરેશાની થઈ રહી છે. અમે સમસ્યાના સમાધાન માટે અને બધું ફરી સામાન્ય બને એ માટે કામ કરી રહ્યા છીએ. જોકે સ્ટોને એ ન જણાવ્યું કે પરેશાની કેમ થઈ અને એ કેટલી વારમાં ઠીક થશે.

6 મહિના પહેલાં 42 મિનિટ સુધી ઠપ રહ્યાં હતાં પ્લેટફોર્મ
લગભગ 6 મહિના પહેલાં પણ વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આખી દુનિયામાં 42 મિનિટ સુધી ઠપ થઈ ગયાં હતાં. ત્યારે રાત્રે 11:05 મિનિટે ઊભી થયેલી સમસ્યા લગભગ 11:47 વાગ્યા સુધી યથાવત્ રહી હતી. દુનિયામાં વ્હોટ્સએપ 5 અબજથી વધુ વખત ડાઉનલોડ થયું છે. પહેલાં પણ અનેક વખત સર્વર પર લોડ વધવાને કારણે વ્હોટ્સએપ ક્રેશ થઈ ચૂક્યું છે. આ સમસ્યાને થોડી જ વારમાં સોલ્વ કરવામાં આવે છે. આટલો જ સમય અબજો યુઝર માટે પરેશાન કરવા માટે પૂુરતું હોય છે. જોકે સમગ્ર દુનિયામાં વ્હોટ્સએપ ક્રેશ થયું હોય તેવા સમાચાર ઓછા જ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...