તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Operated Near Lakshadweep Without India's Permission; That Said, This Is Not Inappropriate, We Will Continue To Do So

US નૌકાદળની મનમાની:ભારતની પરવાનગી વગર લક્ષદ્વીપ નજીક ઓપરેશન કર્યું; કહ્યું-આ અયોગ્ય નથી, આગળ પણ આ પ્રમાણે કરતા રહેશું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકાની નૌકાદળે લક્ષદ્વીપ પાસે ભારતના એક્સક્લૂઝીવ ઈકોનોમિક ઝોનમાં અભ્યાસ કર્યો છે- ફાઈલ ફોટો - Divya Bhaskar
અમેરિકાની નૌકાદળે લક્ષદ્વીપ પાસે ભારતના એક્સક્લૂઝીવ ઈકોનોમિક ઝોનમાં અભ્યાસ કર્યો છે- ફાઈલ ફોટો

અમેરિકાની નૌકાદળે પરવાનગી વગર લક્ષદ્વીપ નજીક ભારતના એક્સક્લૂઝીવ ઈકોનોમિક ઝોનમાં અભ્યાસ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે આ એક્સરસાઈઝ માટે ભારતની પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. અમેરિકાની નૌકાદળનું કહેવું છે કે તે ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન્સ કરતી રહી છે અને આગામી સમયમાં પણ કરતી રહેશે.

US નૌકાદળના સાતમા કાફલાએ એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે 7 એપ્રિલના રોજ યુદ્ધ જહાજ USS જોન પોલ જોન્સે ભારતની મંજૂરી લીધા વગર જ લક્ષદ્વીપથી 130 સમુદ્રી માઈલના અંતરે ભારતીય સીમામાં એક્સરસાઈઝ કરી હતી. અમેરિકાના નૌકાદળનું કહેવું છે કે ભારતના ઈકોનોમિક ઝોનમાં સૈન્ય અભ્યાસ અથવા અવર-જવર અંગે માહિતી આપવાની વાત આંતરરાષ્ટ્રીય કાયદા સાથે મેળ ખાતો નથી. આ રીતે તેણે ભારતના દાવાને પડકાર્યો છે.

ભારતે કહ્યું- અમે અમારી ચિંતા અમેરિકા સમક્ષ રજૂ કરી છે
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે USS જોન્સ પોલ જોન્સ પર ફારસની ખાડીથી મલક્કા જળડમરુમધ્ય તરફ સતત નજર રાખવામાં આવતી હતી. અમે અમારા રાજદ્વારી ચેનલ મારફતે અમેરિકાની સરકારને આ અંગે જાણકારી આપી છે.

મંત્રાલયના મતે સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન હેઠળ સમુદ્રના કાયદા અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે અમારા ઝોનમાં અન્ય દેશોને સૈન્ય અભ્યાસ અથવા યુદ્ધાભ્યાસ કરવાની મંજૂરી આપતા નથી. ખાસ કરીને તટીય રાજ્યની સહમતી વગર અને હથિયારોના ઉપયોગ કરવા અંગે તો મંજૂરી આપતા જ નથી.

ચીનની વિસ્તારવાદી નીતિ સામે અવાજ ઉઠાવી રહ્યું છે અમેરિકા
અમેરિકાનું આ નિવેદન એટલા માટે ચિંતાજનક વાત છે કારણ કે ભારત-અમેરિકા ઘનિષ્ઠ વ્યુહાત્મક ભાગીદાર છે. અને બન્ને દેશ ચીનના સમુદ્રી વિસ્તારનો વિરોધ કરી રહ્યા છે. ભારત અને અમેરિકાની નૌકાસેના એક સાથે અભ્યાસ પણ કરી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્વાડ ગ્રુપમાં સામેલ દેશોની બેઠકમાં ભારત અને અમેરિકાએ ઈન્ડો-પેસિફિક પ્રાંતમાં પોતાનો સહયોગ વધારવાની વાત પણ કહી હતી.