તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુપ્રીમ કોર્ટના આદેશ પછી અયોધ્યાના ધન્નીપુરમાં પાંચ એકરમાં બનનારી મસ્જિદ માટે અત્યાર સુધી રૂ. 20 લાખનું દાન મળ્યું છે. મસ્જિદ નિર્માણ માટે રચાયેલું ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને અહીં 200 બેડની હોસ્પિટલ, લાઈબ્રેરી અને મ્યુઝિયમ બનાવવાનું આયોજન કર્યું છે.
સુપ્રીમે જમીન આપવાનો આદેશ કર્યો હતો
9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદનો ચુકાદો આપતા મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો. બાદમાં સુન્ની વક્ફ બોર્ડે ફેબ્રુઆરી 2020માં આ ફાઉન્ડેશનની રચના કરી હતી અને મદદની રકમ માટે બેંકમાં ખાતું પણ ખોલાવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રવક્તા અતહર હુસૈન કહે છે કે, ઓછું દાન આવવાના કારણ એ છે કે અમને મળતી રકમ પર આવકવેરામાં છૂટ નથી. 80-જીની છૂટ મળ્યા પછી આ રકમ વધશે. અમારો મુખ્ય હેતુ હોસ્પિટલ બનાવવાનો છે, જેના પર આશરે રૂ. 100 કરોડનો ખર્ચ થશે. અમે ઘરે ઘરે જઈને મદદ નથી માંગતા. લોકો હોસ્પિટલ માટે તૈયાર બેઠા છે. અમારી પાસે ‘કમિટમેન્ટ’ છે. આવક વેરાની છૂટ પછી વિદેશોમાંથી આર્થિક સહયોગની છૂટ લેવા પણ અરજી કરીશું. બીજી તરફ, જમીન મળ્યાના 16 મહિના પછી પણ મસ્જિદ કોમ્પ્લેક્સનો નકશો પાસ નથી થયો.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.