યૂનેસ્કોનો રિપોર્ટ:દેશની 1.1 લાખ સ્કૂલોમાં માત્ર એક શિક્ષક, 11 લાખથી વધુ પદ ખાલી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

યૂનેસ્કોની 2021 'ભારત માટે શિક્ષા રિપોર્ટની સ્થિતિ: શિક્ષક નહીં, કક્ષા નહીં'માં દાવો કર્યો છે કે દેશમાં લગભગ 1.1 લાખ સ્કૂલ એવા છે કે જ્યાં સ્કૂલની બધી જવાબદારી માત્ર એક શિક્ષકના ખભે છે. આ રિપોર્ટ પ્રમાણે દેશમાં 11.16 લાખ એટલે કે 19% શિક્ષકોના પદ ખાલી છે, તેમાંથી 69% પદો ગ્રામીણ વિસ્તારોમાં ખાલી છે.

દેશમાં લગભગ 1.1 લાખ શાળાઓ છે જ્યાં સંપૂર્ણ જવાબદારી ફક્ત એક શિક્ષકના ખભા પર છે. આ દાવો યુનેસ્કો '2021ના શિક્ષણ અહેવાલની સ્થિતિ: શિક્ષક નહીં, કક્ષા નહીંમાં કરવામાં આવ્યો છે. તે મુજબ દેશમાં શિક્ષકોની 11.16 લાખ જગ્યાઓ એટલે કે 19 ટકા જગ્યાઓ હજુ પણ ખાલી છે, જેમાંથી 69 ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે.

એક લાખથી વધુ જગ્યાઓ વાળા ત્રણ રાજ્ય છે. તેમાંથી ઉત્તર પ્રદેશમાં શિક્ષકોના 3.3 લાખ પદ, બિહારમાં 2.2 લાખ અને પશ્ચિમ બંગાળમાં 1.1 લાખ પદ ખાલી છે. યૂનેસ્કોના રિપોર્ટમાં આ ત્રણ રાજ્યોમાં શિક્ષણની સ્થિતિ સૌથી ખરાબ દર્શાવવામાં આવી છે. બિહારની 89% જગ્યાઓ ગ્રામીણ ક્ષેત્રોમાં છે. ઉત્તર પ્રદેશમાં આ આંકડો 80% અને પશ્ચિમ બંગાળમાં 69% છે.

1.1 લાખ સ્કૂલોમાં માત્ર એક શિક્ષક, MPમાં સૌથી વધુ
રિપોર્ટ જણાવે છે કે શિક્ષકોની વર્તમાન અછતને પૂરી કરવા માટે ભારતને 11.16 લાખ વધુ શિક્ષકોની જરુરત છે. PLFSના 2018-19 ડેટાની ગણનાને આધારે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે દરેક રાજ્યોમાં 1,10,971 સ્કૂલોમાં માત્ર એક શિક્ષક છે. તેમાંથી 69% સ્કૂલ ગ્રામીણ ક્ષેત્રોમાં છે. અરુણાચલ અને ગોવા જેવા રાજ્યોમાં આવી સ્કૂલોની સંખ્યા વધુ છે.

લિંગ ગુણોત્તર સંતુલિત રહ્યો, આવી છે શિક્ષિકાઓની સ્થિતિ
સારંગપાણીએ જણાવ્યું હતું કે લિંગ ગુણોત્તર એકંદરે સંતુલિત રહ્યો છે. મહિલા શિક્ષકોની સંખ્યા લગભગ 50 ટકા છે. જો કે, આંતરરાજ્ય અને શહેરી-ગ્રામીણ અસંતુલીત છે. આસામ, ઝારખંડ અને રાજસ્થાનમાં 39 ટકા શિક્ષિકાઓ છે. ત્રિપુરામાં આ આંકડો 32 ટકા છે. ચંદીગઢમાં સૌથી વધુ 82 ટકા છે. આ પછી ગોવા (80), દિલ્હી (74) અને કેરળ (78) છે.

આ અહેવાલ મુજબ શહેરી વિસ્તારોમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં મહિલા શિક્ષકોનું પ્રમાણ વધારે છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પ્રાથમિક શાળાના 28 ટકા શિક્ષકો મહિલાઓ છે. શહેરી વિસ્તારોમાં આ આંકડો 69 ટકા છે. માધ્યમિક શિક્ષણના સ્તરની વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શિક્ષકોની સંખ્યા 24 ટકા છે. બીજી તરફ 53 ટકા શિક્ષકો શહેરી વિસ્તારોમાં છે.

અન્ય સમાચારો પણ છે...