તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Only After 20% Of The Population Has Been Vaccinated Will The Risk Of A New Wave Of Corona Be Reduced; The Same Thing Happened In America, Britain, Italy, And France

વેક્સિનેશનથી જ હારશે કોરોના:20% વસ્તીને વેક્સિન લગાડવામાં આવ્યા બાદ જ કોરોનાની નવી લહેર આવવાનો ખતરો ઓછો થશે; અમેરિકા, બ્રિટન, ઈટાલી અને ફ્રાંસમાં આવું જ થયું

3 મહિનો પહેલા

વિશ્વભરમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મોટા ભાગના દેશ પોતાના નાગરિકોને નિઃશુલ્ક વેક્સિનેશન કરાવી રહ્યાં છે. અમેરિકામાં વેક્સિન લેનારને ડ્રો સિસ્ટમ વડે ઈનામ આપવામાં આવે છે. સાથે જ લોકોને પ્રોત્સાહિત કરવા માટે ફ્રીમાં બીયર પણ પીવડાવવામાં આવી રહી છે.

એવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કેમકે વેક્સિનેશનને કોરોના વિરૂદ્ધ સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. વિશ્વભરના ટ્રેન્ડને જોતા તે સ્પષ્ટ થાય છે કે જે દેશોમાં 20%થી વધુ વસ્તીને વેક્સિન લગાડવામાં આવી છે અને હજુ પણ વેક્સિનેશન યથાવત છે, ત્યાં સંક્રમણની વધુ લહેર નથી જોવા મળી. અમેરિકા, બ્રિટન, ઈટાલી, ફ્રાંસ તેના ઉદાહરણ છે.

ટ્રેન્ડ જોતા ત્રીજી લહેરનો ખતરો ઓછો
વિશેષજ્ઞોનું માનવું છે કે ભારતે વેક્સિનેશનની દ્રષ્ટીએ મહત્વના પડાવ પાર કરી દીધા છે. દેશના 25.98 કરોડ (20.95%) લોકોને કોરોનાની વેક્સિન લગાડવામાં આવી છે. જેમાંથી 5.52 કરોડ (4.48%)ના બંને ડોઝ લાગી ગયા છે. હવે સંક્રમણની આગામી લહેર આવવાથી પહેલાં 70% વસ્તીને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ જરૂરી છે. જો કે દેશના જૂદાં-જૂદાં મહામારી વિશેષજ્ઞ જણાવે છે કે ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં આવી શકે છે.

દેશમાં 4 દિવસની અંદર લગાડવામાં આવી 4 કરોડ વેક્સિન
દેશમાં અત્યાર સુધીમાં 31 કરોડથી વધુ વેક્સિનનો ઉપયોગ થઈ ગયો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 65 કરોડ વેક્સિન વધુ તૈયાર થશે. એટલે કે કુલ 96 કરોડ વેક્સિનનો ઉપયોગ ઓક્ટોબર પહેલાં થઈ શકે છે.

દેશમાં લગભગ 85 કરોડ લોકો 18 વર્ષથી ઉપરના છે. તેથી શક્ય છે કે ઓક્ટોબર પહેલાં 18+ના તમામ લોકો કવર ન થાય. પરંતુ, 70% વસ્તીને સિંગલ ડોઝ સંભવ છે. ભારતમાં વેક્સિનેશને હવે સ્પીડ પકડી છે. છેલ્લાં છ દિવસમાં 4 કરોડ વેક્સિન લગાડવામાં આવી છે, આટલી પહેલાં એક મહિનામાં જ લાગતી હતી.

4 દેશોના ટ્રેન્ડથી સમજો વેક્સિનેશન કેમ જરૂરી
1. અમેરિકાઃ દર 3 મહિના પછી સંક્રમણની લહેર આવતી હતી. 20% વસ્તીને સિંગલ ડોઝ લગડાવામાં આવ્યા બાદ હવે 5 મહિના થઈ ગયા, તે બાદ કોઈ લહેર આવી નથી.

2. બ્રિટનઃ દર 3 મહિનામાં સંક્રમણની લહેર આવતી રહી. 20% વેક્સિનેશન બાદ નવા કેસ ઘટવાના શરૂ થઈ ગયા. ત્યારે 65 હજાર કેસ આવતા હતા, હવે 10 હજાર કેસ આવે છે.

3. ઈટાલીઃ બીજી લહેર 3 મહિના, ત્રીજી લહેર 4 મહિના પછી આવી. 20% વેક્સિનેશન પછી 3 મહિના થઈ ગયા, કેસ ઘટી રહ્યાં છે. દેશ આગામી મહિનાથી માસ્ક ફ્રી થઈ શકે છે.

4. ફ્રાંસઃ દર 3 મહિના પછી સંક્રમણની લહેર આવી. ફેબ્રુઆરીમાં 20% વેક્સિનેશન પુરું થયું, જે પછી 4 મહિના થઈ ગયા, હજુ સુધી કોઈ નવી લહેર આવી નથી.

છતાં પણ સતર્ક રહેવાની જરૂર છે
4 દેશોના રિઝલ્ટ સકારાત્મક છે, પરંતુ બ્રાઝીલના ટ્રેન્ડે દુનિયાને ચિંતામાં નાખી દીધા છે. અહીં 30% વસ્તીને પહેલો ડોઝ લગાડવામાં આવ્યા બાદ પણ ચોથી લહેર યથાવત છે. વિશેષજ્ઞો કહે છે કે બ્રાઝીલમાં સંક્રમણની લહેર પહેલાથી જ યથાવત હતી, તેથી વેક્સિનેશનની અસર હાલ નથી જોવા મળતી.

બીજું કારણ એ પણ છે કે ત્યાં ચીની વેક્સિન લગાડવામાં આવી છે, જે અસરકારક પુરવાર નથી થઈ. તેમ છતાં વિશેષજ્ઞોનું માનવું છે કે જુલાઈના મધ્ય સુધીમાં ત્યાં પણ કેસ ઘટવાના શરૂ થઈ જશે.

20% વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ
એક ડોઝ લગાડવમાં આવ્યા બાદ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી સંક્રમણથી 50% સુધી બચાવ થઈ શકે છે. સંક્રમણ થઈ જાય તો પણ હોસ્પિટલ જવાની શક્યતા ઘટી જાય છે. તેથી વેક્સિનથી સંક્રમણનો ફેલાવો રોકવાની સાથે જ સંક્રમિત થઈ ગયેલા લોકોના જીવન બચાવી શકાય છે.

વેક્સિનનો એક ડોઝ સંક્રમણ રોકવામાં કેટલું અસરકારક?
ડેલ્ટા વેરિએન્ટ પર 50% અસરકારક છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર હજુ અભ્યાસ ચાલી રહ્યું છે, તેથી તેના પર ટિપ્પણી મુશ્કેલ છે. આ ઉપરાંત ભારતમાં જેટલાં પણ સ્ટેરન અને વેરિએન્ટ છે, તેનાથી બચવા માટે દેશમાં લાગી રહેલી ત્રણ વેક્સિનના બંને ડોઝ 80%થી વધુ પ્રભાવી છે.

એક ડોઝ પછી જો સંક્રમણ થાય તો દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે તેની શક્યતા કેટલી?
લગભગ 70% સંભાવના ઘટી જાય છે. એટલું જ નહીં ગંભીર બીમારીવાળા લોકોને સંક્રમિત થયા બાદ જીવ જવાનું જોખમ ઘણું જ ઘટી જાય છે. તેથી વેક્સિન જીવ બચાવવામાં સક્ષમ છે.

અન્ય સમાચારો પણ છે...