તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Only 26 People Tested Positive After Taking Second Dose Of Corona Vaccine In Mumbai, First Dose Vaccine Is Also Effective

સર્વેમાં ઘટસ્ફોટ:મુંબઈમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ માત્ર 26 લોકો જ પોઝિટિવ થયા, પ્રથમ ડોઝમાં પણ અસરકારક છે વેક્સિન

મુંબઈ3 મહિનો પહેલા
  • સર્વે મુજબ 2.9 લાખ લોકોમાંથી 26 લોકો જ બીજો ડોઝ લીધા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યા
  • મુંબઈમાં 10 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ અપાઈ ગયા છે

કોરોના સામેની લડાઈમાં વેક્સિન જ સૌથી અસરકારક હથિયાર છે. આ વાતની પુષ્ટિ મુંબઈમાં 2.9 લાખ કોરોનાના દર્દીઓ પર કરવામાં આવેલો એક સર્વેમાં થઈ છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ 1 જાન્યુઆરીથી 17 જૂન સુધી 2 લાખ 90 હજાર કોરોનાના દર્દીઓ પર સર્વે કર્યો, જેમાં જાણવા મળ્યું છે કે વેક્સિનનો બીજો ડોઝ જ નહીં, પરંતુ પ્રથમ ડોઝ પણ સારી રીતે અસરકારક છે.

સર્વે અનુસાર, 2.9 લાખ લોકોમાંથી 26 લોકો જ બીજો ડોઝ લીધા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યા, જ્યારે 10 હજાર 500 લોકોને પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગ્યું. BMCના આંકડા પર નજર નાખીએ તો 1 જાન્યુઆરી 2021થી 17 જૂન 2021 વચ્ચે લગભગ 40 લાખ 75 હજાર 393 લોકોએ મુંબઈમાં વેક્સિન લગાવી હતી. તેમાંથી માત્ર 0.23% લોકો જ કોરોના પોઝિટિવ થયા હતા.

સર્વેમાં મોટે ભાગે હોમ આઇસોલેશનવાળા દર્દી
BMCના વોર રૂમ તરફથી મેળવવામાં આવેલા આંકડા અનુસાર, બીજી લહેરમાં મુંબઈમાં 3.95 લાખ નવા દર્દી મળી આવ્યા હતા. તેમાંથી વોર રૂમે 2.9 લાખ દર્દીઓનો સંપર્ક કરીને તેમનો સર્વે કર્યો. તેમાં મોટા ભાગના હોમ આઇસોલેશનવાળા દર્દીઓ જ હતા. BMC મુજબ, આ દરમિયાન 1 લાખથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેમની એન્ટ્રી કરવાની બાકી છે.

BMCના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારે કહ્યું હતું કે અમે આશા કરીએ છીએ કે તેમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળશે. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક હોસ્પિટલને દાખલ દર્દીઓનો ડેટા અલગથી જમા કરવા માટે કહ્યું હતું, મોટા ભાગની હોસ્પિટલોએ પોતાનો રિપોર્ટ આપી દીધો છે. તેમણે વધુમાં જણાવાયું હતું કે 'આ સંખ્યા દર્શાવે છે કે મોટા ભાગની વસતિમાં ગંભીર સંક્રમણને અટકાવવા માટે વેક્સિન અસરકારક છે.'

મુંબઈમાં 10 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા
હાલના સરકારી આંકડાઓ અનુસાર, મુંબઈમાં અત્યારસુધીમાં 53.83 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે, તેમાંથી 10 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

મુંબઈમાં 10 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
મુંબઈમાં 10 લાખ લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

BMC પાંચમો સીરો સર્વે કરાવવા જઇ રહ્યું
કોરોનાની ત્રીજી લહેરને જોતાં BMC હવે મુંબઈમાં પાંચમો સીરો સર્વે કરાવવા જઇ રહ્યું છે. આ સીરો સર્વે 18 વર્ષની વયની ઉપરના લોકો પર થશે. એના દ્વારા જાણી શકાશે કે કેટલા લોકોમાં એન્ટિબોડી બન્યા છે. આ સર્વે પણ 24 વોર્ડમાં કરવામાં આવી રહ્યો છે. એમાં 4 હજાર લોકોનાં સેમ્પલ લેવામાં આવશે.

ચોથો સીરો સર્વે 18થી ઓછી વયના લોકોમાં કરાયો હતો
ગયા વર્ષે દેશમાં કોરોના સંક્રમણ શરૂ થયા બાદ મુંબઈ આ બીમારીથી સૌથી વધુ અસરગ્રસ્ત થયું હતું. BMCએ જુલાઇ 2020માં પ્રથમ અને ઓગસ્ટ 2020માં બીજો સીરો સર્વે કરાવ્યો હતો. ત્યાર બાદ માર્ચ 2021માં BMCએ તમામ 24 વોર્ડમાં ત્રીજો સીરો સર્વે કરાવ્યો હતો. ત્યાર બાદ ચોથો સીરો સર્વે 18થી ઓછી વયના લોકોમાં હાલમાં જ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.

ઝૂંપડપટ્ટીમાં 41.6% લોકોમાં મળ્યા હતા એન્ટિબોડી
ત્રીજા સીરો સર્વેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 41.6% લોકોમાં એન્ટિબોડી મળ્યા, જ્યારે જુલાઈમાં થયેલા પ્રથમ સર્વેમાં આ વિસ્તારમાં 57% અને ઓગસ્ટમાં બીજા સીરો સર્વેમાં 45% એન્ટિબોડી મળી આવ્યા હતા. જ્યારે ત્રીજા સીરો સર્વેમાં એ વાત સામે આવી કે બિલ્ડિંગોમાં રહેતા લોકોની સરખામણીએ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 41% વધુ લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ગયું હતું અને તેમણે ખબર પણ પડી ન હતી.

અન્ય સમાચારો પણ છે...