તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Only 1.7 Million Doses Were Given On The Holiday, Which Is Only 25% Of The Average Vaccination For The Last 6 Days.

વેક્સિનેશનનો રવિવાર:રજાના દિવસે માત્ર 17 લાખ ડોઝ આપવામાં આવ્યા, જે છેલ્લા 6 દિવસના સરેરાશ વેક્સિનેશનના માત્ર 25%

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ગઈકાલે વેક્સિનેશનની ઝડપમાં ઘટાડો સામે આવ્યો
  • વેક્સિનેશનની ગતિ જાળવવા દિલ્હીને જુલાઈમાં 45 લાખ ડોઝની જરૂર

દેશમાં કોરોના વેક્સિનેશનની ઝડપી ગતિ રવિવારે થંભી ગઈ હતી. 21 જૂન બાદથી દરરોજ સરેરાશ 66 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી હતી. Cowin.gov.in મુજબ, રવિવારે રાત્રે 11:30 વાગ્યા સુધી દેશભરમાં માત્ર 17.05 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા, એટલે કે છેલ્લા 6 દિવસની સરેરાશ જોવામાં આવે તો માત્ર 25% વેક્સિનેશન થયું હતું.

આ અગાઉ 21 જૂને 90.86 લાખ, 22 જૂને, 54.22 લાખ, 23 જૂને, 64.83 લાખ, 24 જૂન, 60.73 લાખ, 25 જૂને, 61.20 લાખ અને 26 જૂને 64.90 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.

માત્ર બે રાજ્યમાં બે લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા
રવિવારે રાજસ્થાનમાં સૌથી વધુ 2.51 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આ પછી ગુજરાતમાં સવાબે લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય કોઈપણ રાજ્ય 2 લાખનો આંકડો પાર કરી શક્યું નથી. વેક્સિનેશનનો નવો રેકોર્ડ બનાવતા મધ્યપ્રદેશ અને યુપીમાં માત્ર 12 અને 10 હજાર ડોઝ જ આપવામાં આવ્યા હતા.

6 રાજ્યમાં 2 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા હતા
દેશમાં ફક્ત મહારાષ્ટ્ર અને યુપીમાં 3 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ સંખ્યા મહારાષ્ટ્રમાં 3.11 કરોડ અને યુપીમાં 3.04 કરોડ છે. ચાર રાજ્ય ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં 2-2 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

રવિવારે રાજસ્થાનમાં સૌથી વધુ 2.51 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
રવિવારે રાજસ્થાનમાં સૌથી વધુ 2.51 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

દિલ્હીને જુલાઈમાં 45 લાખ ડોઝની જરૂર
વેક્સિનેશનની ગતિ જાળવવા દિલ્હીને જુલાઈમાં 45 લાખ ડોઝની જરૂર છે. આમઆદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીએ રવિવારે કહ્યું હતું કે દિલ્હી સરકારે કેન્દ્રને જણાવ્યું હતું કે જુલાઇમાં શહેરને 45 લાખ ડોઝની જરૂર પડશે, જેથી વર્તમાન વેક્સિનેશન દર (1.5 લાખ) બની રહે.

તેમણે કહ્યું હતું કે જો એની ગતિ વધશે તો 45 લાખથી વધુ ડોઝની જરૂર પડશે. રવિવારે દિલ્હીમાં માત્ર 9,558 ડોઝ આપવામાં આવ્યા છે.