તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:ઉજ્જ્વલા યોજના હેઠળ 24 કરોડની જગ્યાએ ફક્ત 14 કરોડ સિલિન્ડર રિફીલ

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 8 કરોડ કનેક્શનના હિસાબે 24 કરોડ રિફીલ થવા જોઇએ
  • 3 રિફીલ મફત છતાં 9.88 કરોડ સિલિન્ડર ફરીવાર રિફીલ ન કરાવાયાં

કેન્દ્ર સરકારની ઉજ્જ્વલા યોજના હેઠળ આશરે 8 કરોડ કનેક્શન અપાયાં છે. કોરોનાકાળમાં સરકારે દરેક ઉજ્જ્વલા કનેક્શનધારકને 3 રિફીલ મફત આપવાની યોજના બનાવી હતી જેથી તંગી સામે ઝઝૂમી રહેલા ગરીબોની મદદ થઈ શકે પણ એપ્રિલ- ડિસેમ્બર દરમિયાન ફક્ત 14.17 કરોડ જ રિફીલ થયા. એટલે કે મફત મળવા છતાં 10 કરોડ રિફીલ ન કરાવાયાં.

45% રિફીલ ફક્ત 4 રાજ્યોમાં કરાવાયાં

રાજ્યરિફીલ
યુપી2.7 કરોડ
બિહાર1.5 કરોડ
મધ્યપ્રદેશ1.1 કરોડ
રાજસ્થાન1.1 કરોડ
ઓડિશા83.7 લાખ
મહારાષ્ટ્ર76.3 લાખ
તમિલનાડુ61.9 લાખ

​​​​​​​રિફીલમાં મેઘાલય, છત્તીસગઢ પાછળ
મફત રિફીલ છતાં સિલિન્ડર રિફીલ મામલે મેઘાલય અને છત્તીસગઢ સૌથી પાછળ રહ્યાં. ત્યાં 50%થી વધુ સિલિન્ડર ફરી રિફીલ ન કરાવાયાં. સૌથી વધુ 85% રિફીલ દિલ્હીમાં અને 82% સિક્કિમમાં કરાવાયાં.

  • ઉજ્જ્વલા યોજના હેઠળ સિલિન્ડર રિફીલ ન કરાવવા પાછળ મોટું કારણ જાણકારી ન હોવાનું મનાય છે.
  • જરૂર ન હોવી કે પછી સિલિન્ડર રિફીલ લોકોની પહોંચથી દૂર હોવું પણ એક કારણ મનાઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો