તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ દેશનાં ત્રણ મોટાં મંદિર તિરુપતિ બાલાજી, શિરડી સાઈબાબા અને વૈષ્ણોદેવીનાં દર્શન માટે ઓનલાઈન સ્તરે વેચેલી તમામ ટિકિટ ખતમ થઈ ચૂકી છે. કોરોનાના કારણે ત્રણેય મંદિરમાં દર્શન માટે એડવાન્સ બુકિંગ અનિવાર્ય કરી દેવાયું છે. એટલે ત્રણેય મંદિરના મેનેજમેન્ટે પહેલી જાન્યુઆરીએ ત્યાં નહીં પહોંચવાનું સૂચન કર્યું છે.
આવું પહેલીવાર હશે, જ્યારે નવા વર્ષે આ મંદિરોમાં ગયા વર્ષની તુલનામાં 30% ઓછા દર્શનાર્થી પહોંચશે. બીજી તરફ, અયોધ્યામાં શ્રદ્ધાળુઓ માટે કોઈ ચોક્કસ સંખ્યા નક્કી નથી કરાઈ. ત્યાં કોરોનાના કારણે રામલલ્લાનાં દર્શન માટે બે પાળીમાં રોજ આશરે 400 શ્રદ્ધાળુ પહોંચી રહ્યા છે.
તિરુપતિ - આ વખતે વૈકુંઠ દ્વાર 10 દિવસ માટે ખૂલશે
અહીં દર્શન માટે સ્થાનિક શ્રદ્ધાળુને 10 હજાર અને બહારના શ્રદ્ધાળુને 30 હજાર ટિકિટ વેચી છે. આ વખતે ખાસ વાત એ છે કે, 25 ડિસેમ્બરથી ત્રીજી જાન્યુઆરી સુધી મંદિરનો વિશેષ વૈકુંઠ દ્વાર (ઉત્તર) ખોલાયો છે. દર વર્ષે આ દ્વારા ફક્ત વૈકુંઠ એકાદશી અને દ્વાદશી, એમ બે દિવસ માટે જ ખૂલે છે. કોરોનાના કારણે આ વખતે દર્શન ટિકિટ બતાવ્યા પછી જ અલીપિરીથી આગળ જવાની મંજૂરી મળશે. પહેલી જાન્યુઆરીએ વીઆઈપી દર્શનની સુવિધા નહીં મળે.
વૈષ્ણોદેવી - નેગેટિવ કોરોના ટેસ્ટ રિપોર્ટ બતાવવો જરૂરી
જમ્મુના કટરામાં વૈષ્ણોદેવીમાં 15 હજાર શ્રદ્ધાળુએ ટિકિટ બુક કરી છે. દર્શનાર્થીઓને ઓનલાઈન ટિકિટ બુક કરવાની સાથે કટરા પહોંચવા પર છેલ્લા 48 કલાકમાં કરાવેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે, જે નેગેટિવ હોવો જરૂરી છે. દર્શન માટે પગપાળા સિવાય રોપ-વે અને હેલિકોપ્ટર સેવાની ટિકિટ પણ એડવાન્સ બુકિંગના આધારે મળશે. કટરામાં અતિથિગૃહ અને હોટલ બુકિંગ રેટમાં 40% અને ઢાબા-રેસ્ટોરન્ટમાં 20% સુધી છૂટ અપાઈ રહી છે.
શિરડી - 12 હજાર શ્રદ્ધાળુ જ દર્શન કરી શકશે
શિરડી સાઈબાબા મંદિરમાં 12 હજાર લોકોને જ દર્શનની મંજૂરી અપાઈ છે. આગામી દસ દિવસ સુધી તમામ ટિકિટ ઓનલાઈન સ્તરે બુક થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટના ચેરમેન ડૉ. સુરેશ હવારેએ જણાવ્યું કે, છ હજાર ટિકિટ પ્રતિ દિનનું બુકિંગ ઓનલાઈન થયું છે અને છ હજાર ટિકિટ મંદિર બહાર બનેલા કાઉન્ટર પર જારી કરાઈ છે. ઓનલાઈન બુકિંગનો દર રૂ. 200 છે, જ્યારે મંદિર કાઉન્ટર પર તે નિ:શુલ્ક છે. બહારથી આવતા લોકોને ઓનલાઈન ટિકિટ બુક કરાવીને શિરડી જવાનું કહેવાયું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.