તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Online Gaming Fraud; Chhattisgarh 12 Year Child Rs 3.22 Lakh Transaction From His Mother Account To Upgrade Free Fire Game In Kanker

ઓનલાઈન ગેમથી લાગ્યો ચૂનો:12 વર્ષના બાળકે 3.22 લાખના હથિયાર ખરિદ્યા, માના ખાતમાંથી 3 મહિનામાં 278 વાર ટ્રાન્ઝેક્શન થયું

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓનલાઈન ગેમ પરિવાર સાથે તેના બાળકોને પણ ભારે પડી શકે છે. તેના કારણે છત્તીસગઢના કાંકેરમાં એક મહિલાએ 3 મહિનામાં 3.22 લાખ ગુમાવવા પડ્યા છે. આ રકમ તેમના એકાઉન્ટમાંથી કટ થતાં તેમણે ઓનલાઈન કૌભાંડની આશંકા વિશે FIR નોંધાવી છે. પોલીસે તપાસમાં જણાવ્યું કે, મહિલાના જ 12 વર્ષના દિકરાએ ગેમનું લેવલ અપગ્રેડ કરવા માટે ગેમમાં ઉપયોગ થતાં હથિયાર ખરિદ્યા હતા. ઘટના પંખાજૂન પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીવી-12 મિડલ સ્કૂલમાં ટીચર શુભ્રા પાલના ખાતમાંથી 8 માર્ચથી 10 જૂન સુધી 278 વાર ટ્રાન્ઝેક્શન થયું છે. તે દરમિયાન તેમના ખાતામાંથી 3.22 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા છે. તે માટે તેમણે 11 જૂને ફરિયાદ કરી હતી. ખાસ વાત એ જ છે કે જ્યારે પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું ત્યારે તેમને એક પણ વખત ઓટીપી આવ્યો નથી. આમ આ સંજોગોમાં પોલીસ આને નવા પ્રકારનું ઓનલાઈન કૌભાંડ માનીને તપાસ શરૂ કરી છે.

ઓનલાઈન ગેમ રમવા અને ગેમિંગ લેવલને અપગ્રેડ કરવા પૈસા ખરચવા પડે છે
ઓનલાઈન ગેમ રમવા અને ગેમિંગ લેવલને અપગ્રેડ કરવા પૈસા ખરચવા પડે છે

ખાતામાં લિંક મોબાઈલ નંબરથી જ ટ્રાન્સફર કરાયા રૂપિયા
બેન્કથી ખબર પડી કે લિંક મોબાઈળ નંબરથી જ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. આ રૂપિયાનો ઉપયોગ ઓનલાઈન ગેમ રમવા અને ગેમિંગ લેવલને અપગ્રેડ કરવા માટે કરવામાં આવ્યો છે. આ મોબાઈલથી જ મહિલાનો દિકરો 'ફ્રી ફાયર' ગેમ રમતો હતો. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.

વધુ બાળકો પણ આ ગેમમાં સપડાયેલા
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્તારના ઘણાં બાળકો આ ગેમમાં સપડાયેલા છે. તેમાંતી ઘણાં બાળકોએ આ રીતે ઓનલાઈન હથિયારની ખરીદી કરી છે. જોકે પરિવારજનોનો આરોપ છે કે, કોઈના કહેવાથી ગેરમાર્ગે દોરાઈને બાળકોએ આ કર્યું છે. બાળકો ઘરમાંથી મળતી પોકેટમની અને રૂપિયા ચોરી કરીને ખર્ચ કરી રહ્યા ચે. જેમની પાસે ઓનલાઈનની સુવિધા નથી, તેઓ કોઈ અન્યને ઓનલાઈન ખરીદવા માટે રોકડા પૈસા આપી રહ્યા છે.

રાયગઢમાં ઓનલાઈન ગેમના ઉધારના ચક્કરમાં થઈ હત્યા
રાયગઢના સારંગઢમાં ઓનલાઈન ગેમિંગ માટે ઉધાર લેવામાં આવેલી રકમના કારણે 17 વર્ષના વિદ્યાર્થી લક્ષેન્દ્ર ખૂંટેની તેના જ મિત્ર ચમન ખૂંટે માર્ચમાં હત્યા કરી દીધી હતી. વિદ્યાર્થીનો મૃતદેહ 4 દિવસ પછી ગામથી 3 કિમી દૂર જંગલમાંથી મળ્યો હતો. વિદ્યાર્થી 9માં ધોરણમાં ભણતો હતો અને તેના માતા-પિતા જમ્મુમાં મજૂરી કરે છે. તે ગામમાં તેના દાદા અને નાના ભાઈ સાથે રહેતો હતો. 11 માર્ચે તે ઘરેથી નીકળ્યો અને પછી ગુમ થઈ ગયો હતો.

બાળકો પર નજર રાખે, ઓનલાઈન ગેમની સારી-ખરાબ વાતો જણાવે

 • કોરોનાના કારણે ખરીદી, પેમેન્ટ સાથે અભ્યાસ પણ ઓનલાઈન થઈ ગયો છે. આ સંજોગોમાં બાળકો પણ હવે મોબાઈલનો વધારે ઉપયોગ કરી રહ્યા છે.
 • બાળકોને મોબાઈલમાં ઓનલાઈન સુવિધા આપવાની સાથે બાળકોને તેની સારી અને ખરાબ બંને વાતો જણાવવી જોઈએ.
 • મોબાઈલનો ઉપયોગ કરતી વખતે બાળકોની ગતિવિધિ પર નજર રાખવી જરૂરી છે.
 • ઓનલાઈન રહેતા બાળકો સાથે બેન્ક એકાઉન્ટની માહિતી શેર ન કરવી જોઈએ.
 • બાળકો મોબાઈલમાં શુ રમી રહ્યા છે તેની માહિતી રાખવી.
 • બાળકોને જણાવવું જોઈએ કે, બેદરકારી રાખવાથી સાઈબર ક્રાઈમની ઘટના કેવી રીતે બની શકે છે.
 • સારી વાત એ છે કે, બાળકોને પોતાની સામે જ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી.

ફ્રી ફાયર ગેમ આ રીતે ખર્ચાળ થઈ જાય છે
ઓનલાઈન ગેમ પબજી, કોલ ઓફ ડ્યૂટી વગેરે જેવી ફ્રી ફાયર ગેમ પણ એક ઓનલાઈન બેટલ ગ્રાઉન્ડ ગેમ છે. તેને ઓનલાઈન સિંગલ અથવા ગ્રૂપમાં રમી શકાય છે. ગેમ રમનાર એક સૈનિક બીજા સૈનિક સાથે લડે છે. અંતે જે બચી જાય છે તે વિજેતા બને છે. ગેમ ફ્રીમાં પણ રમી શકાય છે પરંતુ તેમાં ખેલાડીને કોઈ સુવિધા મળતી નથી. બાળકો પહેલા આ ગેમ ફ્રીમાં રમતા હતા. એક વાર ગેમની લત લાગ્યા પછી તેને અપગ્રેડ કરવા માટે બંધૂક અને અન્ય હથિયાર ખરીદવાનું કહેવામાં આવે છે. તે માટે ઓનલાઈન રૂપિયા લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...