• Gujarati News
  • National
  • One Year Of Himmat Sarkar Came To An End; Amit Shah Said Now The Days Are Not Far When The Entire State Will Be Free From AFSPA

ગૃહમંત્રીનો આસામ પ્રવાસ:હિમંત સરકારનું એક વર્ષ પૂરું થયું; અમિત શાહે કહ્યું- હવે એ દિવસો દૂર નથી કે જ્યારે સમગ્ર રાજ્ય AFSPAથી મુક્ત થશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે આસામના પ્રવાસ પર છે. આજે તેમણે હિમંત સરકારનું એક વર્ષ પૂરું થવા પ્રસંગે ગુવાહાટીમાં એક રેલીને સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે કાયદો-વ્યવસ્થામાં સુધારો અને ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ સમજૂતીને લીધે આસામના અનેક ભાગોમાંથી AFSPAને હટાવી લેવામાં આવ્યો છે અને તેમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં તે સમગ્ર રાજ્યમાંથી હટાવી લેવામાં આવશે.

શાહે કહ્યું કે કેન્દ્ર અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પ્રયાસો મોટાભાગે આતંકવાદી સંગઠનોને શાંતિ સમજૂતી કરી છે અને તે દિવસ દૂર નથી કે જ્યારે સમગ્ર રાજ્ય ઉગ્રવાદ અને હિંસાથી મુક્ત થઈ જશે. આસામમાં AFSPA હેઠળ આવતા વિસ્તારોને ઓછા કરવામાં આવ્યા છે. અમે એ સુનિશ્ચિત કરશું કે રાજ્યના તમામ ક્ષેત્રોમાંથી AFSPA હટાવી લેવામાં આવશે.

શાહે આસામ પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી પણ સન્માનિત કર્યાં. આસામ પોલીસને આ સન્માન રાજ્યમાં ગુનાને ઓછા કરવા, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને સારા પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે. શાહે આસામ પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે સ્વતંત્રતાના સમયે આસામ પોલીસ દળની સંખ્યા 8 હજાર હતી અને આજે આસામ પોલીસની સંખ્યા 70 હજારથી વધારે છે.

પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મેળવનાર આસામ 10મુ રાજ્ય
પ્રેસિડેન્ટ કલર એવોર્ડ હાંસલ કરનાર આસામ 10મુ રાજ્ય બની ગયું છે. આ અગાઉ નવ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશને આ સન્માન મળી ચુક્યુ છે. તેમા ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, ત્રિપુરા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાનો સમાવેશ થાય છે. ​​​​​​​

આસામના 23 જિલ્લામાંથી AFSPA સંપૂર્ણપણે હટ્યો
AFSPA આસામના 23 જિલ્લામાંથી સંપૂર્ણપણે અને એક જિલ્લામાંથી આંશિક રીતે હટાવવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં આસામના 9 જિલ્લામાં આ કાયદો લાગૂ છે. તેમા તિનસુકિયા, ડિબ્રુગઢ, ચરાઈદેવ, શિવસાગર, જોરહાટ, ગોલાઘાટ, કાબી આંગલોંગ, વેસ્ટ કારબી, આંગલોંગ, દિમા અસાઓ તથા કછાર જિલ્લાના લખીમપુર સબ ડિવીઝન સામેલ છે. ​​​​​​​​​​​​​​

AFSPA શું છે
AFSPAને ફક્ત અશાંત વિસ્તારોમાં લાગૂ કરવામાં આવેલ છે. આ જગ્યા પર સુરક્ષાદળો વોરન્ટ વગર કોઈપણની ધરપકડ કરી શકે છે. અનેક કેસોમાં તો તે બળ પ્રયોગ પણ કરી શકે છે. પૂર્વોત્તરમાં સુરક્ષા દળોની સત્તા આપવા માટે 11 સપ્ટેમ્બર 1958ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. વર્ષ 1989માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વધવા લાગ્યો હતો ત્યારે વર્ષ 1990માં AFSPA લાગૂ કરવામાં આવ્યો હતો. અશાંત વિસ્તાર કયા કયા છે તે કેન્દ્ર સરકાર નક્કી કરે છે.