ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કા સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. જ્યારે હવે ફરી એકવાર તેઓ સોશિયલ મીડિયા પર તેમની એક પોસ્ટને લઈને ચર્ચામાં આવી ગયા છે. હર્ષ ગોયેન્કાએ તેના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે, સાથે જ લોકો તેના પર ભારે ફની કમેંટ્સ પણ કરી રહ્યા છે.
વીડિયોમાં વ્યક્તિ પોતાના અનુભવને રમૂજી અંદાજમાં જણાવી રહ્યો
હર્ષ ગોએન્કાએ તેના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક બાજુ ઈન્જેક્શન દેખાય છે અને બીજી બાજુ એક વ્યક્તિનો ફોટો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં દેખાતી આ વ્યક્તિનો અવાજ પણ સંભળાય છે, જેમાં તે કોરોના વેક્સિન લગાવવાના પોતાના અનુભવને ખૂબ જ રમૂજી અંદાજમાં જણાવી રહ્યો છે. આ વીડિયોને શેર કરતાં હર્ષ ગોયેન્કાએ કેપ્શનમાં લખ્યું છે, ' ચીની વેક્સિનની અસર'. વીડિયોમાં આપ ધ્યાનથી સાંભળો કે તે વ્યક્તિ કેવી રીતે કહે છે કે "કોરોના વેક્સિન લગાવ્યા પછી તરત જ મને કોઈ આડઅસર થઈ નહીં, પણ પછી ધીરે ધીરે ..." આટલું કહેતાં જ તે વ્યક્તિનો અવાજ બદલાઇ જાય છે અને તેનો ચહેરો પણ બદલાઇ જાય છે.
લોકો ફની કમેંટ્સ પણ કરી રહ્યા
સોશિયલ મીડિયા પર લોકો આ ફની વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.વીડિયો અત્યાર સુધીમાં 13 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. લોકો આ વીડિયો પર ઘણી રમૂજી કમેંટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેંટ્સ કરતાં કહ્યું કે, 'બીજી ભાષા શીખવાની સૌથી સહેલી રીત'. બીજાએ કહ્યું, "આનાથી વધુ સારું છે... કાયમી માસ્ક લગાવી દેવું જોઈએ '
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.