ફ્લાઇટ્સ શરૂ થયા પછીનો પહેલો કિસ્સો:વિમાનમાં ચેન્નઈથી કોઇમ્બતૂર પહોંચેલા યુવકને કોરોના નીકળ્યો, ક્રૂ ક્વૉરેન્ટાઇન

મુંબઈ/કોઇમ્બતૂર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્લાઇટમાં તહેનાત તમામ ક્રૂ મેમ્બર્સને ડ્યુટી પરથી હટાવીને 14 દિવસ માટે ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં
  • સંક્રમિત થયેલો યુવક ચેન્નઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં સર્વિસ વિંગમાં કામ કરતો હતો

ઇન્ડિગોના પ્લેનમાં સોમવારે ચેન્નઈથી કોઇમ્બતૂર પહોંચેલો 24 વર્ષનો યુવક કોરોના સંક્રમિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. એ પછી ઇન્ડિગોની ફ્લાઇટના તહેનાત તમામ ક્રૂ મેમ્બર્સને ડ્યુટી પરથી હટાવીને 14 દિવસ માટે  ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. ફ્લાઇટમાં સવાર અન્ય પ્રવાસીઓને પણ આ સૂચના આપવામાં આવી છે. 
સોમવારે ચેન્નઈ, દિલ્હીથી 130 પ્રવાસીઓ કોઇમ્બતૂર પહોંચ્યા
એરલાઇન્સના જણાવ્યા પ્રમાણે સંક્રમિત યુવકે અન્ય પ્રવાસીઓની જેમ ફેસ શિલ્ડ, માસ્ક તથા ગ્લવ્સ પહેર્યા હતા. તેની આસપાસ કોઈ બેઠું નહોતું. સોમવારે ચેન્નઈ, દિલ્હીથી 130 પ્રવાસીઓ કોઇમ્બતૂર પહોંચ્યા હતા. તમામ પ્રવાસીઓની તપાસ કરવામાં આવી હતી. 24 વર્ષના યુવકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. સંક્રમિત થયેલો યુવક ચેન્નઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં સર્વિસ વિંગમાં કામ કરતો હતો. 
ભાસ્કર સવાલ
દરેક જગ્યાએ ડિસ્ટન્સિંગ હોય તો પ્લેનમાં ખભેખભા મિલાવીને કેમ બેસાડાય છે?

કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ  ડિસ્ટન્સિંગ છે. એરપોર્ટમાં પ્રવેશવાથી લઈને પ્લેનમાં બેસવા સુધી દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાય છે તો વિમાનમાં વચ્ચેની સીટ કેમ ખાલી નથી રાખવામાં આવતી? પ્રવાસીઓને એકમેકના ખભા અડે એ રીતે કેમ બેસવા દેવાય છે? તેના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ ઔપચારિકતા બનીને રહે છે. 
બીજા દિવસે પણ ફ્લાઇટ્સ  રદ, પ્રવાસીઓને જાણ સુધ્ધાં નહીં
ફ્લાઇટ્સ શરૂ થયાના બીજા દિવસે પણ અનેક ફ્લાઇટ રદ થઈ હતી. આ અંગે કોઈ સૂચના નહીં મળવાથી પ્રવાસીઓ પરેશાન થયા હતા. દિલ્હી એરપોર્ટ પર સાંજ સુધીમાં 25 ફ્લાઇટ રદ થઈ હતી. ઘણા પ્રવાસીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને આ અંગે ખબર પડી હતી. 

અન્ય સમાચારો પણ છે...