• Gujarati News
  • National
  • One Of The Cons In Protest Of Priyanka's Arrest, Demanding Re postmortem Of The Deceased

લખીમપુર હિંસા:પ્રિયંકાની ધરપકડના વિરોધમાં વિપક્ષ એક, મૃતકોના ફરી પોસ્ટમોર્ટમની માંગ

લખનઉ/લખીમપુર ખીરી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 મૃતક ખેડૂતમાંથી ત્રણના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે ધરપકડ સામે સવાલ ઉઠાવ્યા

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો-પોલીસ વચ્ચે હિંસક અથડામણે રાજકીય રૂપ ધારણ કરી લીધું છે. આ સમગ્ર ઘટનાના વિરોધમાં વિપક્ષ એક થઈ ગયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે સવારે 4:30 વાગ્યે કોંગ્રેસના મહા સચિવ પ્રિયંકા ગાંધીની લખીમપુર જવાના પ્રયાસ બદલ ધરપકડ કરી હતી.

પ્રિયંકા ગાંધી વિરુદ્ધ પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘનના કારણે કલમ 151, 107 અને 116 (શાંતિ ભંગની આશંકા) હેઠળ કેસ નોંધાયો છે. પ્રિયંકા ગાંધીને સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં રખાયાં છે, જેને અસ્થાયી જેલમાં તબદીલ કરાયું છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિક્ષના પાંચ નેતા સાથે બુધવારે લખીમપુર ખીરી જશે. આ દરમિયાન હિંસામાં માર્યા ગયેલા ચારમાંથી એક ખેડૂત ગુરવિંદર સિંહના પરિવારે ફરી પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે.

તેમનો આરોપ છે કે, ગુરવિંદરનું મોત ગોળી વાગવાથી થયું છે, જ્યારે પોસ્ટમોર્ટમમાં તેનો ઉલ્લેખ જ નથી. હકીકતમાં ચારેય ખેડૂતના પીએમ રિપોર્ટમાં કહેવાયું છે કે, કોઈના પણ શરીર પર ગોળી લાગવાના નિશાન નથી. તેમના મોત ઈજાગ્રસ્ત થયા પછી લોહી વહી જવાથી થયા છે. આ દરમિયાન ત્રણ મૃતક ખેડૂતના પરિવારે અંતિમસંસ્કાર પણ કરી દીધા, પરંતુ ગુરવિંદરનો મૃતદેહ તેમના પરિવારે ઘરમાં મૂકી રાખ્યો છે.

તેના પરિવારની માંગ છે કે, ફરી એકવાર પંજાબ કે દિલ્હીમાં પોસ્ટમોર્ટમ કરાવાય. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે પણ કહ્યું છે કે, ગુરવિંદરનું પીએમ ઉત્તર પ્રદેશ બહાર થવું જોઈએ. સુપ્રીમ કોર્ટને પત્ર: લખીમપુર હિંસાનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. બે એડવોકેટે મંગળવારે પત્ર લખીને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આ ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે.

વીડિયોમાં કારમાંથી ઉતરીને ભાગતો દેખાતો યુવક સામે આવ્યો, કહ્યું-અરાજક તત્ત્વોએ કાવતરું કરીને કાર પર હુમલો કર્યો ​​​​​​​આ હિંસાના બે વીડિયો સામે આવ્યા છે. તેમાંના એકમાં ખેડૂતો વચ્ચે સાઈરન વગાડતી કાર નીકળી રહી છે, જેણે કેટલાક ખેડૂતોને ટક્કર મારી હતી. બીજા વીડિયોમાં એક કારમાંથી કેટલાક લોકો ઉતરીને ભાગી રહ્યા છે. તેમાંનો એક યુવક સામે આવ્યો છે, જે ભાજપ કાર્યકર સુમિત જયસ્વાલ છે. તે નગરપાલિકા પરિષદમાં શિવપુરી વૉર્ડનો સભ્ય છે. તેણે મંગળવારે મીડિયાને કહ્યું કે, હું કારમાં હતો ત્યારે ખેડૂતો સાથે કેટલાક અરાજક તત્ત્વોએ કાર પર પથ્થરો, લાકડી અને તલવારોથી હુમલો કર્યો હતો. તેમનો ઈરાદો કારમાં સવાર લોકોની હત્યા કરવાનો હતો. અરાજક તત્ત્વોના નિશાના પર આશિષ મિશ્રા પણ હતા.

સુમિત જયસ્વાલે જ દેખાવકારો વિરુદ્ધ ભાજપ કાર્યકરો, મંત્રીના ડ્રાઈવર અને પત્રકારની હત્યાની ફરિયાદ કરી છે. બીજી તરફ, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ કહ્યું છે કે, તેમનો પુત્ર ઘટના સ્થળે હાજર જ ન હતો. જો કોઈ તેની હાજરીના પુરાવા આપશે તો તેઓ રાજીનામું આપી દેશે. જે ડ્રાઈવરે ખેડૂતો પર કાર ચઢાવી, તેની ખેડૂતોએ માર મારીને હત્યા કરી. જો મારા પુત્રે આવું કર્યું હોત, તો તે પણ માર્યો ગયો હોત!

વિપક્ષે નિશાન સાધ્યું: અખિલેશે કહ્યું- સીટિંગ જજ તપાસ કરે

  • ​​​​​​​કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું છે કે, પ્રિયંકા ગાંધીની ધરપકડ ગેરકાયદે છે. તેમની સામે પરોઢિયે 4:30 વાગ્યે કાર્યવાહી કરાઈ, ત્યારે એક પણ મહિલા અધિકારી ન હતી. તે સત્તાનો દુરુપયોગ છે.
  • સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે, સપા 12 ઓક્ટોબરથી ઉત્તર પ્રદેશમાં વિજય યાત્રા કાઢશે. અમારી માંગ છે કે, આ ઘટનાની તપાસ સીટિંગ જજ કરે.
  • એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, ભાજપે કિંમત ચૂકવવી પડશે. વિપક્ષ ખેડૂતો સાથે છે.

હેલિકોપ્ટરથી ડૉક્ટર મોકલ્યા, એડીજી-ટિકૈત પણ પહોંચ્યા
લખીમપુરમાં પરિવારજનોની ફરી પોસ્ટમોર્ટમની માંગ પૂરી કરવા લખનઉથી ડૉક્ટરોની ટીમ હેલિકોપ્ટરથી બહરાઈચના મટેરા પહોંચી. રાકેશ ટિકૈત પણ બહરાઈચ પહોંચ્યા. એડીજી અખિલકુમારને મોકલાયા. મૃતક ખેડૂતના પિતા સાથે પ્રિયંકાએ ફોન પર વાત કરી. લવપ્રીતના પરિવારે પણ પીએમમાં ગરબડનો આરોપ મૂકીને અંતિમ સંસ્કારનો ઈનકાર કર્યો હતો, પરંતુ ટિકૈતે દરમિયાનગીરી કરતા તેઓ રાજી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...