• Gujarati News
  • National
  • One Lost His Life In Mother's Lap...someone Working In The Fields, Fighting With Double Strength Is The Only Option.

ભાસ્કર ઓપિનિયનકાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ:કોઈએ માતાના ખોળામાં જીવ ગુમાવ્યો...તો કોઈએ ખેતરમાં કામ કરતા, બમણી તાકાત સાથે લડવું જ માત્ર વિકલ્પ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાશ્મીર ઘાટી ફરી લાલ થઈ ચૂકી છે. ફરી એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ દેશમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. તેમની પાસે સમય પણ નથી. માનવામાં આવી રહ્યું છે કે, કલમ 370 હટાવ્યા પછી કેન્દ્ર સરકારે જે કાશ્મીરી પંડિતોના પુનર્વાસના સપના જોયા હતા. બીજા રાજ્યોમાં કેટલાક લોકોને પણ કાશ્મીરમાં જમીન-મકાન ખરીદવાનો અધિકાર મળ્યો હતો, આતંકવાદી આ સપનાઓને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જાણે કહેવા માંગતા હોય કે આ જમીન અમારી છે, આ મિલકત અમારી છે. બીજા કોઈ અહિંયા આવવા કે અહિંયા રહેવાની હિંમત ન કરતા. આતંકવાદીઓનો પોતાનો વિચાર હોઈ શકે છે, પરંતુ સરકાર શું કરી રહી છે? બમણી તાકાતથી આતંકવાદીઓના ખરાબ ઈરાદાને કેમ કચડી નથી નાખતા? કોની રાહ જોવાઈ રહી છે? કયા સમયની રાહ જોવાઈ રહી છે?

લોકોના સપનાને બરબાદ કરવામાં આવી રહ્યા છે. લોકોને પોતાના બગીચામાં મારી નાખવામાં આવી રહ્યા છે. તેઓને પોતાના ખેતરમાં કામ કરતા સમયે ગોળીનો નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. કોઈ માતાના ખોળામાં મરી રહ્યું છે, તો કોઈ પિતાના ખોળામાં...

કાશ્મીરી પંડિત મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે...કે અમને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવે...કે અમને સુરક્ષિત નોકરી આપવામાં આવે. કોઈ સાંભળવા તૈયાર નથી. કાશ્મીરી વહીવટીતંત્ર પાસે કદાચ પંડિતોના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરવા સિવાય કોઈ કામ નથી. વ્યક્તિને મારી નાખવામાં આવે છે, ત્યાર પછી તમારી શ્રદ્ધાંજલિ અને ખેદનું શું કરવાનું?

સરકારે દરેક સ્તરે કેટલાક ઝડપી પગલાં લેવા જોઈએ. …અને ઉપાય માત્ર એક જ છે - આતંકવાદી પ્રવૃત્તિઓ અને આતંકવાદી યોજનાઓ પર બળની કડકતા. ઝડપી કાર્યવાહી. જો આમ નહીં થાય તો એક પછી એક લોકોની હત્યા થતી રહેશે અને આપણી પાસે દયા વ્યક્ત કરવા, શ્રદ્ધાંજલિ આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

કાશ્મીરમાં ચૂંટણીના એલાનથી ઉગ્રવાદીઓ અને આતંકવાદી સંગઠનો ગભરાઈ ગયા છે. ગભરાવવાનું બીજું કારણ એ પણ છે કે, હવે બિન કાશ્મીરીઓને પણ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેઓ જાણે છે કે આવી સ્થિતિમાં જો રાજ્યમાં તેમની વિરુદ્ધ નીતિવાળી સરકાર બનશે તો તેમની ઈચ્છા ચાલી શકશે નહીં.

આ જ કારણ છે કે તેઓ શાંતિ સ્થાપવા દેવાના પક્ષમાં નથી. આવી યોજનાઓ સાથે માત્ર સરકાર જ કડકાઈથી કામ કરી શકે છે. સરકારે જલ્દીથી આ કડક પગલાં લેવા જોઈએ. જેટલો વધુ સમય લાગશે, પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે અને આપણી પાસે હાથ ઘસવા સિવાય કંઈ બચશે નહીં.

અન્ય સમાચારો પણ છે...