રાયપુરના ખૈરગામનું કામધેનુ મંદિર:એક ‘સૌમ્યા’ નામની ગાય પર નિર્ભર છે 300 નિરાધાર ગાય; ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ

રાયપુરએક મહિનો પહેલાલેખક: ભૂપેશ કેશરવાની
  • કૉપી લિંક

છત્તીસગઢના પાટનગર રાયપુરથી અંદાજે 80 કિ.મી. દૂર ખૈરાગઢ છે, જ્યાં એક અનોખું કામધેનુ મંદિર છે. કામધેનુ મંદિરમાં એક ગાય છે, જેનું નામ સૌમ્યા છે. સૌમ્યાનું નામ ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે, કેમ કે તેનું પૂંછડું 54 ઇંચ લાંબું છે. તદુપરાંત, તેના શરીર પર દેવી-દેવતાઓના કેટલાક એવા પ્રતીક ચિહ્ન છે કે જેના કારણે સૌમ્યાને લોકો સાક્ષાત મા કામધેનુ માને છે. લોકો પોતાની મનોકામના લઇને તેની પાસે આવે છે અને મનોકામના પૂરી થયા બાદ જે ચઢાવો ચઢાવે છે તેનાથી અહીં રહેતી અંદાજે 300 ગાયનો ખર્ચ નીકળી જાય છે.

ખૈરાગઢનું આ કામધેનુ મંદિર 2017માં બનાવાયું હતું. ત્યારે અહીં સૌમ્યા સહિત માત્ર 3-4 ગાય હતી. સૌમ્યાની ખ્યાતિ તેના અનોખા શરીરના કારણે વધી, કેમ કે તેના શરીર પર દેવી-દેવતાઓના પ્રતીક ચિહ્ન છે. ધીમે-ધીમે લોકો તેની પૂજા કરવા લાગ્યા અને મનોકામના માટે આવવા લાગ્યા. ગૌવંશના જાણકારોના જણાવ્યા મુજબ કામધેનુ અંગે શાસ્ત્રોમાં જે લક્ષણો બતાવાયા છે તે બધા જ સૌમ્યામાં છે, જેથી તે કામધેનુ કહેવાઇ છે અને પૂજનીય ગણાય છે. મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પદમ ડાકલિયા જણાવે છે કે તેઓ મંદિરની પરિકલ્પના કરી રહ્યા હતા ત્યારે બે-ચાર ગાય આવી પણ ગઇ હતી પરંતુ સૌમ્યા માતાનું અચાનક આગમન થયું.

મંદિરમાં ઔષધીઓ પણ બને છે
અહીં ગૌમૂત્રમાંથી ઔષધીઓ પણ બનાવાય છે. અમે એવો દાવો નથી કરતા કે તેનાથી દર્દીઓ સાજા થયા છે પણ જે લોકો તેવું માને છે તેઓ અહીં મોટો ચઢાવો ચઢાવે છે અને તેના થકી જ 300 ગાયનો ઉછેર થઇ રહ્યો છે. તેમાં ગૌવંશનો ગેરકાયદે વેપલો કરનારાઓ પાસેથી છોડાવાયેલી, માર્ગ દુર્ઘટનાઓમાં ઘાયલ અને દૃષ્ટિહીન ગાયો પણ સામેલ છે, જેમની સેવા કરાય છે. અહીં સૌમ્યાના દર્શન બપોરે 3 વાગ્યા સુધી થાય છે.

અન્ય સમાચારો પણ છે...