હેલ્થ:એક દેશ, એક મેડિકલ બોન્ડઃ સરકાર, બોન્ડ પ્રતિભા સાથે અન્યાયઃ NMC

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડૉક્ટરોના મેડિકલ બોન્ડ મુદ્દે કેન્દ્ર સરકાર અને નેશનલ મેડિકલ કાઉન્સિલ જુદા જુદા સૂચન કરી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલનું માનવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ડૉક્ટરોની હાજરી માટે બોન્ડ પોલિસી જરૂરી છે. તો મેડિકલ કાઉન્સિલે બોન્ડ પોલિસીને જ ખતમ કરવાની વાત કરી છે. આ મુદ્દે હવે રાજ્ય સરકારોના પણ સૂચનો મગાયાં છે.

સૂત્રોના મતે, આરોગ્ય મંત્રાયલે એક મેડિકલ બોન્ડ પોલિસી માટે સમિતિ બનાવી હતી. આ સમિતિએ સિફારિશ કરી છે કે સરકારી કોલેજમાંથી એમબીબીએસ પછી રાજ્ય સરકારો એક વર્ષનો બોન્ડ કરે. આ બોન્ડ ના સ્વીકારાય તો સરકાર વિદ્યાર્થીઓ પાસેથી મહત્તમ રૂ. દસ લાખ વસૂલી શકે છે. જો કોર્સ પૂરો થયાના ત્રણ મહિનામાં રાજ્ય સરકાર નોકરી ના આપો, તોપણ બોન્ડ રદ મનાશે. પીજી અને સુપર સ્પેશિયાલિટી માટે ઑલ ઈન્ડિયા ક્વૉટાના વિદ્યાર્થીઓ પાસેથી એક વર્ષનો રૂ. 15 લાખનો બોન્ડ કરાવવામાં આવે.

બોન્ડ પોલિસીની જરૂર જ નથીઃ મેડિકલ કાઉન્સિલ
મેડિકલ કાઉન્સિલે કહ્યું છે કે દેશમાં બોન્ડ પોલિસી ના હોવી જોઈએ. સરાકરી કોલેજના વિદ્યાર્થીઓ પાસે જ બોન્ડ કરાવાય છે. આ એ મેધાવી વિદ્યાર્થીઓ સાથે ન્યાય નથી, જે સારું પરિણામ લાવ્યા પછી સરકારી કોલેજમાં પ્રવેશ લઈને ભણ્યા છે. અભ્યાસ પાછળ સબસિડીના તર્કના આધારે બોન્ડ કરાવવો યોગ્ય નથી કારણ કે, સરકારો બીજા વ્યવસાયિક કોર્સમાં પણ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સબસિડી આપે જ છે.

અન્ય સમાચારો પણ છે...