• Gujarati News
  • National
  • Once Again The Subsidy Of Gas Cylinders Is Happening, There Have Been Complaints That The Account Has Not Been Credited For Several Days

રસોઈ ગેસ સિલિન્ડર ધારકોને રાહત:ગ્રાહકોના બેન્ક ખાતામાં ફરીથી LPG સબસિડી મળવાની  શરૂ થઈ

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રસોઈ ગેસના ગ્રાહકો માટે સારા સમાચાર છે. કોરોના સંકટની સ્થિતિ વચ્ચે રસોઈ ગેસ પર બંધ કરવામાં આવેલી સબસિડી હવે ફરી શરૂ થઈ છે. એટલે કે LPG સબસિટી હવે ગ્રાહકોના ખાતામાં આવવા લાગી છે. અગાઉ સબસિડીની રકમ ખાતામાં જમા થવાનું બંધ થતા વ્યાપક પ્રમાણમાં વિવાદ સર્જાયો હતો.

સબસિડી અંગે તર્ક-વિતર્ક
LPG ગેસના ગ્રાહકોને ગેસ સિલેન્ડર દીઠ સબસિડી પેટે રૂપિયા 79.26 આપવામાં આવી રહ્યા છે. અલબત મળતી માહિતી પ્રમાણે ગ્રાહકોને અલગ-અલગ સબસિડી મળી રહી છે.

કોને મળે છે સબસિડી
રાજ્યોમાં LPGની સબસિડી અલગ-અલગ નક્કી કરેલી છે, જે લોકોની વાર્ષિક આવક રૂપિયા 10 લાખ છે અથવા તેના કરતા વધારે છે તેમને સબસિડી આપવામાં આવતી નથી. રૂપિયા 10 લાખની આ વાર્ષિક રકમ પતિ અને પત્ની બન્નેની કુલ આવકનો સમાવેશ થાય છે.