તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • On What Basis To Evaluate Students; The CBSE Has Formed A Committee To Work Out The Framework And Will Submit A Report In 10 Days

12માં ધોરણના રિઝલ્ટની ફોર્મ્યૂલા:વિદ્યાર્થીઓનું મુલ્યાંકન કયા આધાર પર કરવું; એનું ફ્રેમવર્ક બનાવવા માટે CBSEએ કમિટિ બનાવી, 10 દિવસમાં રિપોર્ટ સોંપશે

21 દિવસ પહેલા
 • કૉપી લિંક
CBSEના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ. સંયમ ભારદ્વાજના નામથી જાહેર નોટિફિકેશનમાં 12 લોકોની ટીમને 10 દિવસમાં રિપોર્ટ સોંપશે. - Divya Bhaskar
CBSEના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ. સંયમ ભારદ્વાજના નામથી જાહેર નોટિફિકેશનમાં 12 લોકોની ટીમને 10 દિવસમાં રિપોર્ટ સોંપશે.

CBSEએ 12માં ધોરણના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કયા ફોર્મ્યૂલા દ્વારા જાહેર કરવું એ અંગે ગુરૂવારે એક કમિટિ બનાવી હતી. આ કમિટિ વિદ્યાર્થીઓના રિઝલ્ટના ક્રાઈટેરિયા કયા આધાર પર નક્કી કરવા એ અંગે નિર્ણય લેશે. CBSEના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડૉ. સંયમ ભારદ્વાજના નામથી જાહેર નોટિફિકેશનમાં 12 લોકોની ટીમને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાની વાતનો ઉલ્લેખ કરાયો હતો.

કમિટિના સભ્યો

 1. વિપિન કુમાર, IAS, સંયુક્ત સચિવ, શિક્ષણ મંત્રાલય
 2. ઉદિત પ્રકાશ રાય, IAS, ડાયરેક્ટર (ડીઓઇ)
 3. નિધિ પાંડે, IAS, કમિશનર, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન
 4. વિનાયક ગર્ગ, IRSEE, કમિશનર, નવોદય વિદ્યાલય સમિતિ
 5. UGC ચેરમેનના રિપ્રેઝેન્ટિટિવ
 6. રુબિન્દરજિત સિંઘ બ્રાર, નિયામકશ્રી, શાળા શિક્ષણ
 7. પી.કે. બેનર્જી, ડીડીજી સ્ટેટિસ્ટિક્સ, શિક્ષણ મંત્રાલય
 8. એનસીઇઆરટી ડાયરેક્ટરના પ્રતિનિધિ
 9. શાળાના બે પ્રતિનિધિઓ
 10. ડૉ.અંતરિક્ષ જોહરી, ડાયરેક્ટર (IT), CBSE
 11. ડૉ. જોસેફ ઇમેન્યૂલ, ડાયરેક્ટર એકેડમિક્સ, CBSE
 12. ડૉ. સંયમ ભારદ્વાજ, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન, CBSE

1 જૂનના રોજ પ્રધાનમંત્રીએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો
1 જૂનના રોજ PM મોદીની અધ્યક્ષતામાં મળેલી હાઈલેવલ મીટિંગમાં CBSE 12માં ધોરણની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષા રદ કરવાના નિર્ણય અંગે મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે તમામ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા અત્યંત જરૂરી છે.

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની વચ્ચે ચિંતા ઉપજવી ન જોઇએ. આવી તણાવપૂર્ણ સ્થિતિમાં પરિક્ષા આપવા માટે બળજબરી ના કરી શકીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 12માં ધોરણનું પરિણામ ચોક્કસ સમયગાળા અંતર્ગત અને તાર્કિક આધાર પર તૈયાર કરવામાં આવશે.

CBSE સેક્રેટરીએ કહ્યું- ભયભીત ના થાઓ, ધીરજ રાખો
પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. જેમાં સૌથી મોટો સવાલ એ છે કે પરીક્ષા વગર પરિણામ કઈ પદ્ધતિથી આપવામાં આવશે. આ અંગે બુધવારના રોજ CBSEના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મુલ્યાંકન માટે સ્ટ્રક્ચરિંગ ક્રાઈટેરિયા પર કામ ચાલી રહ્યું છે, જેમાં 2 સપ્તાહનો સમય લાગી શકે છે. ત્યારપછી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે.

23 મેના રોજ મીટિંગ થઈ
આની પહેલા પરીક્ષા અંગે 23 મેના રોજ એક હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી 12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ અંગે યોગ્ય તર્ક-વિતર્કો તથા અન્ય માહિતીનું વિશ્લેષણ માગવામાં આવ્યું હતું. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ મીટિંગમાં નિશંક સિવાય રાજ્યોવા શિક્ષણ મંત્રી અને શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...