તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • On Wednesday, 92,719 Positive Patients Came Forward, More Than 2,000 Died And 1.62 Lakh Recovered; 13.54 Lakh Active Cases In The Last 15 Days

કોરોના દેશમાં:બુધવારે કોરોનાના કેસ 93 હજારની અંદર, 2 હજારથી વધુનાં મોત અને 1.62 લાખ સાજા થયા; ગત 15 દિવસમાં 13.54 લાખ એક્ટિવ કેસ ઘટ્યા

11 દિવસ પહેલા
 • કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પ્રાપ્ત થતી વેક્સિનની કિંમતોને નક્કી કરવામાં આવી છે

દેશમાં કોરોના મહામારીની ગતિ ધીમી પડી રહી છે. મંગળવારે સતત બીજા દિવસે નવા સંક્રમિતોનો આંકડો એક લાખથી ઓછા પ્રકાશમાં આવી રહ્યો છે. આ દરમિયાન 92,719 પોઝિટિવ દર્દી સામે આવ્યા અને 2,222 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન 1 લાખ 62 હજાર 280 સંક્રમિત દર્દી સાજા થયા છે.

એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યાની વાતનો ઉલ્લેખ કરવામાં આવે તો 71,792 દર્દીનો ઘટાડો નોંધાયો છે. ગત 15 દિવસમાં એક્ટિવ કેસોમાં 13 લાખ 54 હજાર 978નો ઘટાડો નોંધાયો છે. દેશમાં 24 મેના રોજ 25.81 લાખ એક્ટિવ કેસ હતા, જે ઘટીને 12.26 લાખ રહી ગયા છે.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં

 • ગત 24 કલાકમાં કુલ નવા કેસઃ 92,719
 • ગત 24 કલાકમાં કુલ સાજા થયાઃ 1.62 લાખ
 • ગત 24 કલાકમાં કુલ મોતઃ 2,222
 • અત્યારસુધી કુલ સંક્રમિતઃ 2.90 કરોડ
 • અત્યારસુધી કુલ સાજા થયાઃ 2.74 કરોડ
 • અત્યારસુધી કુલ મોતઃ 3.53 લાખ
 • સારવાર હેઠળઃ 12.26 લાખ

12 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 12 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેમાં હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડ્ડુચેરી સામેલ છે, અહીં ગત લોકડાઉન જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

20 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 20 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. અહીં પ્રતિબંધો તો છે પરંતુ છૂટછાટ સાથે, જેમાં બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

અપડેટ્સ

 • કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પ્રાપ્ત થતી વેક્સિનની કિંમતોને નક્કી કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ હોસ્પિટલોમાં કોવિશીલ્ડ સૌથી વાજબી દર પર ઉપલબ્ધ થશે, જેની કિંમત 780 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સૌથી મોંઘી કોવેક્સિન રહેશે, જે 1,410 રૂપિયામાં અપાશે. સ્પુતનિક Vની કિંમત 1,145 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
 • કોરોનાની ગતિ ઓછી થતાં 35 દિવસ પછી 9 જૂનથી બિહાર અનલોક કરવામાં આવશે. આની જાહેરાત મંગળવારે બપોરે મુખ્યમંત્રી નીતીશ કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. અનલોકનો પ્રથમ તબક્કો એક સપ્તાહનો (9-15 જૂન) હશે.

પ્રમુખ રાજ્યની સ્થિતિ
1. ગુજરાત

રાજ્યમાં મંગળવારના રોજ 695 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, 2,122 દર્દી સાજા થયા અને 11નાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધી 8.17 લાખ લોકો કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 7.93 લાખ લોકો સાજા થયો છે, તો 9,995 દર્દીનાં મોત નીપજ્યાં છે. અહીં 14,724 દર્દી હાલ સારવાર હેઠળ છે.

2. મહારાષ્ટ્ર
રાજ્યમાં મંગળવારના રોજ 10,891 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, 16,577 દર્દી સાજા થયા અને 702નાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધી 58.52 લાખ લોકો કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 55.80 લાખ લોકો સાજા થયો છે, તો 1.01 લાખ દર્દીનાં મોત નીપજ્યાં છે. અહીં 1.67 લાખ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

3. છત્તીસગઢ
રાજ્યમાં મંગળવારના રોજ 1,102 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, 2,707 દર્દી સાજા થયા અને 14નાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધી 9.82 લાખ લોકો કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 9.50 લાખ લોકો સાજા થયો છે, તો 13,257 દર્દીનાં મોત નીપજ્યાં છે. અહીં 19,471 લાખ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

4. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં મંગળવારના રોજ 705 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, 2,227 દર્દી સાજા થયા અને 92નાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી 16.99 લાખ લોકો કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 16.64 લાખ લોકો સાજા થયો છે, તો 21,425 દર્દીનાં મોત નીપજ્યાં છે. અહીં 14,067 દર્દી હાલ સારવાર હેઠળ છે.

5. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારના રોજ 529 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, 2,617 દર્દી સાજા થયા અને 32નાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી 9.47 લાખ લોકો કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 9.25 લાખ લોકો સાજા થયો છે, તો 8,719 દર્દીનાં મોત નીપજ્યાં છે. અહીં 13,624 દર્દી હાલ સારવાર હેઠળ છે.

6. મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારના રોજ 535 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, 1,376 દર્દી સાજા થયા અને 36નાં મોત નીપજ્યાં હતા. અત્યારસુધી 7.86 લાખ લોકો કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયા છે, જેમાંથી 7.69 લાખ લોકો સાજા થયો છે, તો 8,405 દર્દીનાં મોત નીપજ્યાં છે. અહીં 7,983 દર્દી હાલ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...