લંડનમાં આપેલા ભાષણને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે 'મારા ભાષણમાં એવી કોઈ વાત નથી કે જે મેં પબ્લિક રેકોર્ડથી કાઢી છે. બધું જ અલગ-અલગ જગ્યાએથી ભેગું કર્યું છે. આ આખો મામલો ડિસ્ટ્રેક્ટ કરવાનો છે. હકીકતમાં, વડાપ્રધાન અદાણીના મામલે ડરે છે. તેઓ જણાવે કે અદાણી સાથે તેમનો શું સંબંધ છે.'
રાહુલ ગાંધીએ આ બધી જ વાત પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી. સાથે જ કહ્યું હતું કે 'લંડનમાં આપેલા ભાષણના મુદ્દે સંસદમાં વિસ્તારમાં જવાબ આપીશ. હું સાંસદ છું અને સંસદ જ મારું મંચ છે.'
રાહુલે કહ્યું હતું કે 'અદાણીને શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયામાં જગ્યા મળી જાય છે. વડાપ્રધાનજી અને ઓસ્ટ્રેલિયાના PM વચ્ચે શું વાત થઈ, તેનો જવાબ PMજી નહીં આપી શકે. હું લોકસભાનો સભ્ય છું. મારી જવાબદારી સંસદમાં મારી વાત રાખવાની છે. મનં કાલે સંસદમાં જો બોલાવાની તક મળશે, તો ત્યાં હું વિસ્તારમાં આ વિષય પર પોતાની વાત રાખીશ. જોકે મને લાગે છે કે તેઓ મને સંસદમાં બોલવા નહીં દે.'
રાહુલે કહ્યું- મારું બોલવું BJPને પસંદ નથી
આની પહેલા સંસદની બહાર રાહુલે કહ્યું હતું કે 'હું લડનમાં ભારતની વિરુદ્ધ કંઈ જ બોલ્યો નથી. જો સંસદમાં મને બોલવાની તક મળશે, તો હું મારી વાત રાખીશ.' તેમણે વધુમાં કહ્યું હતું કે 'મારું બોલવું BJPને પસંદ નથી આવતું.'
આની પહેલા ગુરુવારે સવારે 11 વાગે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ બન્નેસ સદનોને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. બપોર પછી કાર્યવાહી શરૂ થવા પર એકવાર ફરી હંગામો શરૂ થતાં બન્ને જ સદનોને દિવસભર માટે સ્થગિત કરી દેવાઈ હતી.
રાહુલે સ્પીકરને મળીને સમય માગ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ ડિરલાને ગુરુવારે મળ્યા હતા. તેમણે લંડનના નિવેદન પર પોતાની વાત સંસદમાં કરવા માટે સમય માગ્યો હતો.
વાંચો રાહુલે લંડનમાં શું-શું કહ્યું હતું...
રાહુલ ગાંધીની 4 મોટી વાતો...
રિજિજૂએ કહ્યું હતું- દેશના અપમાન પર ચૂપ નહીં રહીએ
આની પહેલાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે 'જો રાહુલ ગાંધી કંઈ બોલે છે, તો તેમના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધે છે, તો આ મામલે અમે કંઈ ના કરી શકીએ. પરંતુ જો તેઓ દેશનું અપમાન કરશે, તો એક ભારતીય હોવાથી અમે ચૂપ નહીં રહીએ.' તેમણે રાહુલને આ મામલે માફી માગે તેવી પણ માગ કરી હતી.
આના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે 'આની પહેલાં પણ ઘણીવાર PM મોદીએ વિદેશ જઈને દેશની વિરુદ્ધ બોલ્યા છે. ત્યારે એવો સવાલ જ ઊભો નથી થતો કે રાહુલ પોતાના નિવેદનને લઈને માફી માગે.'
કોંગ્રેસ નેતાઓએ કહ્યું- અદાણી મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ બિનજરૂરી વાતે કરે છે
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે 'રાહુલજીએ લંડનમાં એવું તે શું કહી દીધું કે તેમણે ભારતમાં નથી કહ્યું. PM ખુદ પણ પાછલી સરકારો લઈને કહ્યું છે કે પહેલા ભારતમાં તેમને જન્મ લેવામાં શરમ આવતી હતી. શું આ દેશની ઇજ્જત કાઢી ગણાય નહીં? આ આખો મુદ્દો અદાણી મામલે સંસદીય કમિટીની રચના માટે ચર્ચાઓથી બચવા માટે છે.'
પવન ખેરાએ કહ્યું હતું કે 'જ્યારે પણ કોંગ્રેસ અદાણી મુદ્દે પાર્લિયામેન્ટ્રી કમિટી બનાવવાની માગ કરે છે, તો ધ્યાન ભટકાવવા માટે ભાજપ સત્ર સ્થગિત કરી દે છે. ભાજપને ડર છે કે ક્યાંક સદનમાં કોઈ અદાણીનું નામ ના લઈ લે.'
PM મોદીએ સિનિયર મંત્રીઓ સાથે બેઠક કરી, ખડગેના ઘરે મળ્યા વિપક્ષના નેતા
ચોથા દિવસના સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં અમુક મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, અનુરાગ ઠાકુર, કિરણ રિજિજૂ અને પ્રહ્લાદ જોશી સામેલ છે. તો, સમાન વિચારધારા ધરાવનાર વિપક્ષી દળોના નેતા મલ્લિકાર્જુન ખડગેના ઑફિસમાં મિટિંગમાં સામેલ થયા હતા.
ત્રીજા દિવસે પણ હંગામાના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત થઈ હતી
સંસદના ત્રીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસમાં ટકરાવ થયો હતો
સંસદના ત્રીજા દિવસે પણ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે રાહુલ અને અદાણી મુદ્દે ખૂબ જ ટકરાવ થયો હતો. ભાજપે જ્યાં એકવાર ફરી લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને માફી માગે તેવી માગ કરી હતી. તો કોંગ્રેસ અને વિપક્ષી દળોએ અદાણી-હિંડનબર્ગ રિપોર્ટની JPC પાસેથી તપાસની માગને લઈને હંગામો ઊભો કર્યો હતો.
અંતે હંગામાના કારણે બન્ને સદનોની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે. 2 વાગે કાર્યવાહી ફરી શરૂ થઈ હતી અને ફરી હંગામો થયો હતો. આ પછી બન્ને સદનોને ગુરુવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી.
સત્ર સ્થગિત થતાં જ વિપક્ષે ED ઑફિસની તરફ કૂચ કરી
સત્ર સ્થગિત થતાં જ બધા જ માર્ચ પર નીકળ્યા હતા, પરંતુ પોલીસે તેમને ED ઑફિસથી અઢી કિલોમીટર દૂર વિજય ચોક પર જ રોકી દીધા હતા. સાંસદ ED ઑફિસ ના જઈ શક્યા. અંદાજે 25 મિનિટ સુધી વિજય ચોક પર જ પ્રદર્શન કર્યા પછી બધા નેતા સંસદ તરફ પરત ફર્યા હતા.
ખડગે બોલ્યા- 200 સાંસદોને રોકવા માટે 2 હજાર પોલીસકર્મીઓને રાખ્યા હતા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 'સરકારે 200 સાંસદોને રોકવા માટે 2 હજાર પોલીસકર્મીઓને લગાવ્યા હતા. તેઓ વાત લોકતંત્રની કરે છે, પરંતુ અમને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા પણ રોકવામાં આવે છે. અમે તો માત્ર EDની ઑફિસ જઈને અદાણી મામલે ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન માટે ફરિયાદ ચિઠ્ઠી દેવા માગતા હતા. અમને રોકવું તે કયું લોકતંત્ર છે!'
પ્રદર્શનમાં NCP અને TMC સામેલ ના થઈ
પ્રદર્શનમાં શરદ પવારની NCP અને મમતા બેનર્જીની TMCના સાંસદ સામેલ થયા નહોતા. સંસદ જ્યારે બે વાગે ફરી શરૂ થયું તો ફરી એકવાર આ જ મુદ્દાઓ પર હંગામો શરૂ થઈ ગયો હતો. ત્યારે આ સતત ત્રીજા દિવસે રાજ્યસભા અને લોકસભા ગુરુવાર સવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.
TMCએ જણાવ્યું કોંગ્રેસની સાથે ના જવાનું કારણ
અદાણી મામલે અને ED-CBIની કાર્યવાહીને લઈને મમતા બેનર્જીની પાર્ટી TMCના સાંસદ કોંગ્રેસ અને વિપક્ષના અન્ય દળોથી અલગ પ્રદર્શન કરી રહ્યા હતા. આના પર TMC સાંસદ સુદીપ બંધોપાધ્યાયએ જણાવ્યું હતું કે સત્તા પક્ષ હોય કે મુખ્ય વિપક્ષી દળ, બન્ને એકબીજાની વિરુદ્ધ છે. બંગાળમાં કોંગ્રેસ પાર્ટી ભાજપ અને CPMની સાથે મળી ગઈ છે. એટલે જ અમે કોંગ્રેસ નેતાઓએ બોલાવેલી બેઠકમાં સામેલ થયા નહોતા.
રાહુલ વિદેશથી પરત ફર્યા, અદાણીના બહાને કેન્દ્ર પર નિશાન સાધ્યું
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં રાહુલ ગાંધીની હાજરીમાં મંગળવારે સવાલ ઉઠાવ્યો હતો. બુધવારે એવા સમાચર આવ્યા કે રાહુલ વિદેશથી પરત ફર્યા છે. થોડીવાર પછી રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને એકવાર ફરી અદાણીના બહાને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાહુલે લખ્યું હતું કે 'ભારતની મિસાઇલ અને રડાર અપગ્રેડ કોન્ટ્રેક્ટ અદાણીની માલિકીનું કંપની અને ઇલારા નામની એક સંદિગ્ધ વિદેશી સંસ્થાને આપી છે. ઇલારાને કોણ કેન્ટ્રોલ કરે છે? અજાણી વિદેશી કંપનીઓને ભારતના રણનૈતિક રક્ષા ઉપરકરણોના નિયંત્રણ દઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવ્યા છે?'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.