તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • On The Founding Day Of The BJP, Modi Said, "For The BJP, A Country Bigger Than A Party, The Emphasis Is On Benefiting Small Farmers."

મતદાન વચ્ચે મોદીનું સંબોધન:બંગાળ અને કેરળમાં પાર્ટીના કાર્યકરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવ્યો, મોદીએ કહ્યું- વિરોધીઓ સામાન્ય જનતાને ભડકાવીને દેશનું નુકશાન કરી રહ્યા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • BJPના સ્થાપના દિવસ પર વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન

4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન વચ્ચે મંગળવારે ભાજપ પોતાનો 41મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોદીએ બંગાળ અને કેરળના ચૂંટણી રાજ્યોમાં પાર્ટીના કાર્યકરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધીઓ સામાન્ય જનતાને ભડકાવીને દેશનું નુકસાન કરી રહ્યા છે.

મોદીના ભાષણની મહત્વની વાતો

અડવાણી, મુરલી મનોહર જોશીને યાદ કર્યા
વડાપ્રધાને કહ્યું કે કોઈ પણ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં કાર્યકર્તાની બે-ત્રણ પેઢીઓ તેમાં હોમાઈ ગઈ નહીં હોય. પાર્ટી આવા દરેક કાર્યકરને નમન કરે છે અને અટલ જી, શ્યામાપ્રસાદ મુખર્જી, આદરણીય અડવાણીજી, આદરણીય મુરલી મનોહર જોશી જેવા નેતાઓ દ્વારા માર્ગદર્શન મળતું રહ્યું છે. હું તેમણે નમન કરું છું.

મોદીએ કહ્યું હતું કે વ્યક્તિ કરતા મોટી પાર્ટી અને પાર્ટી કરતા મોટો દેશ, તે ભાજપની પરંપરા રહી છે. શ્યામાપ્રસાદજીના સપનાની તાકાત હતી જે આપણે કલમ 370 ને દૂર કરીને કાશ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. અટલજી એ એક મતે સરકાર પડવાના નિર્ણયને સ્વીકાર્યો હતો. આપણી પાસે રાજકીય સ્વાર્થ માટે પાર્ટીઓ તૂટી જવાની ઘણી ઘટનાઓ છે, પરંતુ દેશ માટે પાર્ટીઓનું જોડાણ જનસંઘે કરી બતાવ્યુ છે.

ગામ- ગરીબને સાથે જોડ્યા
વડાપ્રધાને વધુમાં કહ્યું હતુ કે જનસંઘથી લઈને અત્યાર સુધીમાં આ તપ અને તપસ્યા અમારા કાર્યકરો માટે મોટી પ્રેરણા છે. કોરોનાએ ગયા વર્ષે દેશની સામે મોટી સંકટ ઊભું કરી દીધું હતુ, પરંતુ તમે
તમારું સુખ દુખ ભૂલીને લોકોની સેવા કરતાં રહ્યા. જે કામ આપ ગામે-ગામ અને શહેરોમાં કરી રહ્યા હતા, એવા જ કામ અંત્યોદયની પ્રેરણાથી અમે કર્યા. આજે ભાજપ સાથે ગામ-ગરીબનો સંબંધ એટલા માટે વધી રહ્યો છે, કારણ કે આજે તે અંત્યોદયને સાકાર થતાં જોઈ રહ્યા છે.

યુવાનોને રિઝવવાના પ્રયાસ
મોદીએ કહ્યું કે એકવીસમી સદીમાં જે યુવાઓએ જન્મ લીધો છે તેઓ ભાજપની નીતિ સાથે છે. ગાંધીજી પણ કહેતા હતા કે યોજનાઓ તેવી હોવી જોઈએ કે જે સમાજની છેલ્લી લાઇનમાં ઉભેલા વ્યક્તિને પણ ફાયદો પહોંચાડે. અમે તેને અપનાવ્યો. આજે દેશમાં છેલ્લી લાઇનમાં ઉભેલા વ્યક્તિ પણ તેનો અનુભવ કરી રહ્યા છે. દેશના દરેક ગરીબની પાસે બેંકમાં ખાતું હોય, તેના ઘરમાં નળ અને વીજળી કનેક્શન હોય, દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર હોય એવી અનેક બાબતો માટે, તેમાં નાતે ભાજપની સરકાર પછી તે કેન્દ્ર હોય કે રાજ્ય, આપણે બધાએ મળીને આ લક્ષ્ય પૂર્ણ કરવાના છે.

ખેડૂતો પર પર ધ્યાન કેન્દ્રિત, નવા કૃષિ કાયદાના ગુણો ગણાવ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમારી કાર્યશૈલી છે કે કોઈની પાસેથી કંઈપણ છીનવી લેતા નથી અને તેને છીનવી લીધા વિના જ તેમના હકનું મળે તેના પર સંવેદનશીલતાપૂર્વક કામ કરીએ છીએ. આપણા દેશમાં એંસી ટકાથી ત્યાં નાના નાના ખેડુતો છે. તેની સંખ્યા દસ કરોડથી વધુ છે. અગાઉની સરકારોની પ્રાધાન્યતા આ નાના ખેડુતો નહોતી, પરંતુ અમારી સરકારે તેમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભલે પછી નવા કૃષિ કાયદા હોય, કે પાક વીમા યોજનામાં સુધારો હોય, કુદરતી યોજનામાં વળતર હોય, અથવા યુરિયાના લીમડાના કોટિંગ હોય, એવી દરેક યોજનાનો લાભ નાના ખેડૂતને મળ્યો છે.

વંશવાદનો મુદ્દો ઉઠાવ્યો
વડાપ્રધાને કહ્યું કે ભાજપના આવવાનો મતલબ છે, રાષ્ટ્ર પ્રથમ, ભાજપનું આવવાનો મતલબ છે વંશવાદ, પરિવારવાદથી મુક્તિ, ભાજપના આવવાનો અર્થ છે યોગ્યતાનો અવસર, ભાજપનો આવવાનો અર્થ છે પારદર્શિતા, ગુડ ગવર્નન્સ. અમે રાજકીય ખેંચતાણમાં વિશ્વાસ નથી કરતાં, એટલા માટે અમે સરદાર પટેલની પ્રતિમા બનાવીને ગર્વ અનુભવીએ છીએ, અમે બાબા સાહેબનું પંચતીર્થ બનાવીને તેમને સન્માન આપીએ છીએ.

ભ્રમ ફેલાવનારાથી સતર્ક રહેવા અપીલ
વિપક્ષ પર નિશાન સાધતાં વડાપ્રધાને કહ્યું હતુ કે ક્યારેક કહેવામાં આવી રહ્યું છે કે બંધારણ બદલી નાંખવામાં આવશે, અનામત છીનવી લેવામાં આવશે, નાગરિકતા છીનવી લેવામાં આવશે, ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવશે. આવું સંગઠનો દ્વારા ફેલાવવામાં આવે છે. આપણે ખૂબ જ સતર્ક રહીને દેશવાસીઓની વચ્ચે જવું પડશે. જે ભ્રમ ફેલાવનારા લોકો છે જે પોતાનો પરાજયનો સ્વીકાર ન કરવાના કારણે ડરે છે. કેટલાક એવા છે જેમની ભાજપની સાથે જન્મજાત દુશ્મની છે.

1980 માં થઈ હતી પાર્ટીની સ્થાપના

  • ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી, પરંતુ તેનો ઇતિહાસ ભારતીય જનસંઘ સાથે જોડાયેલો છે. શ્યામાપ્રસાદ મુખર્જીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર ભારતના કથિત અત્યાચાર અંગે મૌન પહેવા પર જવાહરલાલ નેહરુ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું અને 21 ઓક્ટોબર 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી.
  • 1967માં ભારતીય જનસંઘ અને દીનદયાલ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ, ઘણા રાજ્યોમાં કોંગ્રેસનો ઈજારો તૂટી ગયો અને રાજ્યોમાં કોંગ્રેસનો પરાજય મળવાનું શરૂ થયુ. ઇન્દિરા ગાંધીએ 1977માં કટોકટીનો અંત લાવીને ચૂંટણી કરવવાનો નિર્ણય લીધો તો જયપ્રકાશ નારાયણના કહેવાથી કોંગ્રેધ વિરોશ પક્ષ એકથયા અને 'જનતા પાર્ટી'ની રચના કરી. ભારતીય જન સંઘ 1 મે 1977ના રોજ જનતા પાર્ટીમાં ભળી ગયું.
  • જનતા પાર્ટીનો પ્રયોગ લાંબો ચાલ્યો નહીં. પરસ્પર સ્પર્ધા પણ વધી. એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો જનતા પાર્ટીમાં રહેશે નહીં. ત્યારબાદ 6 એપ્રિલ 1980ના રોજ નવા સંગઠન તરીકે ભારતીય જનતા પાર્ટી બની. અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા.