તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીચર્સ ડે પર ભાસ્કરનો સૌથી મોટો સર્વે:કરિયરની તૈયારીથી વધુ જરૂરી છે ચરિત્ર નિર્માણ; 18 હજારથી વધુ ટીચર અને પેરેન્ટ્સ સ્ટૂડન્ટ્સની સફળતાના મૂળમંત્ર પર એકમત

16 દિવસ પહેલા
 • કૉપી લિંક

છેલ્લું દોઢ વર્ષ આપણી સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે એક નવી કસોટી જેવું રહ્યું. માત્ર બાળકો જ નહીં, શિક્ષકો અને વાલીઓ પણ આ તબક્કામાંથી ઘણું નવું શીખ્યા છે. શિક્ષકો અને વાલીઓ માટે બાળકોની શારીરિક ફિટનેસ વધુ મહત્ત્વપૂર્ણ બની ગઇ છે. કરિયરના બદલે ચરિત્ર અને વિનમ્રતા પણ વધુ જરૂરી લાગી રહી છે. વાલીઓ શિક્ષકો પાસેથી બાળકોને સારા નાગરિક બનાવવાની અપેક્ષા રાખે છે.

1. જાણો... શિક્ષકોનો શું મત છે

 • 43.2% ટીચર્સે કહ્યું- બાળકો ઓનલાઇન સિસ્ટમ ઝડપથી શીખ્યા, વાલીઓને પણ શીખવી. આ બાબત ચકિત કરે છે. 39.3% ટીચર્સે કહ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં આશંકાઓ અને ભય સામે જાતે જ લડવાની બાળકોની ક્ષમતાએ ચોંકાવ્યા. 17.5% ટીચર્સે કહ્યું કે ઇ-લર્નિંગના પૂર્વઅનુભવ વિના બાળકોનું બહેતર પરિણામ આપવું ચોંકાવે છે.
 • 72.4% શિક્ષક ઇચ્છે છે બાળકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ, જેથી દરેક વિદ્યાર્થી દરેક સારી-ખરાબ વાત તેમની સાથે સંકોચ વિના શૅર કરે સરવેમાં જોડાયેલા 10.9% ટીચર્સે પેરન્ટ્સ સાથે દરેક વાત શૅર કરવાનું જરૂરી માન્યું. 9.2% ટીચર્સે કહ્યું કે શિક્ષક નરમ, કાળજી લેનાર હોવા જોઇએ. 7.4%એ કહ્યું કે ટીચર કડક હોવા જોઇએ.
 • 57% ટીચર્સે કહ્યું- બાળકોમાં મોબાઇલ સાથે એકલાપણું એન્જોય કરવાની વધતી પ્રવૃત્તિથી તેઓ ચિંતિત છે 20% શિક્ષકો બાળકોમાં નાની ઉંમરથી જ કરિયરની ચિંતાને ખતરનાક માને છે. 20.5%એ કહ્યું કે બાળકોમાં ધીરજનો અભાવ ચિંતિત કરે છે. 3.7%એ કહ્યું કે વધુ કમાણીને સફળતા માનવાની વૃત્તિ ખતરનાક છે.
 • 71.9% ટીચર્સે કહ્યું- તેમને સન્માન તો બહુ મળે છે પણ તેને અનુરૂપ સેલરી નથી મળતી ભાસ્કરના સરવેમાં જોડાયેલા તમામ શિક્ષકોએ માન્યું કે તેમનો સેલરી ઓછો છે. 28.1% ટીચર્સે કહ્યું કે તેમને પણ ડૉક્ટર, એન્જિનિયર કે અન્ય પ્રોફેશનલ્સની જેમ સારો સેલરી મળવો જોઇએ.
 • 35.4% ટીચર્સે કહ્યું કે શિક્ષકો માટે ચાઇલ્ડ સાઇકોલોજીનો કોર્સ ફરજિયાત હોવો જોઇએ 26.7% ટીચર્સ ઇચ્છે છે કે તજજ્ઞતાના કોર્સ દર વર્ષે કરાવવા જોઇએ. 28.5%નો મત છે કે દર બે વર્ષે ટીચર્સનો સ્કિલ ટેસ્ટ લેવાય અને તેને ઇન્સેન્ટિવ સાથે જોડવામાં આવે. 9.3% બી.એડ. માટે નેશનલ કોમન ટેસ્ટ ઇચ્છે છે.
 • 45.3% ટીચર્સે કહ્યું- બીજી તક મળે તો પણ શિક્ષક બનવાનું જ પસંદ કરશે 27.9% ટીચર્સને જો ફરી તક મળે તો તેઓ IAS બનવા ઇચ્છશે. 20% શિક્ષક ફરી વ્યવસાય પસંદ કરવાની તક મળે તો પોતાનો કોઇ વ્યવસાય કરવા ઇચ્છશે જ્યારે 6.8% ડૉક્ટર કે એન્જિનિયર બનવા ઇચ્છશે.
 • 58.9% ટીચર્સે કહ્યું- સ્કૂલનાં નબળા બાળકોને સફળ થતા જોઇને શિક્ષક તરીકે તેમને પૂર્ણતાનો અહેસાસ થાય છે 33.1% ટીચર્સે કહ્યું- સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓની નજરમાં સન્માન જોઇને તેમને શિક્ષક તરીકે પૂર્ણતાનો અહેસાસ થાય છે જ્યારે 7.9% શિક્ષકોએ કહ્યું કે સ્કૂલની પ્રગતિમાં પોતાનું યોગદાન અનુભવીને ખુશી મળે છે.

2. સમજો... વાલીઓ શું ઇચ્છે છે

 • 71.5% વાલીઓ ઇચ્છે છે કે શિક્ષકો તેમના બાળકોને એક સારા નાગરિક બનવા પ્રેરિત કરે 21.5% વાલીઓ ઇચ્છે છે કે શિક્ષક બાળકને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે. 6.1% વાલીઓ ઇચ્છે છે કે ઇતર પ્રવૃત્તિઓ ઓછી અને અભ્યાસ વધુ કરાવાય. 0.9% વાલીઓ ઇચ્છે છે કે શિક્ષક તેમના બાળક પાછળ વિશેષ ધ્યાન આપે.
 • 28.9% વાલીઓએ કહ્યું- બાળકો દોઢ વર્ષ ઘરે રહ્યા તો લાગ્યું કે તેમના માટે સાથે સમય ગાળવો ગિફ્ટથી વધુ જરૂરી છે 28%ને છેલ્લા દોઢ વર્ષમાં માલૂમ પડ્યું કે બાળકોનું આત્મનિયંત્રણ પુખ્તોથી ઓછું નથી. 27.8%એ બાળકોની ઘણી ખૂબીઓ પહેલીવાર જોઇ. 15.3%એ કહ્યું કે બાળકો દાદા-દાદી સાથે વધુ જોડાયા, જે તેમને શિક્ષકોએ શીખવ્યું હતું.
 • 61.4% વાલીઓએ કહ્યું- બાળક-શિક્ષકને રસી ન અપાય ત્યાં સુધી શાળાઓ ન ખૂલવી જોઇએ હાલની સ્થિતિમાં સ્કૂલ ખોલવાના સવાલ પર મોટા ભાગના વાલીઓ રસીકરણ પૂરું ન થાય ત્યાં સુધી શાળાઓ બંધ રાખવાની તરફેણમાં છે. જોકે, 38.6% વાલીઓ એવા પણ છે કે જેઓ શાળાઓ તત્કાળ ખૂલવી જોઇએ એવું માને છે.
 • 42.5% વાલીઓએ કહ્યું- દોઢ વર્ષમાં બાળકો પરિવારના અને વાલીઓના પડકારોને સારી રીતે સમજ્યા છે 28.1% વાલીઓએ માન્યું કે દોઢ વર્ષમાં બાળકો ફ્રેન્ડ્સને ન મળી શકવાને કારણે ચીડિયા થઇ ગયા. 19%એ કહ્યું કે બાળકોની ટેવો બદલાઇ, આરોગ્ય પ્રત્યે જાગૃત થયા. 10.4%એ કહ્યું કે બાળકોને બચતનું અને પૈસાનું મહત્ત્વ સમજાયું.
 • 92% વાલીઓએ કહ્યું- પરીક્ષા વિના બોર્ડના રિઝલ્ટ હવે જારી ન કરવા જોઇએ, સ્પર્ધાત્મક ક્ષમતા ઘટે છે મોટા ભાગના વાલીઓનો મત છે કે પરીક્ષા વિના એસેસમેન્ટનું મોડલ માત્ર કોરોનાકાળમાં ખાસ સંજોગોમાં જ બરાબર હતું. જોકે, 8% વાલીઓ માને છે કે પરીક્ષા વિના એસેસમેન્ટથી બાળકો પર પ્રેશર ઘટે છે.
 • 47.8% વાલીઓનું માનવું છે કે જીવનનું અસલ વ્યવહારુ જ્ઞાન શિક્ષક જ બાળકોને આપે છે 41% વાલીઓ માને છે કે શિક્ષકો પર બાળકોનો ભરોસો સૌથી મહત્ત્વનો અને અણમોલ છે જ્યારે 11.8%એ કહ્યું કે સ્કૂલો બંધ હોવા છતાં શિક્ષકો બાળકોને ભણાવવા ઘર સુધી આવ્યા તે બહુ મોટું સમર્પણ છે.
 • 67.5% વાલીઓ માને છે કે ગેજેટ્સની લત લાગી ગઇ હોય તેવા બાળકોને સુધારવા સેલ્ફ-ડિસિપ્લીન જ સૌથી મહત્ત્વની 18.9% વાલીઓ માને છે કે બાળકોને મર્યાદિત સમય માટે જ સ્માર્ટફોન આપવો જોઇએ. 11.9% માને છે કે 8મા ધોરણ સુધી સ્માર્ટફોન ન આપવો જોઇએ. 1.7% કહે છે કે મોબાઇલની લત છોડાવવા ડેટા પ્લાન ઘટાડી દેવો જોઇએ.
 • 41% વાલીઓએ કહ્યું- શિક્ષકો પર બાળકોનો ભરોસો સૌથી અણમોલ 25.8% શિક્ષકો ઇચ્છે છે કે તેમના વિદ્યાર્થીઓ આગળ જઇને શિક્ષક તરીકે કરિયર બનાવે

3. આ પ્રશ્નો શિક્ષકો અને વાલીઓ બંનેને પૂછાયા

 • 53.6% શિક્ષકો અને 47.9% વાલીઓએ કહ્યું કે બાળકોની સફળતા માટે ચરિત્ર, વિનમ્રતા અને એકાગ્રતાના ગુણ સૌથી જરૂરી 13.2% શિક્ષક, 21% વાલી કરિયર પર ફોકસને જરૂરી માને છે. 31% વાલીઓ, 33.2% શિક્ષકોએ કહ્યું કે બાળકોએ ઘર-સ્કૂલ, સુખ-દુ:ખ સહિત જીવનના દરેક પાસાં શીખવા જરૂરી છે.
 • 55.5% વાલીઓ અને 65.8% શિક્ષકોનો મત- સ્કૂલો ખૂલે ત્યારે ફિટનેસ સંબંધી પ્રવૃત્તિઓ વધારજો 20.8% શિક્ષકો 27.2% વાલીએ કહ્યું કે કોરોના પૂર્વેનું રૂટીન હતું. 11.3% વાલીઓ, 9.5% શિક્ષકો માને છે કે 2 પિરિયડ પછી બ્રેક હોવો જોઇએ. 4% શિક્ષક, 6% વાલીએ કહ્યું- સ્કૂલ સમય ઘટે.
 • 34.6% વાલીઓ બાળકો માટે સિવિલ સર્વિસીસને બહેતર કારકિર્દી માને છે જ્યારે 26.1% શિક્ષકો એવું ઇચ્છે છે કે બાળકો AIમાં આગળ વધે સૌથી વધુ 35% વાલીઓ હજુ પણ બાળકો માટે સિવિલ સર્વિસીસને બહેતર કારકિર્દી માને છે જ્યારે 26.1% શિક્ષકો માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં કરિયરના સારા વિકલ્પ છે. આવું વિચારતા વાલીઓ 18% છે.

બાળકો માટે કઇ કારકિર્દી બહેતર (આંકડા %માં)

 • 26.1 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
 • 25.8 શિક્ષક
 • 24.9 સિવિલ સર્વિસીસ
 • 11.1 આઇટી એન્જિનિયર
 • 4.6 ડૉક્ટર
 • 6.3 સ્પોર્ટ્સ પર્સન
 • 1.2 યુટ્યૂબર
અન્ય સમાચારો પણ છે...