• Gujarati News
  • National
  • The Mother Shouted At Vahu And Said, "I Told Her To Quit Her Job, But She Didn't Believe Me."

જવાન પુત્રનો મૃતદેહ જોઈને માતા-પિતા બેભાન:વહુને વળગીને માતાએ ચીસ પાડી, કહ્યું- નોકરી છોડીને તને આવવાનું કહ્યું હતું ને !, પરંતુ માન્યો જ નહિ

નોહરએક મહિનો પહેલા

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના શિકાર થયેલા બેન્ક-મેનેજર વિજય કુમારની લાશ શુક્રવારે લગભગ સાત વાગ્યે તેમના ગામમાં લાવવામાં આવી હતી. મૃતદેહની સાથે વિજયની પત્ની મનોજ કુમારી હતી. આખા રસ્તે તે ધીરજ રાખીને બેસી રહી હતી. જોકે મૃતદેહ જેવો ઘરે પહોંચ્યો તરત જ તેણે તેની સાસુને વળગીને ચીસ પાડી હતી. પછી તે બેભાન થઈ હતી. આ જ સ્થિતિ વિજય કુમારની માતા અને પિતાની હતી. માતા-પિતા વારંવાર બેભાન થઈ રહ્યાં હતાં.

પરિવારની સાથે વિજય કુમાર બેનીવાલ(સ્વેટરમાં). 4 મહિના પહેલા વિજયના લગ્ન થયા હતા. 1 મહિના પહેલા જ પત્નીને કાશ્મીર સાથે લઈ ગયો હતો.
પરિવારની સાથે વિજય કુમાર બેનીવાલ(સ્વેટરમાં). 4 મહિના પહેલા વિજયના લગ્ન થયા હતા. 1 મહિના પહેલા જ પત્નીને કાશ્મીર સાથે લઈ ગયો હતો.

પુત્રનો મૃતદેહ જોઈને માતા તેને ચોંટી પડી અને વારંવાર એ કહેતી દેખાઈ કે મેં તને કહ્યું હતું ને આવીજા, આપણે ઓછું કમાઈશું, જોકે તું માન્યો નહિ. તે ક્યારેક વહુને સંભાળતી તો ક્યારેક છોકરાને જોઈને પોતે બેભાન થઈ જતી હતી. ગ્રામીણો અને સંબંધીઓએ લાશ પહોંચતાં પહેલાં અંતિમસંસ્કારની પૂરી તૈયારી કરી રાખી હતી. એની થોડીવાર પછી જ અંતિમ યાત્રા શરૂ થઈ હતી અને સવારના લગભગ નવ વાગ્યે વિજય કુમારના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

પત્ની મનોજ પતિના શબને લઈને મોડી રાતે ગામમાં પહોંચી હતી. પરિવારના લોકોને જોતા જ બેભાન થઈ ગઈ.
પત્ની મનોજ પતિના શબને લઈને મોડી રાતે ગામમાં પહોંચી હતી. પરિવારના લોકોને જોતા જ બેભાન થઈ ગઈ.
મૃત્યુના પગલે ઘરમાં શોકનો માહોલ.
મૃત્યુના પગલે ઘરમાં શોકનો માહોલ.

અંતિમસંસ્કારમાં ઊમટ્યું આખું ગામ
વિજયની હત્યા પછી આખા ગામમાં રોષ છે. ગુરુવારે જ્યારે આ સમાચાર આવ્યા હતા ત્યારથી ગામમાં કોઈ જ ઘરમાં ચૂલો સળગ્યો નથી. લોકો વિજયના ઘરે આવતાજતા રહે છે, એટલે સુધી કે રાતે પણ ઘણા લોકો પોતાના ઘરે ગયા નહોતા. સવારે જેવી લાશ ગામમાં પહોંચી, આખું ગામ અંતિમ યાત્રામાં ઊમટ્યું હતું. ઉલ્લેખનીય છે કે બેન્ક-મેનેજર વિજયની ગઈકાલે આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.

સવારે લગભગ 7 વાગ્યે શબ પહોંચ્યા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
સવારે લગભગ 7 વાગ્યે શબ પહોંચ્યા પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

બે દિવસ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી
વિજય કુમારની પત્નીએ ઘરના સભ્યોને જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ અહીં એક ટીચરની હત્યા થયા પછી વિજય કુમાર પણ ચિંતિત હતા અને કહી રહ્યા હતા કે અહીં સ્થિતિ ખરાબ થઈ રહી છે. આપણે જતા રહેવું જોઈએ. અમે કંઈક નિર્ણય લઈએ એ પહેલાં જ આતંકીઓએ તેમની ગોળીમારીને હત્યા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે રોજની જેમ જ બેન્કમાં ગયા હતા. એમ કહીને ગયા હતા કે ચિંતા ન કરતા. સાંજે આવી જઈશ. દિવસ દરમિયાન પણ ઘણી વખત ફોન કરીને વાત કરતા હતા. જોકે આ ઘટનાએ બધું છીનવી લીધું.

4 મહિના પહેલા ફેબ્રુઆરીમાં જ મનોજ-વિજયના લગ્ન થયા હતા. 1 મહિના પહેલા જ તે પત્નીને કાશ્મીર લઈ ગયા હતા.
4 મહિના પહેલા ફેબ્રુઆરીમાં જ મનોજ-વિજયના લગ્ન થયા હતા. 1 મહિના પહેલા જ તે પત્નીને કાશ્મીર લઈ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...