તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજસ્થાનમાં ભીલવાડાના હનુમાનનગરમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાદળ(સીઆઈએસએફ)ની નવમી રિઝર્વ બટાલિયનમાં તહેનાત જવાને મંગળવારે સવારે એકે-47થી ખુદને ગોળી મારી આપઘાત કરી લીધો. તમિલનાડુના વતની બી. રણજિતે ગેટ નંબર-2 પર સવારે 5-30 વાગ્યે ડ્યૂટી દરમિયાન આપઘાત કર્યો. તેમના શરીર પર 4 ગોળીઓનાં નિશાન છે. સંભવત: આ ગોળીઓ રણજિતની છાતી ચીરીને નીકળી ગઈ હતી. તેની તાજેતરમાં સગાઈ થઇ હતી. 21 ફેબ્રુઆરીએ તેનાં લગ્ન થવાના હતાં. તે 14 ડિસેમ્બરે રજા પરથી ડ્યૂટીએ પાછો ફર્યો હતો. એવામાં ઘરમાં શોક છવાઈ ગયો છે.
પરિજનો સંભવત: મંગળવારે મોડી રાતે પહોંચશે એટલા માટે પોસ્ટમોર્ટમ બુધવાર સુધીમાં થશે. તેના પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે. રણજિતે ગત ડિસેમ્બરમાં જ દેવલી બટાલિયન જોઈન કરી હતી. આ કારણે કોઈ તેના વિશે વધારે જાણતું નહોતું. બટાલિયનના જવાનો પણ ઘટનાથી હતપ્રભ છે. સાથી જવાનો કહે છે કે રણજિતે તેની પરેશાની વિશે કોઈની સાથે ચર્ચા કરી નહોતી.
ઑટો મોડ હોવાથી ભૂલથી ગોળી ચાલી હોવાની શક્યતા
પોલીસ રણજિતના મૃત્યુની તપાસ દરેક એંગલથી કરી રહી છે. પહેલી નજરે મામલો આપઘાતનો મનાઈ રહ્યો છે પણ શક્ય છે કે બંદૂક ચેકિંગ દરમિયાન ચાલી ગઇ હોય. પોલીસ માની રહી છે કે એકે-47 ઑટો મોડ પર હતી તેના લીધે એકસાથે 4 ગોળીઓ ફાયર થઇ હતી.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.