તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફેસ્ટિવ સિઝનમાં ખરીદીનો માહોલ:દિવાળી પર આપણે 1.3 લાખ કરોડ રૂપિયા ખર્ચીશું, ટીવી-મોબાઇલ 30% વધુ ખરીદીશું

નવી દિલ્હી7 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • અનલૉક બાદ સૌથી મોટી ફેસ્ટિવ સિઝન, આવો રહેશે આપણો તહેવાર
  • 1 લાખ કરોડ રૂપિયાનો ઘરેલું સામાન, વાહનો અને સોનું વેચાશે
  • 30 હજાર કરોડ રૂપિયા ઘર અને જમીનની ખરીદી પાછળ ખર્ચાશે

કોરોના કાળની મંદી બાદ બજારોમાં રોનક પાછી ફરી રહી છે. ગ્રાહકો આવવા લાગ્યા છે. બજારમાં વેપાર-ધંધા કોરોના અગાઉની તુલનાએ 60 ટકા સુધી પહોંચી ચૂક્યા છે. દિવાળી સુધીમાં સ્થિતિ હજુ બહેતર થઇ જશે. કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)નો અંદાજ છે કે છેલ્લા 7 મહિનામાં લોકોએ ખર્ચમાં ભારે કાપ મૂક્યો હોવાથી દેશમાં સામાન્ય લોકો પાસે અંદાજે દોઢ લાખ કરોડ રૂ.ની બચત છે. નવરાત્રિથી દિવાળી સુધી એક મહિનામાં 1 લાખ કરોડ રૂ.ની ખરીદી થશે, જેમાં વાહન, સોનું અને ઘરેલૂ સામાન સામેલ છે. નિષ્ણાતોના કહેવા મુજબ રિયલ એસ્ટેટમાં પણ અંદાજે 30 હજાર કરોડ રૂ.ની ખરીદી થશે. કેટનો અંદાજ છે કે 31 માર્ચ, 2021 સુધીમાં બજારમાં 2 લાખ કરોડ રૂ.ની ચાલ આવશે.

2 મહિનાથી ફેક્ટરીઓમાં ડબલ ઉત્પાદન
કેટના અધ્યક્ષ બી. સી. ભરતિયા કહે છે કે છેલ્લા 7 મહિનામાં લોકોએ જરૂરી વસ્તુઓ જ ખરીદી પણ દિવાળી જેવા મોટા તહેવારમાં લોકો ખર્ચ કરશે. દિવાળીની માગને ધ્યાનમાં રાખીને 2 મહિનાથી ફેક્ટરીઓમાં ડબલ શિફ્ટમાં ઉત્પાદન ચાલી રહ્યું છે. રેડીમેડ ગારમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, કિચન, સજાવટ-ગિફ્ટ આઇટમ, ફુટવેર, કન્ફેક્શનરીની ફ્રેશ આઇટમો બજારમાં ઉપલબ્ધ હશે. મૉલ તથા ઓનલાઇન ટ્રેડિંગના પગલે તથા 3-4 મહિનાથી જે સ્ટોક ભેગો થઇ રહ્યો છે તે પણ વેપારીઓ ખાલી કરવા ઇચ્છશે.

કોસ્મેટિક આઇટ્મનું વેચાણ વધુ થાય તેવી શક્યતા
ટ્રેડર્સ ફેડરેશનના મહાસચિવ પ્ર‌વીણ ખંડેલવાલ કહે છે કે દિવાળી માટે દેશમાં કપડાંથી માંડીને જરૂરી તથા લક્ઝરી ગૂડ્સની ખરીદી કરવાની પરંપરા રહી છે. સામાન્ય રીતે તો દુર્ગા પૂજાથી જ આ ટ્રેન્ડ જોવા મળતો હતો. આ વર્ષે પણ ગ્રાહકોએ ખરીદી માટે મન બનાવવાનું શરૂ કરી દીધું છે, જેની અસર 10-15 દિવસમાં દેખાવા લાગશે. આમ પણ હવે લોકોએ કોરોના સાથે જીવતાં શીખી લીધું છે. ખરીદીની પ્રાથમિકતામાં ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, ટોસ્ટર, ઓવન, ફેશનેબલ ગેસ સ્ટવ, કટલરી સેટ પર જોર રહેશે. રેડીમેડ ગારમેન્ટ તથા ફર્નિચર ઉપરાંત પડદા, સોફા કવર, બેડશીટ સહિત સજાવટ-ગિફ્ટ આઇટમ કે જેનું 6 મહિનામાં 30 ટકા પણ વેચાણ નથી થયું પણ દિવાળી પર આ બધાની ભારે માગ રહેવાની શક્યતા છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યૂમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસો.ના મહાસચિવ જે. કે. વૈષ્ણવે કહ્યું કે દીવાળી પર કોસ્મેટિક આઇટમોનું વેચાણ વધવાની આશા છે.

ઓનલાઇન પણ બમણું ખર્ચ કરી શકે છે
ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ સાઈટ્સ પર વાર્ષિક ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આશરે 5 લાખ રજિસ્ટર્ડ વેપારીઓની 22 કરોડ પ્રોડક્ટ્સ ઓનલાઈન ખરીદી માટે ઉપલબ્ધ છે. કન્સલ્ટન્સી એજન્સી રેડશીરના સપ્ટેમ્બરમાં આવેલા રિપોર્ટ મુજબ 2020ની દિવાળીના અવસરે આશરે 51 હજાર કરોડ રૂપિયાથી વધુની ખરીદી થશે જે 2019માં દિવાળી પર થયેલી ખરીદીથી બમણી હશે.

ઈલેક્ટ્રોનિક: લોકો ઘરોમાં છે એટલા માટે માગ વધી

  • 90,000 કરોડ રૂ.ની રેવન્યૂ ઇન્કમ થશે આ વર્ષે ઈલેક્ટ્રોનિક્સથી

ઑલ ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના અધ્યક્ષ મિતેશ મોદી કહે છે કે દિવાળીમાં આ વખતે ગત વર્ષની તુલનાએ ટીવી, ટેબ, મોબાઇલ જેવી આઈટમ 20થી 30 ટકા સુધી વધુ વેચાવાની શક્યતા છે. કોરોનાનો અંત ન થવાને કારણે લોકોને લાગે છે કે આવનારા મહિનાઓમાં પણ તેમને ઘરમાં જ મનોરંજનના સાધનો સાથે રહેવું પડશે તો તે મોટા ટીવી લેવા પર ખર્ચવા પડશે.

કપડાં: હવે તહેવારો પર વેચાણ સારું રહેશે

  • 6-6.5 લાખ કરોડ રૂ.નું બજાર છે કપડાંનું.

વી માર્ટના સીએમડી લલિત અગ્રવાલે જણાવ્યું કે તમામ સંકટ છતાં ગત દિવાળીની તુલનાએ આ વખતે કપડાંનું વેચાણ 80-90 ટકા સુધી રહેશે. દિવાળીની ખરીદી પર ગામડાંના સેન્ટિમેન્ટની સારી એવી અસર રહે છે અને આ વખતે ખેડૂતોને પાકથી સારી આવક થઈ છે. તેની અસર શહેરોની ખરીદી પર જોવા મળશે. સરકાર હાલમાં એલટીસી વાઉચર સ્કીમ લાવી છે, તેની પણ અસર જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો