• Gujarati News
  • National
  • On A Fast Unto Death For Sammed Shikhar In Jaipur, The Saint Said 'We Will Continue To Sacrifice Like This'

ચાર દિવસમાં બીજા જૈન મુનિ કાળધર્મ પામ્યા:જયપુરમાં સમ્મેત શિખર માટે આમરણાંત ઉપવાસ પર હતા, સંતે કહ્યું- 'આ રીતે જ બલિદાન આપતા રહીશું'

એક મહિનો પહેલા

જૈન તીર્થસ્થળ સમ્મેત શિખર માટે બીજા એક જૈન મુનિ કાળધર્મ પામ્યા છે. ગુરુવારે મોડી રાત્રે 1 વાગ્યે મુનિ સમર્થસાગરનું અવસાન થયું છે. ચાર દિવસમાં આ બીજા સંત છે, જે કાળધર્મ પામ્યા છે. શુક્રવારે સવારે મુનિના દેહત્યાગ કર્યાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો મંદિર પહોંચ્યા.

આ પ્રસંગે જૈન સંત શશાંકસાગરે કહ્યું હતં કે જ્યાં સુધી ઝારખંડ સરકાર સમ્મેત શિખરને તીર્થસ્થળ જાહેર નહીં કરે ત્યાં સુધી મુનિ આવી રીતે જ બલિદાન આપતા રહેશે.

જયપુરના સાંગાનેર સ્થિત સંઘીજી દિગમ્બર જૈન મંદિરમાં સમર્થસાગરજી ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર હતા. સમ્મેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં આ જ મંદિરમાં જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજે 3 જાન્યુઆરીના રોજ દેહત્યાગ કર્યો હતો.

આચાર્ય સુનીલસાગર મહારાજ પ્રવાસ પર છે અને તેમના સાંનિધ્યમાં આજે સમર્થસાગરજીને જૈન વિધિ સાથે સમાધિ આપવામાં આવી.

જયપુરના સાંગાનેરના સંઘીજી દિગમ્બર જૈન મંદિરના મંત્રી સુરેશ કુમાર જૈને જણાવ્યું હતું કે જૈન મુનિ સમર્થસાગરે શુક્રવારે રાત્રે 1 વાગ્યે પોતાનો દેહ છોડ્યો.
જયપુરના સાંગાનેરના સંઘીજી દિગમ્બર જૈન મંદિરના મંત્રી સુરેશ કુમાર જૈને જણાવ્યું હતું કે જૈન મુનિ સમર્થસાગરે શુક્રવારે રાત્રે 1 વાગ્યે પોતાનો દેહ છોડ્યો.

મોડી રાતે કાળધર્મ પામ્યા
સાંગાનેરના સંઘીજી દિગમ્બર જૈન મંદિરના મંત્રી સુરેશ કુમાર જૈને જણાવ્યું હતું કે શુક્રવારે સવારે એક વાગ્યે જૈન મુનિ સમર્થસાગરે પોતાનો દેહત્યાગ કર્યો. શ્રી સમ્મેત શિખરને બચાવવા કાળધર્મ પામ્યા, જે હંમેશાં યાદ રાખવામાં આવશે.

સમર્થસાગર મહારાજ આચાર્ય સુનીલસાગર મહારાજના શિષ્ય છે. આ પહેલાં જ્યારે સુજ્ઞેયસાગર મહારાજે પોતાનો દેહત્યાગ કર્યો ત્યારે સમર્થસાગરજીએ ધર્મસભા દરમિયાન ઉપવાસનો સંકલ્પ લીધો અને ત્યારથી તેઓ ઉપવાસ પર હતા.

કેન્દ્રએ આદેશ પરત લીધો
પર્યટન સ્થળ અન ઇકો-ટૂરિઝમ એક્ટિવિટી પર કેન્દ્ર સરકારે ગુરુવારે ત્રણ વર્ષ પહેલાં જારી કરાયેલા આદેશને પાછો ખેંચી લીધો હતો, પરંતુ જયપુરમાં હજુ વિરોધપ્રદર્શન ચાલુ છે. જૈન સમાજ ભાઈઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકાર સંપૂર્ણ નિર્ણય નહીં લે ત્યાં સુધી વિરોધ શરૂ રહેશે.

72 વર્ષના સુજ્ઞેયસાગર મહારાજ 25મી ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ પર હતા. 3 જાન્યુઆરીએ તેમણે દેહ છોડ્યો.
72 વર્ષના સુજ્ઞેયસાગર મહારાજ 25મી ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ પર હતા. 3 જાન્યુઆરીએ તેમણે દેહ છોડ્યો.

જૈન સમાજ માટે પણ બોર્ડ બનાવે ગેહલોત- આચાર્ય શશાંકસાગર
આચાર્ય શશાંકસાગર મહારાજે કહ્યું હતું કે જયપુરના બે મુનિએ સમ્મેત શિખર બચાવવા કાળધર્મ પામ્યા છે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે અહીં આવીને સમર્થન આપવું જોઈએ. જૈન સમાજ માટે પણ બોર્ડ બનાવવું જોઈએ. જેથી સમાજની વાત સરકાર સુધી પહોંચે. જૈન સમાજની આ માગ પર કોંગ્રેસ નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજે કહ્યું હતું કે CM ગેહલોત રાષ્ટ્રપતિ સાથે ઈવેન્ટમાં હાલ જયપુરથી બહાર છે. તેઓ પરત ફરશે ત્યારે જૈન સમાજની વાત તેમના સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશ.

અન્ય સમાચારો પણ છે...