નવી આશા:ઓમિક્રોનથી એન્ટિબોડી જલદી બની રહી છે, દર્દીઓ જલદી સાજા થાય છે

નવી દિલ્હી, મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાનો સૌથી ચેપી ઓમિક્રોન વેરિયન્ટ દ.આફ્રિકાથી 127 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. રાહતની વાત એ છે કે આફ્રિકામાં રોજ મળનારા કોરોનાના દર્દી 50% સુધી ઘટી ગયા છે. ઓમિક્રોનની લહેર એક મહિનામાં જ ધીમી પડી ચૂકી છે. ત્યાંના વૈજ્ઞાનિકોએ એક નવો અભ્યાસ દુનિયા સમક્ષ મૂક્યો છે જે બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે.

તેના પરિણામો આશા જગાવે તેવા છે. જે અનુસાર ઓમિક્રોનના ચેપગ્રસ્તોમાં વાઈરસની એન્ટ્રીના તત્કાળ બાદ એન્ટીબોડી બનવા માંડે છે જે દર્દીને ગંભીર રીતે બીમાર પડવા નથી દેતી.

આ જ કારણ છે કે ફક્ત 1%ને વિશેષ દવાની જરૂર પડી હતી. આ અભ્યાસ પર દિલ્હીમાં આવેલા સફદલજલ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિકલ વિભાગના અધ્યક્ષ પ્રો. જુગલ િકશોરે કહ્યું કે રાહતની વાત એ છે કે ઓમિક્રોન પછી ટી-સેલમાં એન્ટીબોડી બની રહી છે. પણ આપણે બેદરકાર ન રહેવું જોઈએ. ઓમિક્રોન મ્યુટેટ થઈ રહ્યો છે. ભવિષ્યમાં એક એવું રૂપ રહેશે તે અત્યારે કહી શકાય તેમ નથી.

પ્રતિબંધો વચ્ચે આવ્યું નવું વર્ષ, દેશમાં ઓમિક્રોનથી બીજું મોત, કેસ પણ વધ્યા
​​​​​​​
કોરોના અને ઓમિક્રોનના કેસોના વધારા વચ્ચે કેટલાયે રાજ્યોએ જાહેર સ્થળો પર ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવ્યા છે. એટલે લોકોએ ઘરમાં જ નવા વર્ષને વધાવવું પડ્યું. મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડ લાઈન બહાર પાડી છે. જે અનુસાર રાજ્યમાં બંધ અથવા ખૂલ્લી જગ્યામાં 50થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લગાવ્યા છે. મુંબઈ પોલીસે શુક્રવારથી 15 જાન્યુઆરી સુધી સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરી છે. જે અંતર્ગત બીચ ઉપર જવા પર, મેદાન પાર્ક જેવી સાર્વજનિક સ્થળોમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધા છે. કેન્દ્ર ​​​​​​​સરકારે શુક્રવારે જણાવ્યું કે 24 કલાકમાં કોરોનાના 16764 નવા કેસો મળ્યા. બીજી તરફ શુક્રવાર સુધી ઓમિક્રોનના કેસ વધીને 1319 થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોનથી બીજું મોત નોંધાયું છે. રાજસ્થાનના ઉદેપુરમાં 73 વર્ષના વૃદ્ધ હાઈપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતા હતા. 21 ડિસેમ્બરે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ 25મી તે ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનેશ ખરાદીએ જણાવ્યું કે તેમનું મૃત્યુ શુક્રવારે થયું.

કેન્દ્રની સલાહ: તમને તાવ અને ખાંસી હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવો

  • ​​​​​​​દેશમાં કોરોનાના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સલાહ આપી છે કે આમાથી કોઈપણ લક્ષણ હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવો.
  • ખાંસી સાથે અથવા ખાંસી વગર તાવ, માથાનો દુખાવો, ગળામાં ખરાસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીર તૂટવું, સ્વાદ અથવા ગંદ ન આવવી, થાક અને ડાયરિયા.
  • ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી હોમ આઈસોલેશનમાં રહો. કોઈના પણ સંપર્કમાં આવવાનું ટાળો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...