• Gujarati News
  • National
  • Omicron Coronavirus Variant Outbreak India LIVE Updates | Mumbai Delhi Bhopal Indore Kerala Rajasthan Haryana, Reported Cases And Deaths By State Wise Today 19 Dec

કોરોના દેશ-દુનિયામાં LIVE:દિલ્હીમાં છ મહિના બાદ સંક્રમણના સૌથી વધુ 107 નવા કેસ સામે આવ્યા,4 રાજ્યોમાં ઓમિક્રોનના 30 નવા સંક્રમિત નોંધાયા

એક મહિનો પહેલા

રાજધાનીમાં કોરોનાના નવા કેસમાં છેલ્લા 24 કલાકમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. રવિવારે છ મહિના બાદ 100 કરતાં વધારે કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ વિભાગના જણાવ્યા પ્રમાણે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 107 નવા કેસ સામે આવ્યા છે. આ અગાઉ શનિવારે 86 કેસ મળ્યા હતા.

દેશના 4 રાજ્યમાં ઓમિક્રોનના કુલ 30 નવા કેસ નોંધાયા
​​​​​​​
દેશના 4 રાજ્યોમાં શનિવારે ઓમિક્રોનના કુલ 30 નવા કેસ નોંધાયા. તેમાં મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 6, કેરળમાં 4 અને તેલંગાણામાં 12 ઓમિક્રોન સંક્રમિત નોંધાયા છે. જોકે ત્યાં અત્યારે 3 લોકોના રિપોર્ટ પેન્ડિગ છે. દેશમાં હવે ઓમિક્રોનના દર્દીની સંખ્યા 143 થઈ ગઈ છે.

દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત હાલ મહારાષ્ટ્રમાં છે, ત્યાં ઓમિક્રોનના 48 કેસ નોંધાયા છે. મુંબઈમાં આજે ફરી 4, સતારામાં 3 અને નાગપુરમાં 1 કેસ નોંધાયાની પુષ્ટિ થઈ છે. કર્ણાટકમાં મળેલા 6 સંક્રમિતો દક્ષિણ કન્નડ જિલ્લાની બે મેડિકલ સંસ્થાઓમાં નોંધાયા છે.

અન્ય મુખ્ય અપડેટ્સ
બ્રિટનમાં ઓમિક્રોનના આશરે 25 હજાર નવા દર્દી મળ્યાં
કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન બ્રિટનમાં ઝડપથી વધી રહ્યો છે. અહીં અત્યાર સુધી 24,968 કેસ મળ્યાં છે. વળી, તેનાથી સંક્રમિત 7 લોકોનું મોત પણ થયું છે. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ શનિવારે જણાવ્યું કે 17 ડિસેમ્બરે 24 કલાકમાં જ કુલ 10 હજાર નવા દર્દીઓ નોંધાયા છે. તેનાથી સમજી શકાય છે કે નવો વેરિયન્ટ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. હોસ્પિટલમાં અત્યારે નવા વેરિયન્ટના 85 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...