• Gujarati News
  • National
  • Omicron Coronavirus Variant Outbreak India And World LIVE Updates Mumbai Delhi Bhopal Indore Kerala Rajasthan Haryana UK US EU Reported Cases And Deaths

કોરોના દેશ-દુનિયામાં LIVE:દેશમાં ટૂંક સમયમાં જ નાકથી આપવામાં આવશે કોવિડ-19ની વેક્સિન, ભારત બાયોટેકે ત્રીજા ફેઝના ક્લીનિકલ ટ્રાયલ માટે DGCIને આવેદન આપ્યું

એક મહિનો પહેલા
  • રાજ્યસભામાં મનસુખ માંડવિયાએ કહ્યું- ઓમિક્રોન વેરિયન્ટનો સામનો કરવા માટે સરકાર તૈયાર, દરેક સ્થિતિનો સામનો કરવા પુરતી વ્યવસ્થા

ભારત બાયોટેકે પોતાના ઈન્ટ્રાનેઝલ કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ના ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ માટે આવેદન આપ્યું છે, જે કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિન લીધી હોય તેને આપી શકાય છે. આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે. ઈન્ટ્રાનેઝનલ વેક્સિન નાકથી અપાતી વેક્સિન છે જે ઈમ્યુન રિસ્પોન્સ પેદા કરીને વાયરસને શરીરની અંદર પ્રવેશ કરવાથી રોકે છે.

ભારત બાયોટેકે દલીલ કરી છે ઈન્ટ્રાનેઝનલ વેક્સિનને બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે. સાથે જ ટ્રાંસલેશન રોકવામાં અસરકારક છે. તેઓએ દાવો કર્યો છે કે ઈન્ટરનેશનલ વેક્સિન કોરોનાના ટ્રાંસમિશનને રોકવામાં સફળ છે. ગત મહિને ભારત બાયોટેકના અધ્યક્ષે કૃષ્ણા એલ્લાએ નાકથી આપવા આવતી વેક્સિનના મહત્વ પર જોર આપ્યું હતું. તેના મહત્વ અંગે તેમને જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ આવી વેક્સિન ઈચ્છે છે જે સંક્રમણ રોકવા માટે અસરકારક પદ્ધતિ હોય. દરેક લોકો ઈમ્યૂનોલોજીની ભાળ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે અને સૌભાગ્યથી ભારત બાયોટેકે તેની ભાળ મેળવી લીધી છે.

ઓમિક્રોન વેરિયન્ટનો સામનો કરવા માટે તૈયાર: મનસુખ માંડવિયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે રાજ્યસભામાં કહ્યું કે ભારત કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો સામનો કરવા માટે તૈયાર છે. આગામી બે મહિનામાં વેક્સિનની ઉત્પાદન ક્ષમતા 45 કરોડ પ્રતિ માસ થવાની આશા છે. તેમને વધુમાં કહ્યું કે કોઈ પણ સંકટનો સામનો કરવા માટે દવાઓ અને ઓક્સિજનનો બફર સ્ટોક કરાયો છે અને રાજ્યોને 48 હજાર વેન્ટિલેટર આપવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાયરસની મહામારીની સ્થિતિ અંગે જાણકારી આપતા માંડવિયાએ કહ્યું કે દેશવ્યાપી વેક્સિન અભિયાન અંતર્ગત 88 ટકા વસતિને પહેલો ડોઝ અને 59 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે દેસમાં અત્યાર સુધીમે સંક્રમણના 161 કેસની પુષ્ટિ થઈ છે. તેમને વધુમાં કહ્યું કે કેન્દ્ર તેનો સામનો કરવા માટે જરૂરી તમામ પગલાંઓ ઉઠાવી રહ્યાં છે.

દેશમાં કોરોના વાયરસની મહામારીની સ્થિતિ અંગે જાણકારી આપતા માંડવિયાએ કહ્યું કે દેશવ્યાપી વેક્સિન અભિયાન અંતર્ગત 88 ટકા વસતિને પહેલો ડોઝ અને 59 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે
દેશમાં કોરોના વાયરસની મહામારીની સ્થિતિ અંગે જાણકારી આપતા માંડવિયાએ કહ્યું કે દેશવ્યાપી વેક્સિન અભિયાન અંતર્ગત 88 ટકા વસતિને પહેલો ડોઝ અને 59 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે

વિશેષજ્ઞો અને રાજ્યો સાથે સતત સંપર્કમાં કેન્દ્ર સરકાર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
રાજ્યસભામાં દેશમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસને લઈને સંસદમાં ચાલતી ચર્ચા દરમિયાન માંડવિયાએ કહ્યું કે WHOએ આ વેરિયન્ટને ચિંતાજનક જાહેર કર્યો છે અને સરકાર સતત સ્થિતિ પર ધ્યાન આપી રહ્યાં છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ વેરિયન્ટની અસરને જાણવા માટે સતત વિશેષજ્ઞો અને તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર સાથે સંપર્કમાં છે.

દિલ્હીમાં છ મહિના બાદ એક જ દિવસમાં સૌથી વધુ કેસ મળ્યા
દિલ્હીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તમામ પોઝિટિવ કેસને જીનોમ સિક્વન્સિંગમાટે લેબમાં મોકલાશે. દિલ્હીમાં રવિવારે 107 કોરોના કેસ નોંધાયા છે. અહીં છ મહિનામાં પહેલીવાર એક દિવસમાં સૌથી વધારે કેસ મળ્યા છે. આ પહેલાં દિલ્હીમાં 25 જૂને 115 કેસ નોંધાયા હતા, જે એક દિવસના સૌથી વધારે હતા. દિલ્હીમાં રવિવારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 0.17 ટકા રહ્યો, જે છ મહિનામાં સૌથી વધારે છે. નવેમ્બરના અંત સુધીમાં દિલ્હીમાં રોજના અંદાજે 30-40 કેસ નોંધાયા છે, જોકે છેલ્લાં એક સપ્તાહમાં અહીં કેસ અને પોઝિટિવ રેટ બંને વધી રહ્યા છે.

કેજરીવાલે કહ્યું- કેન્દ્ર બૂસ્ટર ડોઝની પરવાનગી આપે
દિલ્હીમાં ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે સોમવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. ત્યાર પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઓમિક્રોન સામે લડવા માટે દિલ્હી સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારને બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હીમાં જેટલા પણ કોરોનાના કેસ નોંધાશે એ બધા જીનોમ સિક્વન્સિંગ માટે લેબમાં મોકલાશે, જેથી ઓમિક્રોનના કેસની સ્થિતિ વિશે જાણી શકાય. દિલ્હીના લોકોને મફત રાશન વિતરણ યોજનાને છ મહિના લંબાવાઈ છે. દિલ્હીના લોકોને 31 મે 2022 સુધી મફત રાશન અપાશે.

કેરળમાં ઓમિક્રોનના 4 અને દિલ્હીમાં 2 નવા કેસ મળ્યા, હવે દેશનાં 12 રાજ્યમાં કુલ 161 કેસ
દિલ્હીમાં ઓમિક્રોનના વધુ 2 અને કેરળમાં 4 નવા કેસ મળ્યા છે. કેરળમાં હવે કુલ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 15 થઈ ગઈ છે, જ્યારે દિલ્હીમાં ઓમિક્રોનના કુલ સંક્રમિતોની સંખ્યા 24 થઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે દિલ્હીમાં 12 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 12 લોકોની સારવાર ચાલી રહી છે.

દેશમાં રવિવારે ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે. એમાંથી મહારાષ્ટ્રમાં 6 અને ગુજરાતમાં 4 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 4 કેસ મુંબઈ એરપોર્ટ પર તપાસ કરતાં મળ્યા છે, જ્યારે પુણે અને પિમ્પરી ચિંચવાડમાં એક-એક ઓમિક્રોન પ્રોઝિટિવ કેસ નોંધાયો છે. દેશમાં અત્યારસુધી કુલ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 161 થઈ ગઈ છે.

અપડેટ્સ...

ભારતમાં 6,563 નવા કોવિડ કેસ મળ્યા
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,563 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 8,077 લોકો રિકવર થયા છે અને 132 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધી 3.47 કરોડથી વધારે કેસ મળ્યા છે. હાલ સક્રિય કેસની સંખ્યા 82,267 થઈ છે અને 3.41 કરોડ લોકો રિકવર થયા છે. 4.77 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે અત્યારસુધી 1.37 અબજથી વધારે લોકો વેક્સિન લઈ ચૂક્યા છે.

દેશમાં 19 મહિનામાં પહેલીવાર એક સપ્તાહમાં 50 હજાર કરતાં ઓછા કેસ
ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે પૂરા થયેલા સપ્તાહ (ડિસેમ્બર 13-19)માં દેશમાં 49 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. આ 19 મહિનામાં પહેલીવાર છે જ્યારે કોઈ સપ્તાહમાં 50 હજાર કરતાં ઓછા કેસ નોંધાયા છે. એના ગયા સપ્તાહમાં 12.3 ટકા વધારે એટલે કે 55,824 કેસ નોંધાયા હતા.

બ્રિટનમાં એક દિવસમાં રેકોર્ડ 12 હજાર કેસ નોંધાયા
રવિવારે બ્રિટનમાં એક દિવસમાં ઓમિક્રોનના રેકોર્ડ 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. બ્રિટનમાં હવે ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 37,101 થઈ ગઈ છે. UK હેલ્થ સિક્યોરિટી એજન્સીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે એક દિવસમાં ઓમિક્રોનના 12,133 કેસ નોંધાયા છે. બ્રિટનમાં ઓમિક્રોનની સાથે સાથે ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા પણ વધી છે. 17 તારીખે કોરોનાના 93,045 કેસ નોંધાયા છે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે ડેલ્ટા અને ઓમિક્રોન મળીને સુપર વેરિયન્ટ પણ બની શકે છે.

બીજી બાજુ, બ્રિટનના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રવિવારે કહ્યું હતું કે અમે એ વાતની ગેરંટી ના લઈ શકીએ કે ક્રિસમસમાં લોકડાઉન લગાવવામાં નહીં આવે. ઓમિક્રોન અને કોરોના સાથે જોડાયેલી દરેક વાત પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ વિશે હાલ ગેરંટી આપીને કશું કહી શકાય એમ નથી.

અન્ય સમાચારો પણ છે...