તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Omar Abdullah Said The Demand For Re enactment Of Article 370 Was Foolish; There Is No Such Hope From The Present Government

જમ્મુ-કાશ્મીરના મુદ્દે નથી મળી રહ્યા સૂર:ઓમર અબ્દુલ્લાએ કહ્યું- આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માગ મૂર્ખતાપૂર્ણ; હાલની સરકાર પાસેથી આવી કોઈ આશા નથી

શ્રીનગર3 મહિનો પહેલા
  • 24 જૂને કાશ્મીરના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે 3 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી
  • બેઠક બાદ ઓમર અબ્દુલ્લાએ સીમાંકનના મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માગ મૂર્ખતાપૂર્ણ છે. જમ્મુ-કાશ્મીરના 14 વરિષ્ઠ નેતાઓની સાથે વડાપ્રધાન મોદીની મીટિંગના એક દિવસ બાદ ઈન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતાં ઓમરે કહ્યું હતું કે ભાજપને આર્ટિકલ-370ના પોતાના રાજકીય એજન્ડાને પૂરા કરવામાં 70 વર્ષ લાગી ગયાં. અમારો સંઘર્ષ તો હજુ શરૂ થયો છે.

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષે કહ્યું હતું કે અમે લોકોને એમ કહીને મૂર્ખ નથી બનાવવા માગતા કે અમે આ મીટિંગ્સની મદદથી 370 પરત લાવીશું. આ આશા રાખવી જ મૂર્ખામીભરી છે. હાલની સરકાર દ્વારા કલમ-370ને ફરી લાગુ કરવાના કોઈ જ સંકેત મળ્યા નથી.

મીટિંગ દરમિયાન ઓમરે કંઈ જ ન કહ્યું
24 જૂને PM મોદીની સાથે ત્રણ કલાકથી વધુ ચાલેલી બેઠકમાં ઓમર તે પાંચ લોકોમાંથી એક હતા, જેમણે મીટિંગ દરમિયાન એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. તેમના સિવાય નિર્મલ સિંહ, તારા ચંદ, ગુલામ-એ-મીર અને રવીન્દ્ર રૈના પણ મીટિંગમાં શાંત જ રહ્યા હતા. ઓમરે મીટિંગને એક શરૂઆત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ પહેલું પગલું છે અને એવો વિશ્વાસ છે પુનર્નિર્માણ માટે આ બેઠક એક પુલ જેવું કામ કરશે.

મોદીએ વિધાનસભા ચૂંટણી મુદ્દે પણ વાત કરી
તેમણે જણાવ્યું હતું કે 'મીટિંગમાં વડાપ્રધાને પોતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી, સીમાંકન પ્રક્રિયા ઝડપી બનાવવા, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર અને એને રાજ્યનો દરજ્જો આપવા અંગે વાત કરી.' તેમણે કહ્યું હતું કે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પછી આ બેઠક કરવા માટે ઘણા જ ઉત્સુક હતા, કેમ કે આ ગત વર્ષે કોરોનાની શરૂઆત પછી તેમની સૌથી મોટી બેઠક હતી.

સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ-370 માટે લડી રહ્યા છે
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નેશનલ કોન્ફરન્સમાં આર્ટિકલ-370ને ફરી લાગુ કરવાની માગને તમે છોડી દીધી છે? અબ્દુલ્લાએ કહ્યું હતું કે મીટિંગમાં એને નહીં રાખવાનો અર્થ એ નથી કે અમે એને છોડી દીધો છે. અમે આ મુદ્દાને કાયદાકીય, શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે આગળ લઈ જઈશું. અમે પૂરા પ્લાનિંગની સાથે આગળ વધી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટની મદદથી અમે આ લડાઈને જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહમાંથી કોઈએ પણ વાતચીત માટે શરત નથી રાખી, તેથી અમારે અમારી એકપણ માગ સરેન્ડર નથી કરવી પડી. અમે જે કંઈ કહ્યું હતું કે માગ્યું એના માટે તેમણે અમારી ઝાટકણી કાઢી નથી.

આર્ટિકલ-370 પર વધુ શું બોલ્યા ઓમર

  • 5 ઓગસ્ટ 2019 પછી કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરને મુખ્ય ધારાની રાજકીય પક્ષો વચ્ચે કોમ્યુનિકેશન સંપૂર્ણપણે તૂટી ગયું. એનાથી અમને અમારો પક્ષ રાખવાની તક ન મળી.
  • અમારા બે મૂળ ઉદ્દેશ હતા, પહેલો- ભારત સરકારને એવું સમજાવવાનું કે તેમના મનમાં શું હતું અને આગળના રોડ મેપનો વિચાર. બીજો- અમે પણ અમારી વાત રાખવા માગતા હતા.
  • NC અને PDPએ મોદી અને શાહને જે કંઈપણ કહ્યું એનો કોઈ જ અર્થ ન હતો. અમારા બધાનો એક જ વિચાર હતો કે સરકારે જે પણ કર્યું એ ખોટું હતું અને અહીંના લોકો એનાથી નાખુશ હતા.
અન્ય સમાચારો પણ છે...