• Gujarati News
  • National
  • Olympian Sushil Kumar Beats Sagar With Hockey With Friends, Shoots Video For Dominance In Wrestling Circuit

રેસલર સાગર મર્ડર કેસ:રેશલર સુશીલ સહિત અત્યારસુધી 8 લોકોની ધરપકડ, છત્રસાલ સ્ટેડિયમમાં સાગરને હોકીથી માર મારતો વીડિયો વાઇરલ

નવી દિલ્હી6 મહિનો પહેલા
વ્હાઈટ ટી-શર્ટમાં ઓલિમ્પિયન સુશીલ કુમાર મિત્રોની સાથે હોકી સ્ટીકથી સાગરને માર મારી રહ્યો છે.
  • રેસલર સુશીલ કુમારે કુશ્તી સર્કિટમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે વીડિયો શૂટ કરાવ્યો હતો

છત્રસાલ સ્ટેડિયમમાં જૂનિયર નેશનલ પહેલવાન સાગરની હત્યાના આરોપમાં જેલમાં બંધ બે વખત ઓલ્મિપિક મેડલિસ્ટ સુશીલ કુમારની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં જોવા મળી શકે છે કે ઓલિમ્પિયન સુશીલ કુમાર મિત્રોની સાથે હોકી સ્ટીકથી સાગરને માર મારી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ વીડિયો ઘટનાવાળા દિવસે સુશીલ કુમારે પોતે પોતાના મિત્રના મોબાઈલ વડે શૂટ કરાવ્યો હતો, કે જેથી કુશ્તી સર્કિટમાં પોતાનો ખૌફ યથાવત રહે. તસવીરોમાં ઘાયલ પહેલવાન 23 વર્ષના સાગર ધનખડને જમીન પર પડેલો જોઈ શકાય છે. આરોપી સુશીલ કુમાર અને ત્રણ અન્યએ તેને ઘેરી લીધા છે. તમામના હાથમાં હોકી સ્ટીક પણ છે.

સુશીલના ભાગીદારે વીડિયો ઉતાર્યો
આરોપી સુશીલ કુમાર અને અન્ય 3 લોકોએ તેને ઘેરી લીધો છે. દરેકના હાથમાં હોકી સ્ટિક હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ખુદ સુશીલના ભાગીદાર પ્રિન્સ દલાલે બનાવ્યો હતો. તેની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત સુશીલ અને તેના PA અજય સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સુશીલના અન્ય સાથીદાર રોહિત કરોરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 4 આરોપી નીરજ બવાના ગેંગ અને કાલા-આસોદા ગેંગના સભ્યો છે.

પોલીસે ઘટનાસ્થળેથી 5 ગાડીઓ ઉપરાંત એક લોડેડ ડબલ બેરલ ગન અને 3 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી 5 ગાડીઓ ઉપરાંત એક લોડેડ ડબલ બેરલ ગન અને 3 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.

શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા મુજબ, 4 મેની રાત્રે 1.15થી 1.30 વચ્ચે છત્રસાલ સ્ટેડિયમના પાર્કિગ એરિયામાં પહેલવાનના બે જૂથોમાં અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું. જેમાં 5 પહેલવાન ઘાયલ થઈ ગયા. જેમાં સાગર (23), સોનૂ (37), અમિત કુમાર (27) અને 2 અન્ય પહેલવાન સામેલ હતા. સાગરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો. જણાવવામાં આવે છે કે આ ઝઘડો પ્રોપર્ટી વિવાદને લઈને થયો હતો.

સુશીલ અને તેમના સાથીની 23 મેનાં રોજ દિલ્હી પોલીસે મુંડકાથી ધરપકડ કરી હતી.
સુશીલ અને તેમના સાથીની 23 મેનાં રોજ દિલ્હી પોલીસે મુંડકાથી ધરપકડ કરી હતી.

સારવાર દરમિયાન સાગરનું મોત નીપજ્યું હતું
હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાગરનું મોત નીપજ્યું હતું. તે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંપત્તિના વિવાદને લઈને ઝઘડો થયો હતો. સાગર અને તેનો મિત્ર જે ઘરમાં રહેતા હતા ત્યારે સુશીલ તેને ખાલી કરવા માટે દબાણ કરી રહ્યો હતો.

ઘટનાસ્થળ પરથી ડબલ બેરલ ગન અને કારતૂસ મળ્યાં
પોલીસે ઘટનાસ્થળેથી એક લોડેડ ડબલ બેરલ ગન અને 3 જીવંત કારતૂસ ઉપરાંત 5 વાહનો કબજે કર્યાં હતાં. દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેઓ સુશીલ કુમારની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે, કારણ કે તેના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ પછી પોલીસે સુશીલ અને અન્ય આરોપીઓની શોધમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.

સામે આવી રહ્યા ન હતા આરોપી
લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ પણ સુશીલ આ મામલે પોલીસને સહકાર આપવા આગળ આવ્યો ન હતો. આ કારણોસર, તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, દિલ્હી પોલીસે ફરાર સુશીલ અને તેના PA અજય પર ઈનામની પણ જાહેરાત કરી હતી.

સુશીલ પર એક લાખ તો તેમના સહયોગી અજય પર 50 હજારનું ઈનામ પણ જાહેર કરાયું હતું
લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ પણ સુશીલ આ મામલે પોલીસનો સાથ આપવા માટે સામે ન આવ્યો. આ કારણે તેના વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં દિલ્હી પોલીસે સુશીલ પર 1 લાખ રૂપિયા અને તેના PA અજય વિરૂદ્ધ 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. હાલ બંને પોલીસની પકડમાં છે.