તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 8 year old Karim Accidentally Crossed The Indian Border; BSF Saw At 5 Pm, Held A Flag Meeting At 7 Pm And Handed Over The Crop To Rangers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય સેનાની દરિયાદિલી:8 વર્ષનો કરીમ ભૂલથી ભારતીય સીમામાં આવી ગયો ; BSFએ સાંજે 5 વાગે જોયો, 7 વાગે ફ્લેગ મીટિંગ યોજીને પાક રેન્જર્સને પરત સોંપી દીધો

બાડમેર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરહદ પર ફરજ બજાવી રહેલા ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળોના વિચારોમાં કેટલું મોટું અંતર છે તે આ ઘટના પરથી અંદાજ લગાવી શકાય છે. ભૂલથી ભારતીય સીમામાં આવી ગયેલા 8 વર્ષના પાકિસ્તાની બાળક કરીમને BSF (સીમા સુરક્ષા દળ)એ ભોજન આપ્યું અને સાંજ સુધીમાં જ પાકિસ્તાનમાં પરત મોકલી આપ્યો હતો. બીજી બાજુ કેટલાક મહિના અગાઉ ભૂલથી સીમા પાર કરી પાકિસ્તાન જતા રહેલા એક યુવકને પાકિસ્તાની સેનાએ જેલમાં ધકેલી દીધો છે. પાકિસ્તાનના આ અયોગ્ય વલણને લીધે આ યુવકને પરત લાવવામાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

ભૂલથી ભારતીય સીમામાં આવી ગયેલા પાકિસ્તાની બાળક કરીમ પરત ફરતી વખતે પાછળ વળીને BSFના જવાનો તરફ જોઈ રહ્યો છે
ભૂલથી ભારતીય સીમામાં આવી ગયેલા પાકિસ્તાની બાળક કરીમ પરત ફરતી વખતે પાછળ વળીને BSFના જવાનો તરફ જોઈ રહ્યો છે

બાડમેરમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સીમા પર શુક્રવારે સાંજે 5 વાગે પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ભારતીય સીમામાં રડી રહેલું એક બાળક જોયું હતું. 8 વર્ષના આ બાળકનું નામ કરીમ હતું અને તે બકરીઓ ચરાવતા- ચરાવતા માર્ગ ભૂલી ગયો હતો,જેથી તે ખૂબ જ ગભરાઈ ગયો હતો. ભારતીય જવાનોએ આ બાળકને છાનું રાખ્યું અને ચોકી પર લઈ જઈ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. 8 વર્ષનો કરીમ પાકિસ્તાનના થરપારકર જિલ્લાના નાગરપારકર તાલુકાનો રહેવાસી હતો. તેના પિતાનું નામ દમન ખાન હતુ.

બાદમાં BSFના અધિકારીઓએ પાકિસ્તાની રેન્જર્સને આ અંગે માહિતી આપી સાંજે સાત વાગે ફ્લેગ મીટિંગ યોજી. આ મીટિંગમાં કરીમને પાકિસ્તાની રેન્જર્સને સોંપણી કરી હતી. અહીંથી જતી વખતે કરીમ ખૂબ ખુશ હતો.

6 મહિનાથી ગેમારામની રાહ જોવામાં આવી રહી છે
બાડમેર જિલ્લાના બીજરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સજ્જન કા પાર ગામના રહેવાસી યુવક ગેમારામ 5 નવેમ્બરની રાત્રે તારબંદી પાર કરી પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં જતા જ તેની 6 નવેમ્બરના રોજ ત્યાના રેન્જર્સે ધરપકડ કરી હતી. પાકિસ્તાની રેન્જર્સે આ અંગે BSFને કોઈ જ જાણકારી આપી ન હતી. કેટલાક દિવસ સુધી તપાસ કરવા છતાં યુવક મળ્યો ન હતો.

બાદમાં BSFએ પાકિસ્તાની રેન્જર્સને પૂછતા જાણવા મળ્યું હતું કે તે ગેમારામ પાકિસ્તાની અટક હેઠળ છે. તેને પાકિસ્તાનની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ગેમારામના પરિવાર તેની રાહ જુએ છે. બાડમેર-જેસલમેરના સાંસદ અને કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી તથા ભૂતપુર્વ સાંસદ માનવેન્દ્ર સિંહે તેને પરત લાવવા માટે ઘણા પ્રયત્ન કર્યાં છે, પણ પાકિસ્તાને ગેમારામની હજુ સુધી મુક્ત કર્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો