• Gujarati News
  • National
  • Old Age Pregnancy Case Baby Birth After 54 Years Of Marriage First Case In Rajasthan Alwar News

પત્ની 70ની, પતિ 75નો, દીકરાને આપ્યો જન્મ:લગ્નનાં 54 વર્ષ પછી ઘરમાં પારણું બંધાયું, ડોક્ટરના દાવો- રાજસ્થાનમાં પહેલો કેસ

2 મહિનો પહેલા

રાજસ્થાનના અલવરમાં સોમવારે 70 વર્ષથી વધારે ઉંમરના દંપતીના ઘરમાં કિલકારી ગુંજી છે. માતાની ઉંમર 70 વર્ષ અને પિતાની ઉંમર 75 વર્ષ છે. લગ્નનાં અંદાજે 54 વર્ષ પછી બંનેનું આ પહેલું સંતાન છે.

ડોક્ટરનો દાવો છે કે રાજસ્થાનનો આ પહેલો કેસ છે, જેમાં આટલી મોટી ઉંમરની મહિલાએ દીકરાને જન્મ આપ્યો છે. જોકે આઈવીએફ ટેક્નોલોજીથી દેશ-દુનિયામાં પહેલાં પણ ઘણાં વૃદ્ધ દંપતી 70-80 વર્ષની ઉંમરે માતા-પિતા બન્યાં છે.

બાંગ્લાદેશના યુદ્ધમાં ઝુંઝુનુના નુહનિયા ગામના પૂર્વ સૈનિક ગોપીચંદના પગમાં ગોળી વાગી હતી. બંનેને સંતાન નહોતું. ગોપીચંદનું કહેવું છે કે પહેલા સંતાનની ખુશી કેવી રીતે જાહેર કરવી એ સમજાતું નથી.

ડૉ. પંકજ ગુપ્તાએ કહ્યું કે, બાળક અને માતા બંને સ્વસ્થ છે. બાળકનું વજન પોણાત્રણ કિલો છે.
ડૉ. પંકજ ગુપ્તાએ કહ્યું કે, બાળક અને માતા બંને સ્વસ્થ છે. બાળકનું વજન પોણાત્રણ કિલો છે.

ગોપીચંદનું કહેવું છે કે હવે તેઓ દુનિયામાં બધાના બરાબર થઈ ગયા છે. હવે તેમનો વંશ પણ આગળ વધી શકશે. ચંદ્રવતીની આંખોમાંથી વારંવાર ખુશીનાં આંસુ આવી રહ્યાં છે. IVF (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન) એક્સપર્ટ ડૉ. પંકજ સગુપ્ચા કહે છે કે દેશમાં આ ઉંમરે બાળકોના જન્મ થવાના આવા ખૂબ ઓછા કિસ્સા હોય છે. રાજસ્થાનનો કદાચ આ પહેલો કેસ છે, જેમાં 75 વર્ષના પુરુષ અને 70 વર્ષની મહિલાના ઘરે દીકરાનો જન્મ થયો છે.

ગોપીચંદે જણાવ્યું હતું કે તેમના પિતા નૈનુ સિંહનો એકમાત્ર દીકરા છે. બાળકનું વજન અંદાજે પોણા 3 કિલો છે.

હોસ્પિટલમાં 75 વર્ષના ગોપીચંદ અને 70 વર્ષની તેમની પત્ની ચંદ્રવતી. સાથે ડૉ. પંકજ અને ડૉ. ગીતા યાદવ
હોસ્પિટલમાં 75 વર્ષના ગોપીચંદ અને 70 વર્ષની તેમની પત્ની ચંદ્રવતી. સાથે ડૉ. પંકજ અને ડૉ. ગીતા યાદવ

IVFથી બાળકનો થયો જન્મ
ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)પદ્ધતિને પહેલાં ટેસ્ટ ટ્યૂબ બેબીના નામથી ઓળખવામાં આવતું હતું. આ ટ્રીટમેન્ટમાં મહિલાના એગ્સને પુરુષોના શુક્રાણુઓ સાથે મેળવવામાં આવે છે. જ્યારે ભ્રૂણ તૈયાર થઈ જાય ત્યારે તેને મહિલાના ગર્ભમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જટિલ અને મોંઘી છે, પરંતુ આ એ લોકો માટે વરદાન છે, જેઓ ઘણાં વર્ષોથી ગર્ભધારણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ પ્રક્રિયા ઘણા તબક્કામાં પૂરી કરવામાં આવે છે, જેમાં ઓવેરિયન સ્ટિમુલેશન, મહિલાની ઓવરીથી એગ્સ નીકળવા, પુરુષથી સ્પર્મ લેવા, ફર્ટિલાઈઝેશન અને મહિલાના ગર્ભમાં ભ્રૂણને રાખવાનું સામેલ છે. IVFની એક સાઇકલમાં બેથી ત્રણ સપ્તાહનો સમય થાય છે.

ચંદ્રવતી સાથેની પ્રક્રિયા અંદાજે 9 મહિના પહેલાં થઈ હતી. ગર્ભકાળ પછી ચંદ્રવતીને 2 કિલો 750 ગ્રામનો દીકરો થયો છે. 25 જુલાઈ 1978ના રોજ પહેલી ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિનો ઉપયોગ ઈંગ્લેન્ડમાં કરાયો હતો.

ડૉ. રીના યાદવ બાળકને દૂધ પીવડાવે છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ રાજસ્થાનનો પહેલો કેસ છે.
ડૉ. રીના યાદવ બાળકને દૂધ પીવડાવે છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ રાજસ્થાનનો પહેલો કેસ છે.

50 વર્ષથી વધુ ઉંમરની મહિલા હવે ટેસ્ટ ટ્યૂબ બેબીથી માતા ના બની શકે
હવે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે સરકારે ART (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક) કાયદો બનાવી દીધો છે. આ કાયદા અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી માતા બની શકે નહીં.

એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે મહિલાની ઉંમર 50 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, પરંતુ આ કેસ કાયદો બન્યો એ પહેલાનો છે, તેથી તેમને 70 વર્ષની ઉંમરે બાળક થયું છે.

અન્ય સમાચારો પણ છે...