• Gujarati News
  • National
  • Oil Companies Made A Profit Of Rs 11,966 Crore In Three Months, Six Times More Than Pre Covid

એક વર્ષમાં પેટ્રોલના ભાવ ~28 વધ્યા:ત્રણ મહિનામાં ઓઈલ કંપનીઓને 11,966 કરોડનો નફો, જે પ્રિ-કોવિડથી 6 ગણો વધુ

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડીઝલ ફરી 35-35 પૈસા મોંઘાં

પેટ્રોલ-ડીઝલના ભાવ સોમવારે ફરી 35-35 પૈસા પ્રતિ લિટર વધી ગયા. ગત એક મહિનામાં પેટ્રોલના ભાવ 7.45 રૂપિયા પ્રતિ લિટર વધી ગયા છે. 28 સપ્ટેમ્બરથી અત્યાર સુધી કંપનીઓ 26 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી ચૂકી છે.

હવે દિલ્હીમાં પેટ્રોલ 109.34 રૂ./લિ. પર પહોંચી ગયો છે. જોકે રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ 121.52 રૂ./લિ. અને ડીઝલ 112.44 રૂ./લિ. વેચાઈ રહ્યું છે. 1 વર્ષમાં ઓઈલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં લિટરે 28 રૂપિયાનો વધારો કરી ચૂકી છે.

રાજ્યો પેટ્રોલ-ડીઝલની બેઝ પ્રાઈઝ+એક્સાઈઝ ડ્યૂટી પર ટેક્સ લગાવે છે, રાહત કોઈ આપવા માગતું નથી

  • IOCL તથા BPCLના સપ્ટેમ્બર ત્રિમાસિકનાં પરિણામ પ્રમાણે તેમનો ટેક્સ પહેલાંનો નફો પ્રિ-કોવિડથી પણ 6 ગણો વધુ છે. આ મુદતમાં કંપનીઓ દ્વારા કેન્દ્રને ચૂકવાયેલી એક્સાઈઝ ડ્યટી બમણી થઈ ગઈ છે.
  • રાજ્ય પેટ્રોલ-ડીઝલ પર જે ટેક્સ લગાવે છે તે પેટ્રોલની બેઝ પ્રાઈઝ પ્લસ એક્સાઈઝ ડ્યૂટી પર લાગે છે. એક્સાઈઝ ડ્યૂટી બમણી થતાં રાજ્યનો ટેક્સ પણ બમણો થયો.