YouTubeથી ભણીને ભિલાઇની દીકરીએ ક્લિયર કરી NEET:કોવિડમાં ઓફલાઇન અભ્યાસ બંધ થયો, તો ઓનલાઇન ફ્રી ક્લાસ કરી MBBSમાં સિલેક્શન

21 દિવસ પહેલા

છત્તીસગઢના ભિલાઇની દીકરી સમૃદ્ધિ પાંડેએ યૂ-ટ્યૂબથી ભણીને પહેલી વાર સારા રેન્કથી NEET ક્લિયર કર્યું છે. સમૃદ્ધિનું કહેવું છે, કોરોના કાળમાં ઓફ લાઇન ક્લાસ બંધ થવાથી તેને લાગી રહ્યું હતું કે એક વર્ષ ડ્રોપ લેવો પડશે. ત્યાર બાદ તેણે યૂ-ટ્યૂબમાં સારા ટીચર્સના નિઃશુલ્ક ઓન લાઇન ક્લાસ શરૂ કર્યા. તેનાથી તેની તૈયારી ઘણી સારી થઇ અને તેણે 720માંથી 580 નંબર મેળવીને પ્રથમ પ્રયત્નમાં જ પરીક્ષા પાસ કરી.

સમૃદ્ધિ બાળપણથી જ ડોક્ટર બનવા ઇચ્છતી હતી. તેણે ભાસ્કરને જણાવ્યું કે તે બાળપણમાં ડોક્ટર વિશે વાંચતી હતી. ડીપીએસ રિસાલીમાં તેને ઘણો સારો માહોલ મળ્યો. ધોરણ 10માં 95.8 ટકાથી પાસ થઇને સમૃદ્ધિએ 12 સાયન્સના સબ્જેક્ટ પસંદ કર્યા અને 95.4 ટકા સાથે પાસ થઇ. તે 12માં ધોરણથી નીટની તૈયારીમાં લાગી ગઇ હતી, જેથી તે પ્રથમ પ્રયાસે પાસ કરી લે અને એને છત્તીસગઢની ટોપ કોલેજમાં એડમિશન મળે. તેનું સ્વપ્ન પૂરું થયું. તેનાથી તેનો સમગ્ર પરિવાર ખુશ છે.

પોતાના માતા-પિતાની અને બહેનની સાથે સમૃદ્ધિ પાંડે
પોતાના માતા-પિતાની અને બહેનની સાથે સમૃદ્ધિ પાંડે

માતા-પિતાએ દીકરીઓને દીકરીની જેમ ઉછેરી
સમૃદ્ધિના પિતા વિમલકાંત પાંડે બીએસપી માર્ચેટ મિલમાં ચાર્જ મેન છે. માતા આભા પાંડે ખાનગી સ્કૂલમાં ટીચર છે અને નાની બહેન સ્વાતિ પાંડે 10મામાં ભણી રહી છે. વિમલ પાંડે અને આભા પાંડેનું કહેવું છે કે તેઓએ ક્યારેય દીકરા અને દીકરીમાં ભેદભાવ નથી સમજ્યો. તેમને બે દીકરીઓ છે. તેમનું દીકરાની જેમ લાલનપાલન કર્યું. તેમની બેટીએ નીટ ક્લિયર કરીને એ સાબિત કર્યું છે કે દીકરીઓ કોઇ પણ વાતે દીકરાથી ઊતરતી નથી.

યૂ-ટ્યૂબ પર 4-5 કલાક ક્લાસ ભરતી હતી
ઓફ લાઇન કોચિંગ બંધ થઇ ગયા બાદ સમૃદ્ધિએ યૂ-ટ્યૂબને જ પોતાના ગુરુ બનાવ્યા. પપ્પાએ લેપટોપ લાવી દીધું. સમૃદ્ધિએ જોયું કે યૂ-ટ્યૂબમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રીનાં ઘણાં બઘાં લેક્ચરો અવેલેબલ છે. તેમાંથી લેક્ચર લેવા લાગી. રોજના 4-5 કલાક તે યૂ-ટ્યૂબ પર ક્લાસ ભરતી અને ત્યાર બાદ 3-4 કલાક અલગથી અભ્યાસ કરતી હતી. આ રીતે તેની તૈયારીઓ પૂરી થઇ. સમૃદ્ધિનું કહેવું છે કે નીટની તૈયારી દરમિયાન કોચિંગમાં ઘણાં બધાં બહારનાં પુસ્તકો પણ ભણાવવામાં આવતાં. તેની એટલી જરૂરિયાત હોતી નથી. જો કોઇ સ્ટુડન્ટ્સ એનસીઆરટીની બુક અને એમાં આપેલી મેટર તૈયાર કરી લે તો તે સારા નંબરોથી નીટની પરીક્ષા પાસ કરી લે છે.

સારી ડોક્ટર બનીને ગરીબોની સેવા કરવાનું સ્વપ્ન
સમૃદ્ધિનું કહેવું છે કે તે મેડિકલનો અભ્યાસ કરીને એક સારી ડોક્ટર બનવા ઇચ્છે છે. ત્યાર બાદ તે એવા લોકોનો ઇલાજ કરવા માગે છે કે જેમની પાસે પૈસા ન હોય. જેઓ ઇલાજ વિના મૃત્યુ પામે છે અથવા ખૂબ પીડાદાયક સ્થિતિમાં જીવન વિતાવે છે.

સિવિલ સર્વિસીસમાં જવાની કોઇ સપનું નથી
સમૃદ્ધિનું કહેવું છે કે તે બાળપણથી જ ડોક્ટર બનવા ઇચ્છતી હતી. તેનું સપનું પૂરું થયું છે. હવે તે એમબીબીએસની ડિગ્રી લઇને નીકળશે તો તે પીજી માટે એપ્લાય કરશે. સિવિલ સર્વિસીસમાં જવાનો તેનો કોઇ વિચાર નથી. ન તો તે માટે તેના માટે ટ્રાય કરશે.

સફળતા એક્સક્યૂસથી નહીં લગનથી મળે છે
સમૃદ્ધિનું કહેવું છે કે નિષ્ફળ થયા બાદ સ્ટુડન્ટ્સ કેટલાય પ્રકારનાં એક્સક્યૂસ આપે છે. તે એ બતાવવા માગે છે કે સફળતાનો કોઇ શોર્ટકટ હોતો નથી. જે કંઇ અભ્યાસ કરો એ પૂરી લગનથી અને ધ્યાનથી કરો, સફળતા એની મેળે મળશે.

અન્ય સમાચારો પણ છે...