પોતે જીવતા હોવાનો પુરાવો આપવા કચેરીમાં આવેલા વૃદ્ધનું મોત:અધિકારીઓએ 6 વર્ષ પહેલાં કાગળ પર તેમને મૃત જાહેર કરી દીધા હતા

સંત કબીરનગર3 મહિનો પહેલા
  • કાગળ પર નોંધાયેલા પોતાના મૃત્યુ સામે લડતાં-લડતાં મોતને ભેટ્યા
  • વૃદ્ધ જીવતા હોવા છતાં મૃત્યુનું પ્રમાણપત્ર પણ બની ગયું

યુપીના સંત કબીરનગરમાં પોતાને જીવતા હોવાનું સાબિત કરવા કચેરીમાં પહોંચેલા 70 વર્ષના વૃદ્ધનું સરકારી અધિકારીઓની સામે જ મોત થઈ ગયું. ખેલઈ નામના આ વૃદ્ધ છેલ્લાં 6 વર્ષથી કાગળ પર નોંધાયેલા પોતાના મૃત્યુ સામે લડી રહ્યા હતા. આ લડાઈના છેલ્લા તબક્કામાં તેમને અધિકારીઓ સમક્ષ રજૂ થઈને પોતાને જીવતા હોવાનું સાબિત કરવાનું હતું.

ખેલઈ અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા, પરંતુ પોતાનો મુદ્દો રાખી શક્યા નહીં, એટલે કે કાગળ પર મૃત દર્શાવી દેવામાં આવેલા ખેલઈએ સરકારી અધિકારીઓની સામે જ દુનિયા છોડી દીધી. જોકે વર્ષ 2016માં તેના મોટા ભાઈ ફેરઈનું મૃત્યું થયું હતું, પરંતુ તેમની જગ્યાએ નાના ભાઈ ખેલઈને કાગળ પર મૃત દર્શાવી દેવામાં આવ્યા હતા.

કચેરીમાં બેંચ પર રાખવામાં આવેલા ખેલઈનો મૃતદેહ, તેઓ અધિકારીઓની સામે પોતાને જીવતા સાબિત કરવા માટે અહીં આવ્યા હતા.
કચેરીમાં બેંચ પર રાખવામાં આવેલા ખેલઈનો મૃતદેહ, તેઓ અધિકારીઓની સામે પોતાને જીવતા સાબિત કરવા માટે અહીં આવ્યા હતા.

મૃત હોવાનું દર્શાવીને મિલકત ટ્રાન્સફર કરી
ખેલઈના જીવન સાથે ચેડાં કરવાની કહાની 6 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ધનઘટા તાલુકાના કોદરા ગામમાં રહેતા 90 વર્ષના ફેરઈનું વર્ષ 2016માં મૃત્યુ થયું હતું. સરકારી એકાઉન્ટન્ટ સહિત તહેસીલના કર્મચારીઓએ ફેરઈની જગ્યાએ તેના નાના ભાઈ ખેલઈને મૃત દર્શાવ્યા હતા.

સરકારી અધિકારીઓનો ખેલ અહીં જ ન અટક્યો, નકલી વસિયતનામા દ્વારા જીવિત ખેલઈની મિલકત મોટા ભાઈ ફેરઈની પત્ની સોમરી દેવી અને તેના પુત્ર છોટેલાલ, ચાલુરામ અને હરકનાથના નામ પર કરી દેવામાં આવી હતી. જ્યારે ખેલઈને આ વાતની ખબર પડી તો તેઓ પરેશાન થઈ ગયા હતા. તેઓ SDM, તહસીલદાર, નાયબ તહસીલદારની પાસે પોતે જીવિત હોવાના પુરાવા આપી રહ્યા હતા, પરંતુ સુનાવણી ક્યાંય થઈ રહી ન હતી.

ચકબંધી કોર્ટમાં તબિયત બગડી, પછી મૃત્યુ થયું
જ્યારે ખેલઈ પોતાને જીવિત સાબિત કરવાની કવાયતમાં વ્યસ્ત હતા. તેમણે આ મામલે ચકબંધી કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં પણ તેમની મિલકત તેમના નામે ટ્રાન્સફર થઈ શકી નહીં. જ્યારે તેઓ મંગળવારે ફરીથી કચેરી પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ બુધવારે બોલાવ્યા હતા. ખેલઈ તેમના પુત્ર હીરાલાલ સાથે બુધવારે કચેરી પહોંચ્યા હતા. જ્યાં ખેલઈની તબિયત અચાનક બગડી. લગભગ 11 વાગે તેમનું મૃત્યું થયું હતું.

ખેલઈના મૃત્યુ પછી કચેરી પરિસરમાં તેમના પરિવારના સભ્યો.
ખેલઈના મૃત્યુ પછી કચેરી પરિસરમાં તેમના પરિવારના સભ્યો.

પુત્રએ કહ્યું- પિતાને જીવતા ન્યાય ન મળી શક્યો
ખેલઈના પુત્ર હીરાલાલે આંસુ લૂછતાં જણાવ્યું હતું કે તેની માતાનું અવસાન થયું છે. તે વધુમાં જણાવે છે કે તેને જીવનભર એ વાતનું દુઃખ રહેશે, જે પિતાને પોતાને જીવિત હોવાનું સાબિત કરવામાં વર્ષો લાગી ગયા અને અંતે તેમનું ખરેખર મૃત્યુ થઈ ગયું.

હીરાલાલે કહ્યું, પન્નાલાલ, અમૃતલાલ, અમરજિત અને રણજિત તેમના સહિત પાંચ ભાઈઓ છે. તેણે મંગળવારે અહીં તેના પિતા અંગે નિવેદન નોંધાવવા આવ્યા હતા. અધિકારીએ બુધવારે આવવા જણાવ્યું હતું. પોતાની મિલકત મેળવવા પિતા 6 વર્ષથી કચેરીના ચક્કર લગાવી રહ્યા હતા. આઘાતને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

ઓફિસરે કહ્યું- અમે સંપત્તિ તેમના નામે કરવાની તૈયારી કરી રહ્યા હતા
આ સમગ્ર મામલે સંત કબીરનગર ધનઘટાના અધિકારી એ.કે. દ્વિવેદીએ જણાવ્યું હતું કે ખેલઈને બુધવારે નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. નિવેદન લીધા બાદ તેમની મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનું અવસાન થયું હતું. તેઓ મંગળવારે પણ આવ્યા હતા, પરંતુ નિવેદન નોંધી શકાયું નહોતું.

ખેલઈના મૃત્યુ બાદ કચેરી પરિસરમાં હાજર ગ્રામજનો અને તાલુકા કાર્યકરો.
ખેલઈના મૃત્યુ બાદ કચેરી પરિસરમાં હાજર ગ્રામજનો અને તાલુકા કાર્યકરો.

ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રવીન્દ્ર કુમારે કહ્યું હતું કે જીવતા હોવા છતાં કેવી રીતે ખેલઈનું મૃત્યુ પ્રમાણપત્ર બન્યું અને બીજાના નામે વસિયત કેવી રીતે બની ગઈ, આ તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. આ ગેમમાં જે પણ સામેલ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘટના અંગેની માહિતી સિનિયર સત્તાધીશોને આપવામાં આવી છે.

તહસીલદાર રત્નેશ તિવારીએ જણાવ્યું હતું કે આ મામલે મળેલી અરજીઓ સંબંધિત અધિકારીને ઉકેલ માટે મોકલવામાં આવી છે. કયા કારણે આટલા સમય બાદ પણ આ મામલો કેમ ઉકેલાયો નથી એની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવીએ આવા જ અન્ય કેટલાક સમાચાર...

સૌથી પહેલા વાત લાલ બિહારી મૃતકની

પત્ની સાથે લાલ બિહારી 'મૃતક'.
પત્ની સાથે લાલ બિહારી 'મૃતક'.

લાલ બિહારી 21 વર્ષના હતા, જ્યારે તેમને 30 જુલાઈ, 1976ના રોજ મહેસૂલ રેકોર્ડમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, કથિત રીતે તેમના સંબંધીઓના કહેવાથી જે તેમની મિલકત પચાવી પાડવા માગતો હતો. 18 વર્ષના સંઘર્ષ બાદ 30 જૂન 1994ના રોજ તેમને જીવતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે પોતાને જીવિત જાહેર કરવા માટે ચૂંટણી પણ લડી હતી. લાલ બિહારી આઝમગઢના વતની છે અને 'મૃતક સંઘ' (ઉત્તરપ્રદેશ ડેડ પીપલ્સ એસોસિયેશન)ના સ્થાપક છે, જેના દેશભરમાં હજારો સભ્યો છે અને જેઓ તેમના માટે લડે છે, જેમને રેવન્યુ રેકોર્ડમાં છેતરપિંડીથી મૃત જાહેર કરવામાં આવ્યા છે.

તેમણે સૌપ્રથમ 1988માં અલાહાબાદથી અને પછી 1989માં અમેઠીમાંથી સ્વર્ગસ્થ રાજીવ ગાંધી સામે લોકસભાની ચૂંટણી લડી હતી. તેમણે 1991, 2002 અને 2007માં મુબારકપુર બેઠક પરથી અને 2004માં લાલગંજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. તેમના જીવન પર આધારિત એક ફિલ્મ કાગળ પણ છે, જે સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત છે. પંકજ ત્રિપાઠીએ મૃતકની ભૂમિકા ભજવી હતી.

કનિક રામ સિદ્ધાર્થનગરમાં જીવિત હોવાનો પુરાવો આપી રહ્યો છે

આ તસવીર કનિક રામની છે. હજુ પણ જીવિત હોવાનો પુરાવા આપી રહ્યા છે.
આ તસવીર કનિક રામની છે. હજુ પણ જીવિત હોવાનો પુરાવા આપી રહ્યા છે.

હાલમાં સિદ્ધાર્થનગરમાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં પણ કાગળ પર એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવી હતી. ડુમરિયાગંજના ગ્રામપંચાયત ભદરિયાના રહેવાસી 44 વર્ષીય કનિક રામનો પુત્ર રામકિશોર હવે સરકારી ઓફિસોના ચક્કર લગાવી રહ્યો છે. તેઓ અધિકારીઓને પોતે જીવિત હોવાનું સાબિત કરવા ધક્કા ખાઈ રહ્યા છે. કનિક રામે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ જમીન હડપ કરવા માટે આવું કર્યું છે. તેમની જમીન તેમના પુત્રો સિવાય અન્ય કોઈના નામે કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...