• Gujarati News
  • National
  • Office Will Not Be Closed Completely If Corona Patient Is Found, Health Ministry Issues New Guidelines On Operations

કોરોનાથી બચવાના સૂચનો:કોરોનાના દર્દી મળે તો ઓફિસ સંપૂર્ણપણે બંધ નહીં થાય, સ્વાસ્થ્ય મંત્રાલયે કામકાજ અંગે નવી ગાઈડલાઈન જારી કરી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંત્રાલયે કહ્યું કે જો સ્ટાફમાં કોઈ પણ વ્યક્તિને ફ્લૂ જેવા લક્ષણ છે તો તેને ઓફિસ બોલાવવામાં ન આવે અને સ્થાનિક પ્રશાસનની સલાહ લેવામાં આવે - Divya Bhaskar
મંત્રાલયે કહ્યું કે જો સ્ટાફમાં કોઈ પણ વ્યક્તિને ફ્લૂ જેવા લક્ષણ છે તો તેને ઓફિસ બોલાવવામાં ન આવે અને સ્થાનિક પ્રશાસનની સલાહ લેવામાં આવે
  • મંત્રાલયે કહ્યું-ઓફિસમાં કામ કરનારા તમામ લોકોએ હંમેશા માસ્ક પહેરવું ફરજીયાત, એક-બીજાથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું જરૂરી છે.
  • હાથ સ્વચ્છ હોય તો પણ કર્મચારીએ વારંવાર 40થી 60 સેકન્ડ સુધી હાથ ધોવાના રહેશે

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. તેને પગલે દેશમાં જારી લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જોકે, આ સ્થિતિ વચ્ચે સરકાર કેટલીક શરતો સાથે લોકડાઉનમાં છૂટ પણ આપી છે. એટલે કે પ્રાઈવેટ અને સરકારી ઓફિસો ખોલવા, ઓટો, કેબ અને બસ સંચાલન, તમામ પ્રકારની દુકાનો ખોલવા જેવી અનેક પ્રવૃત્તિઓમાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સ્વાસ્થ્ય મંત્રાલયએ ઓફિસો તથા તમામ પ્રકારના કાર્યસ્થળો પર કેવી રીતે કામ થશે? કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે? શું કરવાનું છે અને શું નથી કરવાનું? આ તમામ બાબત અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. અહીં ગાઈડલાઈનની મહત્વની માહિતી આપવામાં આવી છે....

ઓફિસોમાં સાવચેતી

  • ઓફિસોમાં લોકો વચ્ચે એક મીટરનું અંતર રાખવું જરૂરી
  • ફેસ કવર કે માસ્ક લગાવવું જરૂરી બનશે
  • હાથ સ્વચ્છ હોવા છતાં પણ વારંવાર 40થી 60 સેકન્ડ સુધી હાથ ધોવા જરૂરી બનશે
  • ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી આલ્કોહોલ બેઝ સેનિટાઈઝર્સનો ઉપયોગ કરવો પડશે
  • ખાંસી-છીંકના સમયે રૂમાલ કે કપડું મો પર રાખવું પડશે
  • દરેક વ્યક્તિએ પોતાના આરોગ્યની જાતે જ દેખરેખ રાખવાની રહેશે. આરોગ્ય થોડુ પણ બગડવાના સંજોગોમાં સંસ્થાને જાણ કરવાની રહેશે

શંકાસ્પદ દર્દી મળે તો

  • જો સ્ટાફમાં કોઈ પણ વ્યક્તિને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો તેને ઓફિસ બોલાવવામાં ન આવે અને સ્થાનિક પ્રશાસનની સલાહ લેવી
  • જો આવા કોઈ સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ જોવા મળે તો તેને તાત્કાલિક તેમની ઓફિસને જાણ કરવાની રહેશે
  • જો કોઈ સ્ટાફ કન્ટેનમેન્ટ ઝોનમાં રહે છે અને હોમ ક્વોરન્ટીન રહેવા ઈચ્છે છે તો સંસ્થાએ તે અંગે જાણ આપવાની રહેશે
  • જો એક જ ઓફિસમાં કામ કરનાર કોઈ વ્યક્તિમાં કોરોના જેવા લક્ષણો દેખાય તો તેને વર્ક પ્લેસ પર કોઈ એક રૂમમાં અન્યોથી આઈસોલેટ કરી દો અને તાત્કાલિક ડોક્ટરને તપાસ માટે બોલાવવામાં આવે. આ અંગે તાત્કાલિક 1075 હેલ્પલાઈન પર જાણ કરો
  • ત્યારબાદ જીલ્લા સ્તરની ટીમ સ્થિતિ અંગે ચર્ચા કરશે. તે જોશે કે જોખમ કેટલું છે. ત્યારબાદ તે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકો અને સંસ્થાઓને ડિસઈ્ફેક્ટ કરવાની સલાહ આપશે
  • જો કોઈ શંકાસ્પદ કોરોના દર્દીને સમાન્ય લક્ષણ છે તો તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે
  • રેપિડ રિસ્પોન્સ ટીમ દર્દીના કોન્ટેક્ટ ડ્રેસિંગ કરશે
  • જો કોઈ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે તો તે વર્ક પ્લેસના કોરોનાના કલ્સ્ટર બનવાની આશંકા રહેશે. તે 15થી વધારે કેસ સામે આવી શકે છે. આ સંજોગોમાં સંપર્કમાં આવેલા લોકોના રિસ્ક એસેસમેન્ટ થશે.તેમને આઈસોલેટ કરવાના રહેશે અથવા ક્વોરન્ટીનકરવાના રહેશે
  • જો સૌથી વધારે જોખમમાં હોય તેમને 14 દિવસ માટે ક્વારન્ટીન કરવામાં આવશે. તેમને હોમ ક્વોરન્ટીનની ગાઈડલાઈન્સનું પાલન કરશે
  • જેમને વધારે જોખમ નથી તે કામકાજ ચાલુ રાખી શકશે. પણ તેમના આરોગ્ય પર 14 દિવસ સુધી નજર રાખવામાં આવશે

ઓફિસમાં ત્યારબાદની પ્રતિક્ષા

  • જો એક અથવા બે કેસ સામે આવેલ છે તો દર્દી 48 કલાકમાં જ્યાં-જ્યાં ગયો હોય ત્યાં ડિસઈન્ફેક્ટ કરવામાં આવશે
  • આ સંજોગોમાં સમગ્ર ઓફિસ બંધ કરવાની જરૂર નહીં પડે. ઓફિસ ડિસઈન્ફેક્ટ થયા બાદ ત્યાં ફરી વખત કામ શરૂ કરી શકાશે
  • જો કોઈ ઓફિસમાં વધારે કેસ સામે આવે છે તો સમગ્ર બિલ્ડિંગને 48 કલાક બંધ કરવાની રહેશે
  • બિલ્ડિંગને સંપૂર્ણપણે ડિસઈન્ફેક્ટ કરવામાં આવશે. જ્યારે બિલ્ડિંગને ફરી વખત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તમામ સ્ટાફને ઘરેથી કામ કરશે
અન્ય સમાચારો પણ છે...