તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Wonder Of Underwater Photography, See Stunning Pics: This Is Called The Deadly KISS; Russian Dolls

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:સાવધાન! આ છે ખોફનાક બર્ગર, ખાતા પહેલા ગ્લવ્ઝ પહેરજો: આને કહેવાય જીવલેણ KISS; અન્ડરવૉટર ફોટોગ્રાફીની કમાલ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ બર્ગર ખાવા માટે તમારે ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે. - Divya Bhaskar
આ બર્ગર ખાવા માટે તમારે ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે.

આ તસવીર એક એવા બર્ગરની છે જે ખરેખર ખોફનાક છે અને તેનું નામ પણ એવું જ છે, ‘ડબલ ડેકર ડેથ વિશ’. આ બર્ગર દેખાય છે સામાન્ય બર્ગર પણ અંદરથી આગ છે આગ. આ બર્ગર ખાધા પછી આંખોમાંથી આંસુ અને બીજે બધેથી બીજું બધું નીકળી જઈ શકે છે. ખોફનાક બર્ગર ખાવા માટે તમારે ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે અને સેફ્ટી માટે ગ્લવ્ઝ તથા ગ્લાસિસ પહેરવા પડે છે. વાસ્તવમાં, આ બર્ગર અત્યંત તીખું હોય છે અને એટલે ડેક્લેરેશન ફોર્મ ભરાવાય છે કે આ ખાધા પછી તમને કંઈ થાય તો રેસ્ટોરાં જવાબદાર નહીં હોય. ઓસ્ટ્રેલિયાનું આ સૌથી તીખું બર્ગર ‘બર્ગર અર્જ’ નામની કંપની બનાવે છે. નો ડાઉટ, આ બર્ગર ખાનારા ઓછા અને તેને જોનારા વધુ છે.

અંડરવોટર ફોટોગ્રાફીની કમાલ

આ સ્પર્ધામાં પહેલીવાર એક મહિલા વિજેતા જાહેર કરાઈ છે.
આ સ્પર્ધામાં પહેલીવાર એક મહિલા વિજેતા જાહેર કરાઈ છે.

આ છે દુનિયાભરમાં પ્રતિષ્ઠિત અન્ડરવૉટર ફોટોગ્રાફર ઓફ ધ યર 2021ના વિજેતાઓની કેટલીક ચુનંદી તસવીરો. 2014-15થી શરૂ થયેલી આ સ્પર્ધામાં પહેલીવાર એક મહિલા વિજેતા જાહેર કરાઈ છે. અમેરિકન મહિલા ફોટોગ્રાફર રેની કેપોઝોલાને ફ્રેન્ચ પોલિનેશિયા નામના દેશના દરિયામાં બે શાર્ક સાથે સીગલ નામના પક્ષીઓની પણ તસવીર ક્લિક કરવા બદલ આ સન્માન મળ્યું છે.

આ ખાસ ફોટોગ્રાફી સ્પર્ધા 2014-15થી શરૂ થયેલી આ સ્પર્ધા
આ ખાસ ફોટોગ્રાફી સ્પર્ધા 2014-15થી શરૂ થયેલી આ સ્પર્ધા

અન્ડરવૉટર ફોટોગ્રાફી ટેકનિકલ સ્કિલની સાથે અત્યંત ધીરજ અને સાહસવૃત્તિ પણ માંગી લે છે. આ સ્પર્ધા માટે 68 દેશના 500 વર્લ્ડ ક્લાસ ફોટોગ્રાફરની 4500 એન્ટ્રી આવી હતી.

આ અનોખી ફોટોગ્રાફી સ્પર્ધામાં ફોટોગ્રાફર્સે અવનવી અને અદભૂત તસવીરો કેમેરામાં કંડારી લીધી હતી.
આ અનોખી ફોટોગ્રાફી સ્પર્ધામાં ફોટોગ્રાફર્સે અવનવી અને અદભૂત તસવીરો કેમેરામાં કંડારી લીધી હતી.

આ સ્પર્ધામાં અબાઉ વૉટર વ્યૂઝ, મેક્રો, પોટ્રેટ અને વાઈડ એન્ગલ જેવી કુલ 14 કેટેગરીનો સમાવેશ કરાયો હતો.

સમજ્યા વગર KISS કરવી જીવલેણ બની શકે!

આ ભલભોળા ઉંદરને શું સૂઝ્યું તો સાપની નજીક પહોંચી ગયો અને KISS કરવા કોશિશ કરી પણ તેના જીવનની આ સૌથી મોટી અને અંતિમ ભૂલ હતી.
આ ભલભોળા ઉંદરને શું સૂઝ્યું તો સાપની નજીક પહોંચી ગયો અને KISS કરવા કોશિશ કરી પણ તેના જીવનની આ સૌથી મોટી અને અંતિમ ભૂલ હતી.
... અને આખરે એ જ બન્યું જે ઉંદરે ધાર્યુ નહોતું પણ કુદરતે નક્કી કરી રાખ્યું હતું.
... અને આખરે એ જ બન્યું જે ઉંદરે ધાર્યુ નહોતું પણ કુદરતે નક્કી કરી રાખ્યું હતું.

સામાન્ય રીતે ઉંદર સાપને જોઈને જ છૂમંતર થઈ જાય છે, પરંતુ સજીવસૃષ્ટિમાં ક્યારેક અચરજ પમાડતી ઘટનાઓ પણ થતી હોય છે. ઈન્ડોનેશિયાના ફોટોગ્રાફ ઝૂલ ઝૂલ્ફીકરીએ જોયું કે, એક ભોળો ઉંદર જાણે સાપને પહેલીવાર જોઈ રહ્યો હોય એમ તેને નજીકથી જોઈ રહ્યો છે. ત્યારે તેમણે કેમેરા ચાલુ કર્યો અને સાપ ઉંદરને કેવી રીતે ઓહિયા કરી ગયો તેની આખી સિકવન્સ મળી.

રશિયામાં ઢીંગલીઓનું પ્રદર્શન

ધ આર્ટ ઓફ ડૉલ આંતરરાષ્ટ્રીય ડૉલ એક્ઝિબિશન.
ધ આર્ટ ઓફ ડૉલ આંતરરાષ્ટ્રીય ડૉલ એક્ઝિબિશન.

તસવીર રશિયાની રાજધાની મૉસ્કોની છે. અહીં ધ આર્ટ ઓફ ડૉલ નામે આંતરરાષ્ટ્રીય ડૉલ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. તેમાં 1000થી વધુ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી જુદી જુદી ડૉલને પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ એક્ઝિબિશનની મજા માણવા પહોંચી રહ્યા છે.

વિશાળ લેન્ટર્નનું પ્રદર્શન

રિવર હોંગબાઓ ખાતે મંત્રમૂગ્ધ કરી મૂકે તેવા વિશાળ લેન્ટર્નનું પ્રદર્શન.
રિવર હોંગબાઓ ખાતે મંત્રમૂગ્ધ કરી મૂકે તેવા વિશાળ લેન્ટર્નનું પ્રદર્શન.

ચાઈનીઝ ન્યૂ યરની ઉજવણીના કાર્યક્રમો દરમિયાન સિંગાપોરમાં રિવર હોંગબાઓ ખાતે મંત્રમૂગ્ધ કરી મૂકે તેવા વિશાળ લેન્ટર્નનું પ્રદર્શન કરાયું હતું. આ કાર્યક્રમનું આયોજન 10 સુધી ચાલવાનું હતું. તેમાં ચીનની સંસ્કૃતિની ઝલક પણ બતાવાવાનો પ્રયાસ કરાયો હતો. રંગબેરંગી લાઈટોવાળા આ લેન્ટર્ન આગંતુકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો