• Gujarati News
  • National
  • The Hero Of The Second Lockdown, Congress Leader Srinivasa Said Modiji, How Is The Josh; The Youth Congress Said The Fruit Of These Deeds

PMની સુરક્ષા અંગે કોંગ્રેસના વિચાર:બીજા લોકડાઉનના હીરો કોંગ્રેસ નેતા શ્રીનિવાસે કહ્યું- મોદીજી, હાઉ ઈઝ ધ જોશ; યુથ કોંગ્રેસે કહ્યું- આ કર્મોનું ફળ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે પૂછ્યું-સુરક્ષાને લગતી વિગતો ક્યાંથી લીક થઈ ગઈ?

પંજાબના ફિરોજપુરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી સુરક્ષા કારણોથી રદ્દ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે વ્યાપક પ્રમાણમાં રાજકારણ શરૂ થઈ ગયું છે અને વિવાદ સર્જાયો છે. આ મુદ્દે કોંગ્રેસ મજાકના મૂડમાં PM મોદીને ટોણા મારી રહી છે. સુરક્ષામાં ગાબડાને લીધે આ રેલી રદ્દ કરવામાં આવ્યા બાદ PMએ ચન્નીની ટીકા કરી છે. શેનો આભાર, મારો જીવ બચી ગયો. ભાજપે કોંગ્રેસ સરકાર પર ષડયંત્રનો આરોપ લગાવ્યો તો કોંગ્રેસ નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ. યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે વડાપ્રધાનને પ્રશ્ન કર્યો, ''મોદીજી હાઉ ઈઝ ધ જોશ". ત્યારબાદ યૂથ કોંગ્રેસે પણ આ આધાર પર નિવેદનબાજી કરી હતી. સોશિયલ મીડિયા પર કહ્યું "આ કર્મોનું ફળ છે". અત્રે ઉલ્લેખનીય છે કે બીવી શ્રીનિવાસ બીજા લોકડાઉન સમયે લોકોને ભોજન, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી સમાચારોમાં આવ્યા હતા.

કોંગ્રેસનું નિવેદન
1. રેલી રદ્દ થવા પાછળનું કારણ ખાલી ખુરશી

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જ્યારે સુરક્ષા વ્યવસ્થા અંગે પંજાબ સરકાર પર નિશાન તાક્યું ત્યારે રણદીપ સુરજેવાલાએ તેમને ગુસ્સે નહીં થવા સલાહ આપી. સુરજેવાલાએ સોશિયલ મીડિયા પર લખ્યું, "આપા મત ખોઈએ". યાદ કરો કે વડાપ્રધાનની રેલી માટે 10 હજાર સુરક્ષા કર્મચારીઓ હતા. SPG અને અન્ય એજન્સીઓ સાથે મળી આ તમામ વ્યવસ્થા કરી હતી. તમામ રુટ ડાઈવર્ટ કરાયા હતા. હરિયાણા અને રાજસ્થાનથી આવનારા ભાજપના કાર્યકર્તાઓ માટે પણ રુટ ડાઈવર્ટ કરાયા હતા. રેલી રદ્દ થવાથી ખુરશી ખાલી રહી હતી. ખુરશી ખાલી હતી એ રેલી રદ્દ થવા પાછળનું કારણ હતું. વિશ્વાસ ન હોય તો જોઈ લો.

2.વરરાજા કે જાનૈયા ન આવ્યા, શહેણાઈ પણ ન વાગી

શ્રીનિવાસે સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું, જે લોકો 750 ખેડૂતોની શહીદીથી વિચલીત બન્યા નહીં. જે વડાપ્રધાને દેશના અન્નદાતાને તેમની હાલત પર છોડી દીધા અને ક્યારેય મુલાકાત લીધી નહીં. આજે તે તમામ લોકો ખાલી ખુરશીને પગલે રદ્દ થયેલી રેલીથી દુખી છે. 'વરરાજા કે જાનૈયા આવ્યા નહીં. અને શહેણાઈ પણ ન વાગી'

3.તમે ખેડૂતોને અટકાવ્યા હતા, આ કર્મનું ફળ છે

યૂથ કોંગ્રેસે PM મોદીની રેલી રદ્દ થવા અંગે ટ્વિટ કર્યું-તમે ખેડૂતોને દિલ્હીની બોર્ડર પર અટકાવ્યા હતા. આ કર્મનું ફળ છે.

સરકારે કોંગ્રેસને કર્યા પ્રશ્ન

1. સુરક્ષાને લગતી વિગતો ક્યાંથી લીક થઈ ગઈ? 2. PMની સુરક્ષા અંગે વારંવાર કહેવા છતાં શા માટે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં? 3. PMના સુરક્ષા સંબંધિત ઉલ્લંઘન અંગે કોંગ્રેસ હવે શા માટે ઉજવણી કરી રહી છે? કોંગ્રેસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ નિયંત્રણ અંગે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા વડાપ્રધાનની સુરક્ષામાં ખામી અંગે કોંગ્રેસ જોશનો જશ્ન મનાવી રહી છે. તેમનું આ નિવેદન આવી રહ્યું છે કે હાઉ ઈઝ ધ જોશ મોદીજી. ઈરાનીએ કહ્યું કે વેર મોદી સાથે છે, પણ દેશના વડાપ્રધાનનો વાળ વાંકો કરવાના ષડયંત્રનું દેશ સમર્થન નહીં કરે.