તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયાને હેલી ધૂમકેતુની ઓળખ કરાવનાર એડમંડ હેલીએ વર્ષ 1742માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. એડમંડ હેલીનું નામ ઈગ્લેન્ડના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી (એસ્ટ્રોનોમર્સ)માં ગણના થાય છે.
એડમંડ હેલીનો જન્મ 8 નવેમ્બર 1656માં ઈગ્લેન્ડના શોરડિચમાં થયો હતો. તેમના પિતા સાબુના કારોબાર સાથે સંકળાયેલા હતા. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ક્વીન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. બાદમાં ઓક્સફોર્ડથી તેમણે માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી.
વર્ષ 1705માં એડમંડ હેલીએ દુનિયાને હેલી ધૂમકેતુ અંગે માહિતી આપી હતી. આમ તો પૃથ્વી પાસેથી અનેક ધૂમકેતુ પસાર થાય છે, પણ હેલી એવો ધૂમકેતુ છે, જેને નરી આંખે જોઈ શકાય છે. એટલે કે તેને જોવા માટે કોઈ જ પ્રકારના ઉપકરણની જરૂર પડતી નથી. હેલી ધૂમકેતુ પ્રત્યેક 76 વર્ષમાં એક વખત દેખાય છે.
ધૂમકેતુ ધૂળ માટીના વાદળ જેવો છે, જે સેંકડો વર્ષોમાં એક વખત દેખાય છે. તેને એક જીવનકાળમાં બે વખત દેખાવાની આશા રાખી શકાય છે. છેલ્લે હેલી ધૂમકેતુ વર્ષ 1886માં દેખાયો હતો અને હવે તે વર્ષ 2061માં દેખાય તેવી શક્યતા છે.
પાણીપતની ત્રીજી લડાઈ શરૂ
આજના દિવસે વર્ષ 1761માં પાણીપતની ત્રીજી લડાઈ શરૂ થઈ હતી. આ યુદ્ધ અફઘાનિસ્તાનના શાસક અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા સેનાપતિ સદાશિવ રાવ ભઉ વચ્ચે થયુ હતું. આ યુદ્ધમાં મરાઠાની કુલ સેના 45,000 હતી અને અબ્દાલી પાસે 65,000 સૈનિક હતા. આ યુદ્ધ સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચાલ્યુ હતું.
લડાઈમાં બે વાગ્યા સુધી મરાઠાઓનું પલ્લુ ભારે હતું. પણ તે સમયે પેશવાના પુત્ર વિશ્વાસ રાવને ગોળી વાગી અને તેઓ શહીદ થઈ ગયા. વિશ્વાસરાવને શહીદ થતા જોઈ ભાઉ પાગલ થઈ ગયા. તેઓ હાથી ઉપરથી ઉતર્યા અને ઘોડા પર બેસીને અબ્દાલીની સેનામાં ઘુસી ગયા. આ સંજોગોમાં તેમણે શહીદ જ થવાનું હતું અને તેમ જ થયું. મરાઠા સેનામાં આ ઘટનાથી ભારે હડકંપ મચી ગયો અને તે હારી ગઈ.
ભારત અને દુનિયામાં 14 જાન્યુઆરીની મહત્વની ઘટનાઓઃ
2007: નેપાળમાં વચગાળાના બંધારણને મંજૂરી મળી
2002: બ્રિટન સરકારે જાહેરાત કરી કે આશરે 11 મહિના સુધી દેશમાં ફેલાયેલી ફુટ એન્ડ માઉથ બીમારીને મધ્યરાત્રીમાં ખતમ માનવામાં આવશે
1994: 300 વર્ષમાં પ્રથમ વખત બ્રિટનના શાહી પરિવારના કોઈ સભ્યએ કેથોલિક ધર્મ અપનાવ્યો. એક પ્રાઈવેટ સર્વિસમાં ડ્યુશ ઓફ કેન્ટ કેથોલિક ચર્ચની સભ્ય બની
1977: ફોર્મ્યુલવન રેસમાં ખેલાડી ભારતીય નારાયણ કાર્તિકેયનનો આજના દિવસે જન્મ થયો હતો.
1974: વિશ્વ ફૂટબોલ લીગની સ્થાપના થઈ હતી
1969: ભારતના દક્ષિણ રાજ્ય મદ્રાસનું નામ બદલીને તમિલનાડુ કરવામાં આવ્યું
1964: ટેસ્ટ બોલર રમેશચંદ્ર ગંગારામ નાડકર્ણીએ આજના દિવસે સતત 21 મેડર ઓવર નાંખી રેકોર્ડો સ્થાપિત કર્યો હતો.
1918: ફ્રાંસના ભૂતપુર્વ પ્રધાનમંત્રી જોસેફ કૈલાક્સને દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી
1907: જમૈકામાં ભૂકંપથી કિંગસ્ટન શહેરમાં ભારે તબાહી સર્જાઈ અને આશરે 900થી વધારે લોકો માર્યા ગયા.
1867: પેરુએ સ્પેન સામે યુદ્ધની જાહેરાત કરી
1809: ઈગ્લેન્ડ અને સ્પેને નેપોલિયન બોનાપાર્ટ સામે ગઠબંધન કર્યું
1641: યુનાઈટેડ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મલક્કા શહેર પર વિજય હાંસલ કર્યો
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.